સારા વિચારો – વોહુમનો

જરથુષ્ટ્રે ભગવાનને સર્વશક્તિમાન તરીકે જોતા નથી, કેમકે તેમણે તેમના સ્તોત્રોમાં જાહેર કર્યું છે કે, માણસના સારા વિચારો, શબ્દો અને કાર્યોની સંચિત શક્તિ દ્વારા ભગવાન વધે છે.
બહમન અમેશાસ્પંદ બધા ગોશપન્દ (પશુ)ઓના દેવદૂત છે અને સારા વિચારો ઉપર વડપણ કરનાર દેવ છે (વોહુમનો). આજે આપણા વિચારો આપણી વાસ્તવિકતા કેવી રીતે બનશે તેનો સામનો આપણે કરવાનો હોય છે. કોર્પોરેટ્સ દ્વારા તેમના કર્મચારીઓને તેમના મગજને કેવી રીતે સંચાલિત કરવું અને તેમના શ્રેષ્ઠ સપનાની કલ્પના કરવામાં મદદ કરવા માટે ખર્ચાળ સેમિનાર હાથ ધરવામાં આવે છે જેથી તેમને વિચારશક્તિ સાથે જાહેર કરી શકાય. પરંતુ આપણે શ્રધ્ધાથી સારા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
બહમન યશ્ત એક સૌથી શક્તિશાળી પ્રાર્થના છે જેને આપણે ભણી શકીયે છીએ, પરંતુ તે સંપૂર્ણ રીતે ઉપલબ્ધ નથી અને દૈનિક વાંચન માટે ખૂબ લાંબી છે. તેથી, આપણે બહમન યશ્ત નિરંગ ભણી શકીયે છીએ. જે બહુ નાની પ્રાર્થના છે અને તે બહમનના આ પવિત્ર મહિના દરમિયાન ભણવા માટે આદર્શ છે. સારૂં અને શુદ્ધ મન આપણને તેજસ્વી અને આનંદદાયક વાસ્તવિકતાને હાંસલ કરવામાં મદદ કરશે.
એક જાણીતી વાત છે, તમારા વિચારો બદલો અને તમે તમારૂં વિશ્ર્વ બદલી શકો છો. જરથોસ્તી તરીકે આપણી સશક્તિકરણ પ્રાર્થનાની શક્તિથી આપણને આશીર્વાદ મળે છે જે આપણા વિચારો, શબ્દો અને કાર્યોમાં ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

About  ડેઝી પી. નવદાર

Leave a Reply

*