ટીએસએમસી પારસી દોખમાના અતિક્રમણની તપાસ કરે છે

ચેરમેન મોહમ્મદ કમરૂદ્દીનની આગેવાની હેઠળ તેલંગણા રાજ્ય લઘુમતી આયોગ (ટીએસએમસી) ના અધિકારીઓ તા. 4 ઓકટોબર, 2019ના રોજ નિઝામાબાદ જિલ્લાના કાંટેશ્ર્વર ગામમાં આવેલા જરથોસ્તી દોખમાની મુલાકાત લીધી હતી. ઓમિમ માણેકશા દેબારા, ટ્રસ્ટી, પારસી જરથોસ્તી અંજુમન સહિતના કમિશનના સભ્યો, પોલીસ અધિકારીઓ અને સમાજના ઘણાં સભ્યો સાથે સ્થળની મુલાકાત લીધી હતી.
સમિતિએ શોધી કાઢયું હતું કે પારસી દખ્માની 11 ગુન્ટા જમીન છોડી બીજી 1.28 એકર જમીનનો કબજો અનધિકૃત લોકો દ્વારા લેવામાં આવ્યો છે. ટી.એસ.એમ.સી. અધ્યક્ષે કાંટેશ્ર્વરના નાયબ તહસિલદારને સૂચના આપી હતી કે, પારસી જમીન પર ગેરકાયદેસર કબજો કરી અધિકાર મેળવ્યો છે તે અંગેની તપાસ હાથ ધરીને અહેવાલ રજૂ કરવા. નાયબ તહસીલદારે એક સપ્તાહની અંદર રજૂઆત કરવાની ખાતરી
આપી છે.

Leave a Reply

*