ભરથાર તથા પોપટની વાર્તા

હું તને બીજુ એ કહુ છું કે તેણે મને જે સદાકાળની આપદા અને દુ:ખમાંથી છોડાવ્યો છે તેના બદલામાં મારી સઘળી દોલત તથા મારૂં સર્વે રાજપાટ તેની સાથે વહેંચી લઉ તો પણ તેણે જે મોટો ઉપકાર મારી ઉપર કીધો છે તેનો બદલો પુરો પડનાર નથી! આવી તારી ચાલનો સબબ હવે મને સમજ પડતો જાય છે. તેની ઉપર થતી નવાજેશો તારાથી દેખી શકાતી નથી પણ તું યાદ રાખજે કે તારી વાત પર ધ્યાન આપી હુ તેની ઉપર જીનહાર પણ બેવિશ્ર્વાસ થઈશ નહીં, સબબ કે પાદશાહ શીનબાદને તેના દીકરાને મારી નાખવાનો હુકમ આપવાથી અટકાવ કરવા માટે તેના વજીરે તેને શું કહ્યું હતું તે મને સારી પેઠે યાદ છે.
આ ભાષણ સાંભળી તે વજીરની જિજ્ઞાસા અતિ ઘણી ઉશ્કેરાઈ તેથી તેણે પાદશાહને ઘણીજ નમનતાઈથી અરજ કીધી કે મહેરબાની કરીને શીનબાદ પાદશાહ તથા તેના વજીરની વાત કહી સંભળાવવી. પાદશાહે તેની અરજ કબુલ રાખી અને કહ્યું કે ‘શીનબાદ પાદશાહને તેના દીકરાની સાવકી માએ ઉંધુચત્તુ સમજાવી તેના દીકરાને મારી નાખવાને ઉશ્કેર્યો. પણ તેનો વજીર ઘણોજ દાનાવ હતો. તેથી તેણે ભલામણ કીધી કે હરેક સાવકી માની ઉશ્કેરણીથી આગલી માના બાળકને મારી નાખવા સરખી ભયંકર બાબત વિશે પુરતો વખત લઈ તે વાત પર વિચાર કરી કામ કરવું સજાવાર છે, સબબ કે ઘણી વેળા તેવી સ્ત્રીઓ પાછળથી પોતાના કામનો પશ્ર્ચાતાપ કરે છે. એટલું મંડાણ કરી નીચે પ્રમાણેની વાર્તા પાદશાહે કીધી,
ભરથાર તથા પોપટની વાર્તા
એક ચોકકસ જમાનામાં એક ભલો આદમી વસતો હતો તેના ભાગ્યમાં એક સુંદર સ્ત્રી તેની બાયડી દાખલ મળી હતી. તેની ઉપર તે એટલો તો મોહી પડયો હતો કે તેણીને તે પોતાની નજર આગળથી હરગેજ થઈ ખસવા ન દેતો હતો. એક દિવસે એક અગત્યનાં કારણસર ધરમાથી બહાર જવું પડયું હતું. તે વેળા રસ્તે જતા તેની નજર એક દુકાન ઉપર દોડી જ્યાં ભાતભાતના પક્ષીઓ વેચવા મૂકયા હતા. ત્યાંથી તેણે એક પોપટ ખરીદ કીધો. જે વાતચીત કરવાના હુન્નરમાં પ્રવીણ હતો. (ક્રમશ)

Leave a Reply

*