મા-માતૃભૂમિ અને માતૃભાષાને કદી ભુલશો નહીં મારી વહાલી પારસી ઈરાની જરથોસ્તી કોમના યુવાનોને મારો મેસેજ

આશા છે જે મારો આ મેસેજ તમને છેક બીનજરૂરી ને નકામો ન જ નીવડે. તમારે માટે મને અત્યંત માન અને લાગણી છે માટે જ આ પત્ર દ્વારા તમને એક વાત કહેવા માંગુ છું.
તમે, એક સંસ્કારી માબાપના સજજન પુત્ર છો વિવેકી ને સભ્ય છો પરંતુ હજી તમે યૌવનને ઉબરે પગલાં માંડી રહ્યા છો. આ ઉમર જ એવી છે કે માનવ સ્વપ્નાની દુનિયામાં જ ખોવાય જાય અને એમ જ થાય કે, હું જે પણ કાંઈ કરૂ છું તે બધું ઠીક જ છે. અત્યારે તો તમને ભવિષ્યની ચિંતા કે ખ્યાલ ન જ આવે. પરંતુ યૌવન જુવાની એ તો જીંદગીની વસંત છે, એ યૌવનને વેડફી નાખશો નહીં. સમય, વખત નીરંતર ગતિ ગબડાવતો જાય છે ઉત્તમ રીતે ઉપયોગ કરી જાય તે ઉત્તમ રીતે જીવી જાય.
મારૂ તમને એટલું જ કહેવું છે કે તમે તમારો કીંમતી સમય બરબાદ ન કરો.
જીંદગીનો માર્ગ ઢેફા ઢળીયાવાલો અને ખાડા ટેકરાવાલો છે. જો જીંદગી બીલકુલ સરળ અને શાંતપણે વહી જાય કંઈક મુસીબત કે મુંઝવણ સુખ દુ:ખના વંટોળ્યા અને તોફાનોમાંથી પસાર જ ન થાય તો ખરેખર જીવન લુખુસુકુ અને નીરસ લાગે. જીંદગીમાં આવતા તોફાનો સામે તો બહાદુરીથી ને અડગતાથી સામનો કરવો એનું જ નામ ખરો યુવાન ખરો પુરૂષાર્થ.
તમે શીખી ભણીને ધંધામાં ઝંપલાવો ધંધામાં આવતી મુસીબતો મુંઝવણો
હીંમતથી નીડરતાથી નેકી નીતીથી સામનો કરો. તેને મારી હટાવવા મહેનત કરો અને બંદગી કરતા રહો. તકલીફ, અડચણથી દૂર ભાગી જશો નહીં. તો જ તમે જીંદગીના માર્ગમાં સફળતા ફત્તેહ મેળવશો.
આ દુનિયા એક મોટો મહાસાગર છે. જીંદગી તેમાં તરતી એક નાવ છે. આ તમારી જીવન નૈયાને ખરે માર્ગે લઈ જવી કે ખોટે માર્ગે લઈ જવી એ તમારા જ હાથમાં છે.
માટે હૈ મારા પ્રિય બંધુ અત્યારથી જ તમે કંઈક કરવા મંડી જાવ ધીમે ધીમે તમારા ફેમીલી ધંધામાં યા કોઈ નવા ધંધામાં ઝંપલાવો મુસીબતોની સામે થઈ આગળ વધવા કોશિષ કરો, દાદાર અહુરમઝદ તમને જરૂર મદદ કરશે.
આશા પ્રભુમાં રાખ, સ્મરણ પ્રભુનું કર
સૌનો બેલી એ પિતા તમને જરૂર મદદ કરશે.
બીજું જ્યારે તમારા ધંધા નોકરીમાંથી વખત ફાજલ પાડી શકો, ત્યારે ત્યારે બે વાત ધ્યાન રાખજો. એક તો કસરત કરવી, કારણ એનાથી શરીર સારૂં અને તંદુરસ્ત રહેશે. અને શરીર તંદુરસ્ત હોય એટલે મન, મગજ પણ સારા રહેવાના જ અને તમારા ધંધામાં ઉજાતી થવાનીજ.
ઇંયફહવિું ઇજ્ઞમુ, ઙયફભયરીહ ખશક્ષમ ફક્ષમ
ઉંજ્ઞુરીહ ઇંયફિિ,ં ખફસય રજ્ઞિ ઇંફાાશક્ષયતત
બીજી વાત દાદાર અહુરમઝદની બંદગી કરતો રહેજે, અવસ્તાના પવિત્ર કલામો તારા મોંમાથી ભણતો રહેજે. એ પવિત્ર કલામોની અસરથી તારા શરીરની અંદરના અવયવોને એક ગેબી બળ મળશે. સ્નાન મળશે. અને અંદરના અવયવો ચોખ્ખા હશે તો તારા વિચારો, વાણી અને વર્તન સુંદર જ હશે જેનાથી તારૂં ચહેરાનું ખોરેહ ઝળકી ઉઠશે. આજુબાજુ વાતાવરણ ઉપર એની અસર થશે. તારા જીવનના દરેક કાર્યામાં સફળતા પ્રાપ્ત થશે. તો ઉપલી મારી શીખમાણ ઉપર ધ્યાન આપી આજથી જ તમે તમારૂં કાર્ય શરૂ કરી ધંધામાં ઝંપલાવો.
યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે
તમને થશે કે આ બધી શીખામણ આપવા કોણ તૈયાર થઈ ગયું? પણ મારા વહાલા પારસી ઈરાની જરથોસ્તી યુવાનો હું મર્ઝબાન એરચશા વાડીયા (ઉમરગામવાલા) તમારા પ્રત્યેની અને મારી કોમ પ્રત્યેની લાગણીને કારણે જ કુદરતે જ મને લખવાની બસારત કીધી.
આશા રાખું છું કે આ મારૂં લખાણ નીરર્થક અને નિષ્ફળ ન જ નીવડે. તમારા કુમળા દિલ-દિમાગ ઉપર જરૂર જ એની અસર થશેજ.
જ્યારે હું જાણીશ કે તમે જીંદગીમાં કંઈક કરવા તૈયાર થઈ ગયા છો ત્યારે તમારા માતાપિતાને જેટલો આનંદ થશે એટલો જ મને પણ થશે.

About - મર્ઝબાન એરચશા વાડીયા (ઉમરગામવાલા) દવિએર પારસી જ.અ.ફંડ

Leave a Reply

*