નાતાલ એ ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર છે, જેને મોટો દિવસ પણ કહેવામાં આવે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે, વિશ્ર્વભરના ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની પરંપરાઓ અને રિવાજ તરીકે વિવિધ સ્થળોએ આદર અને નિષ્ઠાથી ઉજવે છે. નાતાલના દિવસની ઉજવણી માટે ચર્ચોને લાઈટો અને કેન્ડલોથી શણગારવામાં આવે છે.
નાતાલનાં પ્રસંગે નાતાલનાં વૃક્ષનું વિશેષ મહત્વ છે. સદાબહાર ક્રિસમસ ટ્રી ડગલસ, બાલસમ અથવા ફરનું ઝાડ છે જેના પર ક્રિસમસના દિવસે ખૂબ ડેકોરેશન કરવામાં આવે છે. સંભવત આ પ્રથા પ્રાચીન સમયમાં ઇજિપ્તવાસીઓ, ચાઇનીઝ અથવા હિબર લોકો દ્વારા શરૂ કરવામાં આવી હતી.
યુરોપિયનોે આ સદાબહાર વૃક્ષોથી ઘરો શણગારતા હતા આ લોકો આ સદાબહાર ઝાડની માળાઓ અને લત્તાઓને જીવનના સાતત્યના પ્રતીક તરીકે માનતા હતા. તેમનું માનવું હતું કે ઘરોમાં આ છોડને સુશોભિત કરવાથી દુષ્ટ આત્માઓ દૂર રહે છે.
આધુનિક ક્રિસમસ ટ્રી સજાવવાની શરૂઆત પશ્ર્વિમ જર્મનીમાં થવા પામી હતી. મધ્યકાલના ગાળામાં લોકપ્રિય નાટકના સ્ટેજીંગ દરમિયાન, ઈડન ગાર્ડન દેખાડવા માટે ફરના ઝાડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને સુશોભિત કરવા સફરજન લટકાવવામાં આવ્યા હતા અને આ ઝાડને સ્વર્ગના વૃક્ષનું પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તે પછી, 24 ડિસેમ્બરથી જર્મનીના લોકોએ તેમના ઘરને ફરના ઝાડથી સજાવવાનું શરૂ કર્યું. તેના પર રંગીન અક્ષરો, કાગળ અને લાકડાના ત્રિકોણાકાર સુંવાળા ટુકડા સજાવવામાં આવ્યાં હતાં. વિક્ટોરિયા કાળમાં આ ઝાડને કાગળની પટ્ટીઓ, મીણબત્તીઓ, ચોકલેટો અને જાત જાની રીબનોથી સજાવવામાં આવતા હતા. ઇંગ્લેન્ડમાં, પ્રિન્સ આલ્બર્ટે 1841 એડીમાં વિડસર કેસલ ખાતે પ્રથમ કિસમસ ટ્રી લગાવ્યું હતું.
નાતાલની રાત્રે, સાન્તાક્લોઝ બાળકો માટે ભેટો લાવવાની માન્યતા છે. એવું માનવામાં આવે છે કે સાન્તાક્લોઝ રેન્ડિયર દ્વારા બનાવેલી ગાડીમાં બેસી કેટલાક બરફના પહાડો પરથી બાળકો માટે ભેટ લઈ આવે છે અને ઘરોની ચીમનીમાંથી પ્રવેશ કરી બાળકો માટે ભેટ મૂકી જાય છે.
સેન્ટ નિકોલસ દ્વારા ચોથી કે પાંચમી સદીમાં સાન્તાક્લોઝની પ્રથા શરૂ થઈ. તે એશિયા માઇનરના બિશપ હતા. તેે બાળકો અને ખલાસીઓને ભરપુર પ્રેમ કરતા હતા. તેમનો ઉદ્દેશ્ય એ હતો કે તમામ ગરીબ અને ધનિક લોકો ક્રિસમસ અને નવા વર્ષના દિવસે ખુશ રહે. તેમની સદભાવના અને દયાની કથાઓ લાંબા સમય સુધી કથા-વાર્તાના રૂપમાં ચાલતી આવી રહી છે.
એક દંતકથા અનુસાર, તેણે ત્રણ લશ્કરી અધિકારીઓને કોન્સ્ટેન્ટાઇન પ્રથમના સ્વપ્નમાં આવી ત્રણ અધિકારીઓનો મૃત્યુદંડની સજાથી બચાવ્યા હતા. સત્તરમી સદી સુધી આ દયાળુનું નામ સેન્ટ નિકોલસની જગ્યાએ સાન્તાકલોઝ બની જવા પામ્યું હતું. સેન્ટ નિકોલસની જગ્યાએ સાન્તાક્લોઝ બની ગયું. આ નવું નામ ડેનમાર્કના લોકોની દેન છે.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024