મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
પહેલા 4 દિવસજ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઉતરતી મંગળની દીનદશા તમારા મગજ ઉપર કંટ્રોલ જરાબી નહી રહેવા દીયે તેથી નાની વાતમાં તમે વધુ પડતા ગુસ્સે થઈ જશો. થોડાક શાંત રહીને 23મી સુધી પસાર કરી લેશો. તા. 24મીથી તમારા સ્વભાવમાં ઘણા ચેન્જીસ આવવાની શરૂઆત થઈ જશે. 24મી જુલાઈથી 20મી સપ્ટેમ્બરના વચ્ચે તમારી બુધ્ધીબળ વાપરી ગુમાવેલ વસ્તુ, નાણાં પાછા મેળવવામાં સફળ થશો. તીર યશ્તની સાથે મહેર નિઆએશ ભણજો.
શુકનવંતી તા. 20, 24, 25 ને 26 છે.
With the last four days remaining under Mars’ rule, its descending rule could cause you to lose control your mind leading to temper tantrums over petty matters. Try to stay calm till the 23rd. From the 24th onwards, there will be a good deal of behavioral changes in you. From 24th July to 20th September, there is a good chance for you to retrieve things you may have lost, if you use the strength of your intelligence. Pray the Meher Nyaish along with Tir Yasht.
Lucky Dates: 20, 24, 25, 26.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લુ અઠવાડીયું જ શિતળ શાંત ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી હાલમાં ઘરવાળાને જેબી પ્રોબ્લેમ હોય તેમાં થોડી ઘણી સમજણથી કામ કરી લેજો. નારાજ વ્યક્તિને મનાવી લેજો. અગત્યની વ્યક્તિને આ અઠવાડીયામાં મળી લેજો. 26મી બાદ તે વ્યક્તિને મળવું તમારે માટે ઈઝી નહી થાય. ચાલુ કામકાજમાં સાથે કામ કરનારના સાથ આપવાથી ખરાબ સમયમાં તેમના સાથ મળશે. હાલમાં 34મું નામ યા બેસ્તરના 101 વાર ભળજો.
શુકનવંતી તા. 21 થી 24 છે.
With the sixth week under the calming influence of the Moon, try to be understanding with your family members who are currently undergoing a problem. Try to win over a person who is upset with you. Try and meet with important people in this week, as it might be difficult to meet them post the 26th. You will be able to handle any bad phase in your ongoing work with the support of colleagues. Pray the 34th Name – Ya Beshtarna – 101 times.
Lucky Dates: 21, 22, 23, 24.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી કામકાજને વધારવા માટે ભાગદોડ કરવામાં કોઈ કસર નહી મુકો. મનની જે બાબત નક્કી કરશો તેમાં સફળતા મળીને રહેશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. જો તમારા ઉપર કરજદારીનો બોજો હશે તો તે ઓછા કરવા માટે હાલમાં તમે જેબી મળે તેમાંથી થોડો ભાગ લેણીયાતને આપવાથી માન-સન્માનના ભાગીદાર બની જશો. બને તો નાનું નાનું રોકાણ કરવાનું ભુલતા નહી. હાલમાં 34નું નામ યા બેસ્તરના 101 વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 24 ને 26 છે.
The Moon’s rule till 26th August suggests you leave no stone unturned in your efforts to expand your business. You will find success in areas where you strongly make up your mind. You could make new friends. If you pay off even part of your burden of debts, you will gain the respects of your creditors. Try to make small savings if possible. Pray the 34th Name – Ya Beshtarna – 101 times.
Lucky Dates:20, 21, 24, 26.
CANCER | કર્ક: ડ.હ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા પોતાના અંગત માણસોથી પરેશાન થઈ જશો. રોજ બરોજના કામ કરવામાં કંટાળો આવશે. તેમાંબી જો તમે બેંક, સરકારી ઓફીસમાં કામ કરતા હશોે તો તેમાં સાથેવાળા તમોને ઈરીટેડ કરવામાં જરાબી કસર નહી રાખે. જરાબી ઉતાવળું પગલું ભરવાથી તમારે હૈરાન થવું પડશે. તબીયત અચાનક બગડી જશે. મનગમતી વ્યક્તિનું દિલ ટૂટી જશે. સૂર્યના ઉતાપાને ઓછો કરવા માટે 96મું નામ યારયોમંદ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23 ને 25 છે.
The Sun’s rule could make you feel annoyed with those close to you. You will feel lethargic in completing your daily chores. Those working in the banking or government sector, will feel especially irritated with colleagues. Your health could get bad. A favourite person could get heart-broken. To placate the sun, pray the 96th Name – Ya Rayomand – 101 times.
Lucky Dates: 21, 22, 23, 25.
LEO | સિંહ: મ.ટ.
16મી ઑગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા મોજશોખ ખુબજ વધી જશે. બીજાને ફાયદો કરાવીને તમે માન-ઈજ્જત સાથે ધન કમાઈ શકશો. રોકાયેેલ નાણાને પાછા મેળવવા માટે ભાગદોડ કરવાથી થોડાઘણા પૈસા પાછા મેળવવામાં સફળ થશો. નાણાંકીય સ્થિતી સારી હોવાથી ખર્ચ કર્યા બાદ તમને કોઈબી જાતની ચિંતા નહી સતાવશે. જુના કામની અંદર ફાયદામાં રહેશે. હાલમાં રોજ બહેરામ યઝદની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23, 24 ને 25 છે.
Venus’ rule till 16th August will lead to a great increase in your preference for entertainment and luxury. You will earn money with respect by helping others’ earn. With good effort, you might be able to retrieve your bad debts. Your financial stability stays stable despite expenses. Old work will bring you profits. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 24, 25.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમોનેબી તમારી રાશીના માલિક બુધના મિત્ર શુક્રની દિનદશા ચાલશેે તેથી 16મી સપ્ટેમ્બર સુધીમાં તમારા અધરા કામની અંદરબી સફળતા મેળવી લેશો. જો તમો કોઈની સાથે પ્રેમ કરતા હશો તો તેમની તરફથી કંઈક સારા સમાચાર મળીને રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો જવા દેતા નહી. ઘરમાં કોઈક નવી ચીજ વસ્તુ વસાવી શકશો. નાણાંકીય મુશ્કેલી નહી આવે તેની માટે રોજ બહેરામ યઝદની આરાધના કરજો.
શુકનવંતી તા. 21, 24, 25 ને 26 છે.
Venus’ rule ensures that by 16th September you will taste success in all projects you had thought of. You will receive good news from a romantic love interest of yours. Don’t miss out on small travel opportunities. You will be able to make new purchases for the house. To ensure continued financial stability, pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 24, 25, 26.
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તેથી તમોને નાનામાં નાના કામમાં અડચણ આવતી રહેશે. તમેજ કરેલા કામની અંદર તમે તમારી ભૂલ શોધી લેશો. એક ને એક કામ બે-ત્રણ વાર કરવું પડશે. રાહુ તમોને મનથી યાને માનસીક રીતે નબળા કરી નાખશે. તબીયત અચાનક બગડી જશે. ધનનો ખર્ચ ખુબજ વધી જશે. તમારા મગજમાં ખોટા ખોટા વિચારોથી પરેશાન થતા રહેશો. ઘરમાં શાંતી નહી મળે અને બાહર જવાથી તબીયતની ઉપર અસર થશે. ભુલ્યા વગર રોજ મહાબોખ્તાર નીઆએશ ભણજો.
શુકનવંતી તા. 20, 23, 24 ને 25 છે.
Rahu’s rule upto 6th August could pose obstacles even in your smallest tasks. You will be able to identify mistakes you’ve made. You might need have repeatedly work on the same task. Rahu could weaken you mentally. Your health could go down. Expenses could increase substantially. Negative thoughts will trouble you. You could have to endure lack of peace at home and a health threat outdoors. Ensure to pray the Mahabokhtar Nyaish daily.
Lucky Dates: 20, 23, 24, 25.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા ત્રણ દિવસજ ગુરૂ જેવા ધર્મના ગ્રહની દિનદશા ચાલશે તેથી ઘરવાળાને નારાજ કરતા નહિ. બાકી 23મીથી રાહુની દિનદશા 42 દિવસમાં તમારા સંબંધ બધાની સાથે બગાડી દેશે. ત્રણ દિવસમાં ઘરમાં જોઈતી ચીજવસ્તુનો થોડોઘણો સ્ટોક કરીને મુકી દેજો. રાહુને કારણે તમારૂ મગજ કામ કરવાનું બંધ કરી દેશે. આજથી કોઈબી જાતના પ્લાન બનાવવાનું બંધ કરી દેજો, જો કોઈને પ્રોમીસ આપવું પડે તો 6ઠ્ઠી સપ્ટેમ્બર પછી પ્રોમીસ પુરા થશે તેવું કરી દેજો. હાલમાં સરોશ યશ્તની સાથે મહાબોખ્તાર નિઆએશ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22 ને 23 છે.
With Jupiter ruling you for the first three days, try not to anger family members at home. From the 23rd, Rahu’s rule for the next 42 days, Rahu could spoil all your relationships. Over the next three days, ensure to stock your home with necessary items. You could feel mentally blank. Today onwards avoid making any new plans. If you need to make promises, ensure that you are able to let them know you will be able to deliver these only after 6th September. Pray Mahabokhtar Nyaish along with Sarosh Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 23.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા 24મી ઓગસ્ટ સુધી ચાલશે તેથી હાલમાં ધનની છૂટછાટ સારી રહેશે. માથા ઉપરનો બોજો થોડોઘણો ઓછો કરવામાં સફળ થશો. તમારે કોઈને પૈસા પાછા આપવાના હોય તો થોડીઘણી બચત કરીને થોડી ઘણી ઉધારી પાછા આપવાથી ઘણી રાહત મેળવી લેશો. ઘરવાળાઓના સાથ સહકાર સારો મળવાથી ધનની બચત કરવામાં સફળ થશો. ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબજ વધી જશે. દરરોજ સરોશ યશ્ત ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25 ને 26 છે.
Jupiter’s rule till 24th August will bring in financial freedom. You will be successful in lessening your mental burdens. If you need to repay anyone, ensure to save up and pay them to lessen your debts to get financial relief. The support of family members will help in saving money. Spousal affections will increase. Pray Sarosh Yasht daily.
Lucky Dates: 23, 24, 25, 26.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લા 6 દિવસજ શનીની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી હાલતા ચાલતા પડી ના જાય તેની ખાસ સંભાળ લેજો. સીધા ચાલતા હશો તો બી કોઈક પાછળથી ધક્કો મારીને ચાલ્યા જશે. 26મીથી ગુરૂની દિનદશા ધીરે ધીરે રાહતનું કામ શરૂ કરી દેશે. મગજ ઉપરનો બોજો ઓછો થઈ જશે તે વાત ધ્યાનમાં રાખજો. મનને શાંત રાખવા માટે હાલમાં દરરોજ મોટી હપ્તન યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 24 ને 26 છે.
With the last six days under Saturn, ensure to take care and avoid accidents. Even if you’re walking on your path, you could get tippled over from behind by another. From the 26th, the ascending rule of Jupiter will gradually work on your relief. Try to ensure to lessen mental tensions. To pacify the mind, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 13, 14, 17, 18.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજથી 36 દિવસની માટે શનીની દિનદશા શરૂ થયેલી છે તેથી શની તમોને થોડા ઘણા આળસુ બનાવી દેેશે. તમારા રોજબરોજના કામોબી તમે સરખી રીતે પુરા નહી કરી શકશો. ધન તો પાણી જેમ ખર્ચ કરવા છતા મનને સંતોષ નહી મળે. શનીને કારણે જ્યા ધન ખર્ચ કરવાની જરૂરત હશે ત્યારે તમારી પાસે જોઈતુ ધન નહી હોય અને ખોટી જગ્યાએ ધન ખર્ચ ડબલ કરાવી નાખશે. ઘરવાળા તમારી સ્થિતીને સમજી નહી શકે. આજથી મોટી હપ્તન યશ્ત ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 20, 23, 24 ને 25 છે.
Starting today, over the next 36 days, Saturn’s rule could make you lethargic. You might not be able to accomplish even your everyday tasks. Despite spending a lot of money in indulgences, you will not find peace. Saturn’s rule could make you end up spending double the money in the wrong places, with the consequence of not having money to spend for genuine causes. Family members will not be able to understand your situation. Pray the Moti Haptan Yasht daily form today.
Lucky Dates: 20, 23, 24, 25.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે જેબી કામ કરશો તેમાં બુધી વાપરીને કામ કરવામાં સફળ થશો. ધનને કેમ બચાવવું તેજ તમારા મગજમાં વાત ચાલતી રહેશે. નાનું રોકાણ કરવાનું ભુલતા નહી. મિત્રો તરફથી લાભ મલતા રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહી. રોજના કામની અંદરથી થોડાક નાણા વધુ મેળવવાના ચાન્સ છે. બીજાઓને સમજાવી પટાવીને તમારા કામ પુરા કરી શકશો. દરરોજ મહેર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 24 ને 26 છે.
Under Mercury’s rule, you will find success in all works where you employ your intelligence. You will constantly ponder on how to save money. Don’t forget to make even small savings. Your friends will prove beneficial. Ensure to take up small travel opportunities. You could earn money from your daily work. Try to convince others and ensure to complete your work. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 23, 24, 26.
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024