મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમારા સંબંધો વધુ બગડી જશે. તમારી સાચી સલાહ બીજાને ખોટી લાગશે. ભાગીદારીમાં નુકસાન થવાના ચાન્સ છે. નોકરી કરતા હશો ત્યાં નાની ભૂલ મોટી ભૂલ બનાવી દેશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. નાણા ઉધાર લેવાનો સમય આવશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.
Saturn’s rule till 27th October could cause issues in your relationships. Your honest advice could be perceived as wrongful to others. Patnerships could incur losses. A small mistake at your place of work could be blown out of proportion. You could experience financial constraints. You could even end up having to resort to loans. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 14, 15, 16.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
બુધ જેવા વેપારી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી પૈસા બચાવી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ખોટા ખર્ચ નહીં કરો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જે કામમાં ફાયદો થતો હશે તે કામ પહેલા કરજો. જૂના ફસાયેલા નાણા પાછા મેળવી શકશા. તમે આપેલા પ્રોમીસ સમય પર પૂરા કરી શકશો. રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.
Under Mercury’s ongoing rule, you will be able to save and invest money. Try to avoid making unnecessary expenses. Financial stability indicated. Give priority to those tasks that bring you profits. You will be able to retrieve finances that were earlier stuck. You will be able to hour your promises in a timely manner. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 13, 14, 17, 18.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
બુધની દિનદશા 20મી નવેમ્બર સુધી ચાલશે. તમારા કામમાં સફળતા મળશે. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. કોઈ મિત્રને મદદ કરી તેની દુઆ મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.
Mercury’s rule till 20th November brings you success at your workplace. You could get a promotion. You will gain the blessings of a friend in need with your helpfulness. Financial stability indicated. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 13, 15, 16.
CANCER | કર્ક: ડ.હ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ નહીં મળે. તમારા સાચા બોેલવાથી સામે વાળાને ખરાબ લાગી આવશે. અંગત વ્યક્તિને સાચી સલાહ આપશો તો તેને નહીં ગમે. કોઈ વ્યક્તિ ખોટી વાત કરી તમને ગુસ્સો અપાવશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. મંગળને શાંત રાખવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.
Mars’ ongoing rule will take away from your mental peace. The truths uttered by you could hurt others. A close person will dislike the honest advice you share. You could get enraged by false information given to you. You could feel financial constraints. To pacify Mars, pray the Tir Yasht.
Lucky Dates: 14, 15, 17, 18 .
LEO | સિંહ: મ.ટ.
26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારો વીલપાવર વધી જશે. જે કામ કરશો તેમાં સફળતા મળશે. જોઈતા પૈસા સમયસર મળી જશે. રોકાયેલા નાણા મેળવી શકશો. ચાલુ કામમાં ફાયદો થશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘યા બેસ્તરના’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
The Moon’s rule 26th October will enhance your will power. You will taste success in all you do. You will receive money you need at the right time. You will be able to retrieve your bad debts. You will stand to profit from your ongoing work. Ensure to make investments. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 14, 15, 16, 17.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને લાંબો સમય ચંદ્રની દિનદશા ચાલવાની છે. ફેમિલી સાથે હોલીડે પ્લાન બનાવી શકશો. તમારા કામમાં ફેરફાર કરી સફળતા મેળવશો. ધણી ધણીમાં સારા સારી રહેશે. જે પણ ડીસીઝન લેશો તે સમજી વિચારીને લેજો. બીજાને ખોટું લાગે તેવું કામ નહીં કરો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 17, 18 છે.
The Moon’s rule for an extended period suggests that you could make holiday plans with your family. You will gain success by bringing in changes in your work. Couples will prosper. Ensure to take all decision after putting in proper thought. Avoid doing things that could hurt another. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 12, 13, 17, 18.
LIBRA | તુલા: ર.ત.
છેલ્લા પાંચ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઓપોઝીટ સેકસ સાથે સમજી વિચારીને કામ પૂરા કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશા તમને નાનો ફાયદો આપશે. 16મીથી શરૂ થતી સુર્યની દિનદશા 20 દિવસ માટે ખોટી રીતે તમને ઉશ્કેરાટમાં લાવશે. મિત્રો તમને ફસાવી દેશે. સરકારી કામમાં ધ્યાન આપજો. ‘બહેરામ યઝદ’ સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
With the last five days remaining under Venus’ rule, you are advised to complete any pending issues with the opposite gender. The descending rule of Venus will leave behind a small profit. From the 16th, the rule of the Sun, over the next twenty days, could wrongly cause you to get angry. Friends could harm you. Be alert in your government related work. Along with praying to Behram yazad, also recite the 96th name, ‘Ya Rayomand’, 101 times.
Lucky Dates: 13, 14, 15, 16.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચમકતા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે દારશો તેના કરતા ખર્ચ ખુબ વધી જશે. ખર્ચ વધવા છતાં કોઈ પાસે પૈસા માંગવા નહીં પડે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નાની મુસાફરી કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નારાજ મિત્રને મનાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 12, 14, 17, 19 છે.
Venus’ ongoing rule will expand your spending habits more than expected. Despite the added expenditure, you will not need monetary help from others. Financially, you will do well. Short travel is indicated. Ensure to make investments. You will be able to placate angry friends. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 14, 17, 19.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી ડિસેમ્બર સુધી તમારા કામમાં સુધારો થતો જશે. આ અઠવાડિયામાં તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. રોજના કામ સમય પર પૂરા કરશો. ધન ખર્ચ વધશે પણ નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. પતિ-પત્નિમાં સારો મનમેળાપ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
Under Venus’ ongoing rule, there will be great progress in your worklife, till the 16th of December. You will be able to restart stalled projects this week. You will be able to complete your daily chores in time. Though there could be an increase in expenses, you will do well, financially. Relationship between spouses will prosper. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 14, 15, 16.
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈ પણ કામમાં સફળતા નહીં મળે. સમજ્યા વગર કોઈ કામ કરવાથી નુકસાનીમાં આવશો. મુસાફરી કરશો નહીં. નાણાકીય બાબતમાં મુશ્ેકલીઓ આવશે. કોઈપણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કરતા નહીં. બીજાની વાત સાંભળજો પણ કરજો પોતાના મનનું. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 18 છે.
Rahu’s rule could cause impediments in your success. Ensure to have a good understanding of what you do to avoid taking the fall. Avoid traveling. Financially, things could get difficult. Avoid making any investments. Listen to others but do as your gut dictates. Pray the Mahabokhtar Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 18.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ધર્મ કે ચેરીટીના કામથશે. બીજાના મદદગાર થઈ શકશો. ઘરવાળાને આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. આવકમાં વધારો થશે. બાળકો તરફથી સારા સમાચાર મળશે. મનગમતી વ્યક્તિને મનની વાત કહી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 15, 16, 17 છે.
Jupiter’s ongoing rule will nudge you towards religious and charitable works. You will be helpful to others. You will be able to fulfil promises made to the family. Income will increase. You will get good news from children. You will be able to speak your mind with a favourite person.Pray the Sarosh yasht daily.
Lucky Dates: 12, 15, 16, 17 .
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને મહેનતનું ફળ મળશે. નવા કામમાં સફળતા મળો. બીજાઓ તમારા કામની કદર કરશે. બીજાના સલાહકાર બની શકશો. ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 18 છે.
Under Jupiter’s rule, you will receive the fruits of your labour. You will be successful in new ventures. Others will appreciate your efforts. You will be an advisor to others. You will be able to put your money to good use. Ensure to make investments. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 13, 14, 18.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024