તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ સરેાવર થયલું છે તે જગ્યા તરફ મારા બાપના રાજની રાજધાણી હતી. જેમ જેમ મારી વાર્તા કહેતો જઈશ તેમ તેમ તમને સમજ પડશે કે એ ફેરફારો કેમ થયા છે.
મારો બાપ સિતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો. તેના ગુજરવાબાદ મેં નેકા કીધા. જેણીને મેં મારા રાજ્યની ભાગ્યણ કીધી તે મારી સગી હતી. તેણીના પ્યારની સાબેતી મેં જે તેની તરફથી મેળવી હતી તે ઉપર સંતોષ રાખવાને મારી પાસે પુરતા કારણો હતાં. મારો પ્યાર પણ તેની ઉપર કાંઈ ઓછો નહી હતો. અમારા એક બીજા સાથે લગ્ન થયા પછી પાંચ વર્ષ સુધી અમો એક બીજા સાથે સુખચેનથી રહ્યા હતાં. પણ તે મુદ્દતની આખરીએ મને માલમ પડ્યું કે મારી રાણી અને સગી આગળની પેઠે મને ચાહતી ન હતી.
એક દિવસે ભોજન કીધા પછી જ્યારે તે સ્નાન કરવા ગઈ ત્યારે મને આરામગાહમાં જવાનો શોખ થયો તેથી એક કોચ ઉપર હું સુતો. તે વેળા મારી રાણીની બે બાંદીઓ ઓરડામાં હતી તેથી એક મારા પગ આગળ અને બીજી મારા માથા આગળ આવી બેઠી અને પંખાથી પવન નાખવા લાગી કે મારી ઉપરથી માખોને ઉરાડી મેલે તે સાથે ઠંડા પવનની લેહેકી આવે તો મારી ઉંઘમાં ખલેલ પહોંચે નહી.
એ બાંદીઓએ મને ઉંઘમાં પડેલો જાણી એક બીજા સાથે ધીમેથી વાતો કરવા માંડી. પણ મેં મારી આંખો મિચેલી રાખી અને તેમની વાતચીત ધ્યાન દઈ સઘળી સાંભળી.
એક બાંદીએ બીજીને કહ્યું કે “આપણો પાદશાહ જે આટલો યારબાજ પુરૂષ છે તેને રાણી ચાહતી નથી એ શું અફસોસ કરવા જોગ નથી?” બીજી બાંદી બોલી “અલબતાં એમજ છે અને મને સમજ પડતી નથી કે તેને એકલો મેલી દરરોજ રાતને સમે તે શા સારૂં બહાર જતી રહેછે? શું તે શાહને માલમ પડતું નથી? પેહેલી બાંદી બોલી કે “તેને તે કેમ ખબર પડે? કારણ કે દર રાત્રે બહાર જતી વેળા તે રાણી રાજાને કાંઈ વનસ્પતિનો રસ દોહીને પાય છે કે જેની કેફથી તે એટલોતો ચકચૂર થાયછ કે આખ્ખી રાત એક મડદાની પેઠે સુઈ રહેછે.
(ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024