પૈસાનો મંત્ર

પૈસાથી દુનિયા ચકરાઈ જાય છે. આજે, આપણે સહુથી મોટો પડકાર આપણી જરૂરિયાતો નક્કી કરતા વધારે કમાવવાનો છે. મોટાભાગના પગારદાર લોકો ફોન પર તે અદભુત પિંગની રાહ જોતા હોય છે જે તેમને કહે છે કે તેમનો પગાર તેમના ખાતામાં જમા થઈ ગયો છે. જીવન ખર્ચ લગભગ ક્યારેય પગારની વૃદ્ધિ સાથે મેળ ખાતો નથી. વ્યવસાયો સતત નવા ગ્રાહકોની શોધમાં હોય છે જે તેમનું ઉત્પાદન ખરીદવા તૈયાર હોય છે. આપણામાંના મોટાભાગના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે ખરેખર વિશ્ર્વ આર્થિક તાણમાં છે.
નોકરીઓ સરળતાથી મળી શકતી નથી; આપણને જે ઓફર કરવામાં આવે છે તે આપણે લેવાનું છે. દ્રશ્ય ખરેખર ભયાનક છે. અલબત્ત, આપણે સતત નવું કંઈ શોધવુ પડે છે જેના દ્વારા આપણે કેટલાક વધારાના પૈસા કમાઇ શકીએ. આપણે આપણા નાણાકીય બાબતોને સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ અને આપણા ખર્ચની યોજના કરવી જોઈએ.
અહીં, હું પૈસા કમાવનાર ગુરૂ, વોરેન બફેટની કેટલીક સલાહ શેર કરવા માંગું છું, ‘તમારા પૈસા બમણા કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે કે તેને એક વાર ગણો અને ઘડી કરી ફરીથી તમારા ખિસ્સામાં મૂકી દો.’
આપણી વધુ પડતી જરૂરિયાતોને લીધે આપણે ખોટા વચનો અને બનાવટી ‘વેબ’માં સતત ખેંચાઈએ છીએ. આપણે મનુષ્ય તરીકેનું અસ્તિત્વ લગભગ ખોઈ રહ્યા છે. – આપણે બધા ફક્ત ગ્રાહક છીએ. આપણે ઇલેક્ટ્રોનિક્સ, નવીનતમ વલણો, પગરખાં, બેગ, કપડાનો વધુ પડતો ખોટી રીતે ઉપયોગ કરીએ છીએ. આપણા કબાટોમાં જગ્યા નહીં હોવા છતાં આપણે વધુ ખરીદારી કરી આપણા ઘરોને ખોટી રીતે ભરી રહ્યા છીએ.
ઉપભોક્તા અને ક્લટરબગ્સ – તે આપણા વ્યક્તિત્વમાં નવી છાયા છે!
હંમેશની જેમ, અહીં પણ, આપણો એક મંત્ર છે જે આપણને મદદ કરી શકે. આ ટૂંકી, એક-લાઇન પ્રાર્થના એ આપણી રોજિંદા પ્રાર્થનાનો વિકલ્પ નથી. આનો મહત્તમ લાભ મેળવવા માટે આપણી કસ્તી અને સરોષ બાજ સાથે મળીને પાઠ કરવાના છે. મહેરબાની કરીને નોંધ કરો કે નાણાકીય સફળતા પ્રાપ્ત કરવામાં સખત મહેનત અને સમર્પણનો કોઈ વિકલ્પ નથી, પરંતુ જ્યારે તમે તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરો છો અને તેમાં વધારો કરવા ઈશ્ર્વરી સહાયની જરૂર હોય, તો આર્થિક પડકારોના તબક્કા દરમિયાન તમને સહાય કરવાનો આ મંત્ર છે. તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો અને બાકીનું અહુરા મઝદાને કરવા દો.
‘યા વંઘહુ દઉ,
વંઘુહીમ પરેન્દીમ યઝમઈદે!’
“Ya Vanghahu Dau, Vanghuhim Parendim Yazamaide!”

About  ડેઝી પી. નવદાર

Leave a Reply

*