મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈ પણ બાબતની ચિંતા નહીં સતાવે. રોજના કામ વીજળીવેગે પૂરા કરી શકશો. મિત્રોથી ફાયદો થશે. ફેમિલી માટે કંઈ નવું કરી શકશો. જે પણ કામ કરશો તેમાં સફળતા મળો. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23, 27, 28 છે.
Venus’ ongoing rule keeps you away from all worries. You will complete your daily tasks at lightening speed. Friends will prove beneficial. You will be able to cater to your family in a new way. You will achieve success in all you do. Speak your mind to those you wish to share with. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 27, 28.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. અંગત વ્યક્તિ સાથે મતભેદ પડશે. આજુબાજુનું વાતાવરણ સારૂં નહીં રહે. બીજાનું સારૂં કરી તમારૂં ખરાબ થશે. નાણાકીય તંગી ખૂબ આવશે. તમારી કે ફેમિલી મેમ્બરની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 26, 27, 28 છે.
Rahu’s rule till 4th March could lead to squabbles with a close person. The environment around you will not be good. Helping out another will come at your own expense. Financial instability is predicted. Your health, or that of a family member’s, could go down. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 22, 26, 27, 28.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આજથી રાહુની દિનદશા શરૂ થતા 3જી એપ્રિલ સુધી તમારા સીધા કામ પણ સમય પર પૂરા નહીં થાય. ફેમિલીની જવાબદારી વધવાથી કોઈ પાસે ઉધાર પૈસા લેવાનો વખત આવશે. સારૂં કામ કરવા જતા તે કામ ઉલટુ થઈ જશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.
Starting today, Rahu’s rule, till 3rd April, will not allow you to complete even your easy chores on time. Added responsibilities towards the family could call for borrowing money from others. Your effort towards good work, will fall flat on its face. Rahu could affect your hunger and sleep. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 28.
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થશે. મિત્રને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. લગ્ન કરવા માગતા હશો તો મનપસંદ જીવનસાથી મળી જશે. નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ગુરૂની કૃપાથી ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 26, 27 છે.
Jupiter’s rule till 23rd March will lead to your good-doing for others. You will win over friends by giving them honest advice. Those who are looking to get married could find their ideal life-partners. You will be able to make new purchases. Jupiter will send anonymous help your way. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 24, 26, 27.
LEO | સિંહ: મ.ટ.
આજનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે વાહન ચલાવતા નહીં. કાલથી 58 દિવસ માટે ગુરૂની દિનદશા તમારા દુ:ખ દૂર કરવા મદદગાર થશે. કાલથી તબિયતમાં સુધારો આવશે. ગુરૂ તમારા નેગેટીવ વિચારને પોઝીટીવ બનાવો. સેલ્ફકોન્ફીડન્સ વધી જશે. નાણાકીય મુશ્કેલી દૂર થશે. આજે ‘મોટી હપ્તન યશ્ત’ તથા કાલથી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 25, 26, 28 છે.
With today as the last day under Saturn’s rule, avoid riding/driving your vehicle. Tomorrow onwards, Jupiter’s rule for the next 58 days, will help you wash away your strife. Health will improve from tomorrow. Jupiter’s rule will convert your negative thoughts to positive ones, boosting your self-confidence. Financial strains will ease out. Pray the Moti Haptan Yasht today, and from tomorrow pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 16, 19, 20.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિ તમને બેચેન બનાવી દેશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. તબિયત બગડવાથી મન અશાંત રહેશે. જોઈન્ટ પેઈન અથવા માથાના દુખાવાથી પરેશાન થશો. મનગમતી વ્યક્તિ નાની બાબતથી નારાજ થઈ જશે. ત્રણ કમાશો ત્યાં ત્રસનો ખર્ચ કરવો પડશે. ઘરમાં કોઈ વસ્તુ વસાવી નહીં શકો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 27, 28 છે.
Saturn’s rule upto 23rd March could make you feel restless. You could get irritated over petty matters. A fall in health could disturb your mind. You could be afflicted with joint pains or headaches. A favourite person will get annoyed over a small issue. You will end up spending a lot more than your earnings. You will not be able to make purchases for the house. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 24, 27, 28.
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધ ગ્રહની દિનદશા ચાલુ રહેશે. તમારા કામમાં સફળતા મળશે. કરકસર કરીને ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. રોજના કામ સમય પર પૂરા કરી શકશો. તમારી બુધ્ધિ વાપરી બીજાને સાચી સલાહ આપી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Mercury’s rule till 18th March will bring you success in your work. With some effort, you will be able to make investments. You will be able to give honest advice to others with your intelligence. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 26.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. જે પણ કામ કરશો તેમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. 17મી એપ્રિલ સુધી નાની મોટી મુસાફરી કરી શકશો. હીસાબી કામ કે બેન્કના કામમાં સફળતા મળશે. ઈનવેસ્ટમેન્ટ કરજો. આજથી ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 27,28 છે.
Mercury’s rule starting today indicates there are good chances of getting a promotion in all your endeavours. Friends could share beneficial information. Travel, upto 17th April, is on the cards. You will be successful in work related to accounts or banking. Ensure to make investments. Starting today, pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 24, 27, 28.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. ઘરવાળાને ખુશ રાખશો. કાલથી મંગળની દિનદશા તમને નાની વાતમાં ગરમ કરી દેશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાકી શકો. 21ી માર્ચ સુધી તમે ધ્યાન નહીં આપો તો તબિયત અચાનક બગડી જશે. બનતા કામો બગડી જશે. કામકાજમાં મન નહીં લાગે. આજથી ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
You will spend today in peace. Mars’ rule starting tomorrow could cause you to lose your temper over small issues. You may not be able to control your anger. Pay close attention to your health up to 21st March to avoid falling ill. Projects which are nearly complete, will get stalled. You will not be able to focus on work. Starting today, pray the Tir Yasht.
Lucky Dates: 23, 24, 25, 26.
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા મનને શાંત રાખી જે કામ કરશો તેમાં સફળતા મળશે. મુસાફરી કરી શકશો. નાણાકીય બાબતમાં પરેશાની ઓછી થશે. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. નવા કામ શરૂ કરવા માટે હાલનો સમય સારો છે. મગજને શાંત રાકી કામ કરજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 25, 27, 28 છે.
The Moon’s rule till 23rd March indicates that working with a calm mind will ensure success in all your endeavours. Travel is indicated. Financial issues will reduce. You will be able to make investments. This is a good time to start new projects. Ensure to do work with a calm mind. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 22, 25, 27, 28.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામમાં સફળતા નહીં મળે. તબિયત અચાનક બગડી જશે. તાવ-માથાના દુખાવાથી પરેશાન થશો. તમારી અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ જશે. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડશે. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
The Sun’s rule could pose challenges in government/legal works. Your health could suddenly go down. You could get a fever and headaches. You could misplace an important item. Couples could end up squabbling over petty matters. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand, 101 times.
Lucky Dates: 23, 24, 25, 26.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી મોજશોખ વધી જશે. મુસાફરી કરી શકશો. ઓપોઝીટ સેકસનો સાથ મળવાથી કામ સહેલાઈથી પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23, 27, 28 છે.
Venus’ rule till 14th March will increase your leaning towards entertainment and fun. You will be able to travel. You will be able to complete your work effortlessly, with support from the opposite gender. Financial stability indicated. You will be able to make new purchases for the house. Affection between couples will blossom. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 27, 28.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024