મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
23મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમને નાના કામમાં પણ આળસ આવશે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. જયાંથી પૈસા મળવાના હશે તે વાયદો આપી ફરી જશે. કોઈની વાત પર વિશ્ર્વાસ મુકતા નહીં. ખર્ચ ડબલ થઈ જશે. ઘરવાળા તમારો સાથ નહીં આપે. ઉતાવળે કોઈ કામ કરતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.
Saturn’s rule till the 23rd of October, bringing in a sense of lethargy even in doing small works. Finances could trouble you. Debtors who have promised the return of your money will not follow through. Avoid blindly trusting people. Expenses could double. Family members might not be supportive. Do not do any work in haste. Pray daily the Moti Haptan Yasht.
Lucky Dates: 22, 23, 26, 27
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
બુધની દિનદશા ચાલુ હોવાથી મિત્રોનો વધારો થશે. સોસાયટીમાં માન-ઈજ્જત મળશે. કોઈને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. 21મી ઓકટોબર સુધી કામકાજ માટે ભાગદોડ કરવી પડશે. ચાલુ કામમાં વધારે ધ્યાન આપવાથી ધનલાભ થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.
Mercury’s ongoing rule increases friends. You will get fame and respect socially. You will win over the one that you have given sincere advice to. Financially you will be stable. Ensure to make investments. Upto 21st October you might need to run around to get things done. By focusing extra on your ongoing work, you will gain more. Pray daily the Meher Nyaish.
Lucky Dates: 21, 24, 25, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ત્રણ દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈ સાથે બોલાચાલીમાં પડતા નહીં. 24મીથી બુધની દિનદશા 20મી નવેમ્બર સુધી તમારા બગડેલા કામ સુધારી આપશે. તમારી નાની ભૂલ આખા અઠવાડિયાને ખરાબ કરશે. એકિસડન્ટ થવાના ચાન્સ છે. આજથી ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ પણ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 27 છે.
Mars’ rule over the next three days suggests that you avoid getting into arguments with anyone. From the 24th, Mercury’s rule till 20th November, helps work out any stalled projects. A small mistake could spoil your entire week. Be cautious of any untoward incidents. From today also pray the Meher Nyaish along with the Tir Yasht.
Lucky Dates: 22, 23, 25, 27
CANCER | કર્ક: ડ.હ.
26મી સપ્ટેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી છેલ્લા 6 દિવસમાં ઘરવાળાની ડીમાન્ડ પૂરી કરી લેજો. ઘરવાળાને આનંદમાં રાખવામાં સફળ થશો. 26મી થી 28 દિવસ માટે મંગળની દિનદશા તમને જીદ્દી બનાવી દેશે. ખોટા ડીસીઝન લઈ પરેશાન થઈ જશો. અગત્યની વ્યક્તિ 26મી પહેલા મળી જશે તો કામમાં સફળતા મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.
The Moon’s rule upto the 26th September suggests that you fulfill your family’s wishes over the next 6 days. You will succeed in keeping you family happy. From the 26th onwards, for the next 28 days, Mars rule could make you obstinate, prompting you to make wrong decisions and causing great worry. If you meet important people before the 26th, you will be successful in your work. Pray the 34th Name – Ya Beshtarna, 101 times.
Lucky Dates: 21, 23, 24, 25
LEO | સિંહ: મ.ટ.
26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા માથાનો બોજો ઓછો કરી શકશો. જે ડીસીઝન લેશો તેને ચેન્જ કરવાની ભૂલ કરતા નહીં. ગામ-પરગામ જવાનો યોગ મળતા રહેશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધતો જશે. એકબીજાની વાત ઈશારાથી સમજી લેશો. નાના એવો ધન લાભ મળશે. સારા સમાચાર જાણવા મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.
Moon’s rule till 26th September helps lessen your tensions. Do not make the mistake of changing your decisions. Travel in on the cards. Affection between spouses will flourish; understanding each other with gestures. Financial gains indicated. You will receive good news. Pray the 34th Name – Ya Beshtarna, 101 times.
Lucky Dates: 22, 23, 26, 27
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
6ઠ્ઠી ઓકટોબર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી માથાના દુખાવાથી પરેશાન રહેશો. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ થશે. સરકારી કે કોર્ટ-કચેરીના કામો કરતા નહીં. નાણાકીય લેતીદેતી કરતા નહીં. અગત્યની ચીજ વસ્તુ સંભાળજો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.
Sun’s rule till 6th October could cause headaches. A favourite person could get annoyed over a petty issue. You will cause yourself harm if you try to help others. Avoid any government/legal work. Avoid financial lending and borrowing transactions. Be careful of important documents. Pray the 96th Name – Ya Rayomand, 101 times.
Lucky Dates: 21, 22, 24, 25
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારી જવાબદારી સારી રીતે પૂરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જેટલું ધન વાપરશો તેટલું મેળવી લેશો. તમારા અટકેલા કામ મિત્રની મદદથી પૂરા કરી શકશો. ઘરમાં નવી વસ્તુ વસાવી શકશો. અપોજીટ સેકસનું દિલ જીતી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
Venus’ ongoing rule helps you carry out your responsibilities. Financial stability indicated. You will earn back all that you spend. Friends will help you complete your stalled projects. You will make new purchases for the house. You will win over the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 25, 26, 27
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધી જશે. જ્યાં જશો ત્યાં માન મળશે. પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. જરૂરતમંદને મદદ અવશ્ય કરજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.
Venus’ rule causes an increase in your inclinations towards fun and entertainment. You will receive respect wherever you go. Your loved one will bring you good news. You could make new friends. Ensure to help those in need. Financial stability indicated. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 24, 25
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે ચારે બાજુથી પરેશાન થશો. સીધા કામમાં પણ પરેશાની આવશે. તમારા દુશ્મન તમને પરેશાન કરી મૂકશે. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથ આપનાર કોઈ નહીં હોય. ખર્ચ કર્યા પછી પણ શાંતિ નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.
Rahu’s rule till 6th October could bring you worries from all corners. Even simple tasks will pose challenges. Your detractors could harass you. You will not get support from colleagues. You will not find peace even after spending money. Pray the Mahabokhtar Nyaish daily.
Lucky Dates: 22, 23, 26, 27
CAPRICORN | મકર: ખ.જ.
3 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ચેરીટી અને ફેમિલીના કામ પહેલા પૂરા કરી લેજો. 24મીથી ચાલુ થતી રાહુની દિનદશા 42 દિવસ માટે તમારી હાલત ખરાબ કરી નાખશે. ખૂબ નેગેટીવ વિચાર આવશે. નહીં કરવાના કામ કરવા પડશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.
Three days left under Jupiter’s influence suggest that you complete works related to charity and family. Rahu’s rule from the 24th, for the next 42 days, could prove difficult. You could get negative thoughts. You might have to do things you don’t wish to. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 21, 23, 24, 25
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. બીજાના સલાહકાર બની જશો. તેમાંથી ફાયદો થશે. ફસાયેલા નાણાને પાછા મેળવવા થોડી ભાગદોડ કરવી પડશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.
Jupiter’s rule till 25th October will bring in financial gains. You will play advisor to others, and that will also benefit you. To retrieve your stuck money, you might need to put in extra effort. Daily, ensure to pray the Meher Nyaish.
Lucky Dates: 22, 23, 26, 27
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લા 6 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈની સાથે ખોટી માથાકુટમાં પડતા નહીં. નાણાકીય મુશ્કેલી 26મી પછી ઓછી થતી જશે. ઉતરતી શનિની દિનદશા નાનુ એકિસડન્ટ કે માથાનો દુખાવો આપશે. કોઈપણ કામ શાંતિથી કરજો. નહીં તો મોટી મુસીબતમાં મુકાશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.
With the last 6 days under Saturn’s rule, you are suggested to avoid arguing with anyone. Financial challenges will ease off post the 26th of September. The descending rule of the Sun could cause a minor accident or headache. Do your work calmly, else you could land in trouble. Pray daily the Moti Haptan Yasht.
Lucky Dates: 21, 24, 25, 26
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025