દસ્તુરજી જામાસ્પ જામાસ્પઆસાને હાઈપ્રિસ્ટ તરીકે ગાદીએ બેસાડવામાં આવ્યા

2જી જૂન, 2019ના દિને ડો. જામાસ્પ દસ્તુર કૈખુશરૂ જામાસ્પઆસાને અંજુમન આતશબહેરામના નવા દસ્તુરજી તરીકે ગાદી પર બેસાડવામાં આવ્યા હતા.
તેઓએ તેમના પ્રસિધ્ધ, જ્ઞાની પિતાજી મરહુમ દસ્તુર ડો. કૈખુશરૂ દસ્તુર મીનોચેર જામાસ્પઆસાની દસ્તુરી ગાદી સંભાળી.
27 જાન્યુઆરી, 1978ના રોજ જન્મેલા, ડો. જામસ્પે 1992માં કેમ્પિયન સ્કૂલમાંથી તાલિમ પૂર્ણ કરી. એમણે અંજુમન આતશ બહેરામમાંથી નાવર તથા નવસારીમાંથી મરતાબની તાલિમ પૂર્ણ કરી. તેઓ 1995માં કે સી કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતક થયા અને 2000માં મહાત્મા ગાંધી મિશન મેડિકલ કોલેજ, ન્યૂ બોમ્બેમાંથી તેમની તબીબી તાલીમ પૂર્ણ કરી. તેઓ 2006માં રોયલ કોલેજ ઓફ સર્જન્સના સભ્ય બન્યા હતા. તેમણે શસ્ત્રક્રિયાના અભ્યાસની સાથે, ત્રણ વર્ષ રિલિઝિયસ સ્ટડીઝમાં એમએ પૂર્ણ કર્યુ.
અંજુમન આતશ બહેરામના હોલમાં જશન પછી આતશ બહેરામના મેનેજીંગ ટ્રસ્ટી બરજોર આંટીયાએ જાહેરાત કરી હતી કે ડો. જામસ્પને દસ્તુરી ગાદી સોંપવામાં આવે છે અને અંજુમન આતશ બહેરામના ટ્રસ્ટીઓ વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ અને વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર દ્વારા શાલ અર્પણ કરવામાં આવી હતી. બીપીપીના ચેરમેન યઝદી દેસાઈ અને ટ્રસ્ટી વિરાફ મહેતાએ બીપીપીનું પ્રતિનિધિત્વ કરતા શાલ અર્પણ કરી હતી.
અમે પ્રાર્થના કરીએ કે દાદર અહુરા મઝદાના આશીર્વાદ હંમેશાં તેમની સાથે અને તેમના પ્રિયજનો સાથે રહે તથા પેગમ્બર સાહેબ આપણા ધાર્મિક સિદ્ધાંતો, પરંપરાઓ, રિવાજો અને રીતોને સમર્થન આપવા માટે હમેશા તેમને શક્તિ અને હિંમત બક્ષિસ તરીકે ભેટમાં આપશે.

કર્ટસી હનોઝ એમ. મીસ્ત્રી

Leave a Reply

*