ઉદવાડામાં 10મી ડિસેમ્બર, 2019 ના રોજ લૂંટફાટ અને ઘરફોડ ચોરીના પ્રયાસની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને, ઉદવાડાના જીમખાના રોડ પર સ્થિત સી વ્યૂ કાપડિયા બંગલા ખાતે હજી એક અન્ય નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બંગલો, જે મેહેરનોશ કાપડિયાનો છે, હાલમાં ટાટા ગ્રુપના કર્મચારીઓ માટે હોલીડે હોમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હોલિડે હોમ હોવાને કારણે ચોરના હાથમાં કંઈ આવ્યું નહી. કારણ કે ત્યાં કોઈ સંપત્તિ કે ચીજવસ્તુઓ નહોતી. બંગલાના કેરટેકર પંકજ હલપતી બગીચાની લાઇટ્સ બંધ કરવા ગયા અને ત્યાં તેમણે તૂટેલું લોક અને દરવાજો બંધ જોયો.
સોશ્યલ એક્ટિવિસ્ટસ અને અમારા મીડિયા રિપોર્ટર, શાહિન મેહરશાહી અને રોહિન્ટન ઇરાની, સ્થળ પર હાજર હતા અને પારડી પોલીસ સાથેની કાર્યવાહીમાં મદદ કરી હતી, કેરટેકર અને પડોશી સાથે તેમની પૂછપરછમાં પણ મદદ કરી હતી. પારડી પોલીસ પીએસઆઈ શક્તિ સિંહ ઝાલા તાત્કાલિક તેમની ટીમ અને ફોરેનિસક નિષ્ણાતો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી.
સામાજિક કાર્યકરો, મેહરશાહી અને ઇરાનીએ ‘પોલીસ મિત્રો’ નામની એક વિશેષ ઝુંબેશ સૂચવી છે – પારડી પોલીસના સમર્થનથી, ગામના
પેટ્રોલીંગ સાથે સંબંધિત નાગરિકો તરીકે ગામના રહેવાસીઓના જૂથની રચના કરી જેને તેઓએ ‘એસએએસયુ’ અથવા ‘સલામત અને સુરક્ષિત ઉદવાડા’ નામ આપ્યું આ જૂથ જેમાં 40થી વધુ સક્રિય સ્થાનિક સભ્યો (અને વધતા જતા)નો સમાવેશ થાય છે, જે કોઈપણ સમયે સાવધ અને સહાયતા કરવા તૈયાર હોય છે. એસએએસયુ ફક્ત ઉદવાડાના સ્થાનિક રહેવાસીઆ માટેનું જ જૂથ છે. ‘આપણે જાગૃત અને સુરક્ષિત રહીને પોતાને અને પોલીસની મદદ કરીને શરૂઆત કરવી જોઈએ. અહીં હેપી એન્ડ ક્રાઈમ મુક્ત નવું વર્ષ 2020ની રાહ જોઈ રહ્યું છે!’ મેહેરશાહી સમાપન કરે છે.
ઉદવાડામાં ચોરીઓ ચાલુજ…
Latest posts by PT Reporter (see all)