અમદાવાદ પારસી પંચાયત (એપીપી) દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ સર નવરોજી વકીલ હોલ, સેનેટોરિયમના લોનમાં વાર્ષિક એવોર્ડનો કાર્યક્રમ યોજાયો હતો. લગભગ ત્રીસ જેટલા અમદાવાદમાં રહેનાર જરથોસ્તીઓને શિક્ષણવિદો અને અન્ય ક્ષેત્રોમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે માન્યતા આપવામાં આવી હતી.
કમ્યુનિટી એવોર્ડ વોલેન્ટરી મોબેદ, સચિવ અને ટ્રસ્ટી તરીકે ત્રણ દાયકાથી પંચાયતની સેવા કરવા બદલ એરવદ નવરોઝ બી. કાંગા ને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિ આરીઝ પી. ખંબાતા જે ત્રણ ટર્મ માટે ટ્રસ્ટી અને એપીપીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેઓ ઘણા વર્ષોથી હોમગાર્ડ્સ સાથે કમાન્ડન્ટ તરીકે સંકળાયેલા હતા અને ઉચ્ચતમ કરદાતા હોવાના કારણે ગુજરાત સરકાર તરફથી તેમને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
સુનામાય અને ફિરોઝ દાવરની યાદમાં તેમની દીકરી આરમઈતી દાવર દ્વારા ગંભાર યોજવામાં આવ્યો હતો અને લગભગ બસો પચાસ જેટલા હમદીનોએ સાથે મળી છૈયે અમે જરથોસ્તી અને રાષ્ટ્રગીત ગાયુ હતું અને જમવાનો આનંદ માણ્યો હતો.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024