તા. 8મી ઓકટોબર, 2019ના દિને સુરત, મુંબઇ, નવી મુંબઇ અને થાણેના પાંચસોથી વધુ યુવા અને વૃદ્ધ જરથોસ્તીઓ ઉરણની ઉમરીગર અગિયારીની 115મી સાલગ્રેહની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. હાવનગેહમાં સવારે 7.20 કલાકે એરવદ વિરાફ પાવરીએ બોય દીધી. સાલગ્રેહના જશનની ક્રિયા સવારે 10.00 કલાકે એરવદ હોશેદાર અને એરવદ અદી ઝરોલીવાલા ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થનાના અવાજો અને ચંદનના લાકડાની સુંગધથી વાતાવરણ પ્રફુલ્લિત થવા પામ્યું હતું. અગિયારીના કેરટેકર કેરસી સુઈ અને તેમના કુટુંબ દ્વારા ખાતરી કરવામાં આવી કે સાલગ્રેહ જશનની ચાસનીના રૂપમાં ફળો અને મલીદો લોકોને પ્રાપ્ત થાય. સવારે અગિયારીના મેદાનમાં લોકોએ નાસ્તો કર્યો તથા મર્ઝબાન વાડિયા દ્વારા કેરસી સુઈનો આભાર માનવામાં આવ્યો. પારસી ગીતોએ લોકોનું મનોરંજન કર્યું અને બપોરનું ભોજન માણ્યું, જેના કેટરર હતા કેટાયુન બોમી ખંબાતા.
કેરસી સુઈએ પારસી ટાઈમ્સનો આભાર માન્યો કારણકે કેટલા જરથોસ્તીઓને ઉરણની ઉમરીગર અગિયારીના અસ્તિત્વ વિશે ખબર નહોતી તથા દર વર્ષે તેની માળખાગત આવશ્યકતાઓમાં ઉમેરો કરે છે, આવા નવા બાંધકામો અને નિયમિત વાર્ષિક જાળવણી માટે, તેમણે જરથોસ્તીઓને આગળ આવવા અને ઉમદા હેતુ માટે દાન આપવા નમ્રતાપૂર્વક અપીલ કરી છે.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024