મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ છે. ત્યાં જવાથી મનને શાંતિ તથા નાણાકીય ફાયદો પણ મળશે. બીજાના મદદગાર બની શકશો. તમારી મનપસંદ વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 29, 1, 3, 4 છે.
Travel is on the cards under the ongoing rule of Venus. This could bring you peace of mind as well as prosperity. You will be able to help another. You will be able to meet a favourite person. Pray daily to ‘Behram Yazad’.
Lucky Dates: 29, 1, 3, 4.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લા ચાર દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. અંગત વ્યક્તિ નારાજ થશે. ઉતરતી રાહુની દિનદશા માંદગી આપશે. ઘરમાં શાંતિ નહી રહે. ચાર દિવસ પછી શરૂ થતી શુક્રની દિનદશા 70 દિવસ માટે તમારા તમામ કામમાં સફળતા અપાવશે તથા નાણાકીય મુશ્કેલીઓ દૂર કરશે. આજથી ચાર દિવસ ‘મહાબોખ્તાર નીઆએશ’ અને પછી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 29, 4, 5, 6 છે.
With the last four days under Rahu’s rule, those close to you could get annoyed with you. Rahu’s descending rule could cause illness. There might not be peace at home. Venus’ rule, which starts four days later, and lasts for 70 days, will bring you success in all your works and remove all financial difficulties. For the next four days, pray the ‘Mah Bokhtar Nyaish’, post which pray to ‘Behram Yazad’ daily.
Lucky Dates: 29, 4, 5, 6.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી ખોટા વિચારોથી ઘેરાયેલા રહેશો. તબિયત ખરાબ થશે. તમારૂં સાચુ બોલેલું કોઈને નહીં ગમે. જે પણ કામ કરશો તેમાં સફળતા નહીં મળે. ખાવાપીવામાં ધ્યાન આપજો નહીં તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. રાહુનુ નિવારણ કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Rahu’s ongoing rule will cloud your mind with negative thoughts. Your health could suffer. Your truthful statements could displease another. You might not be successful in your endeavors. Take care of your diet, else you could fall ill. To placate Rahu, pray the ‘Mah Bokhtar Nyaish’ daily.
Lucky Dates: 1, 2, 3, 4.
CANCER | કર્ક: ડ.હ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મ કે ચેરીટીના કામ કરી શકશો. નોકરી કરતા હશો ત્યા બીજાના મદદગાર મની શકશો. ધનની ચિંતા ઓછી થશે. 23મી પહેલા ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળાની જરૂરિયાત પૂરી કરવા વધુ કામ કરી એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 29, 2, 5, 6 છે.
Jupiter’s ongoing rule will enable you to perform religious and charitable duties. You will be helpful to your colleagues. Your financial stress will reduce. Ensure to make investments before the 23rd. You will be able to cater to the wishes of your family by working extra and getting additional income. Ensure to pray the ‘Sarosh Yasht’ for mental peace.
Lucky Dates: 29, 2, 5, 6.
LEO | સિંહ: મ.ટ.
ગુરૂની દિનદશા તમને 21મી એપ્રિલ સુધી ચાલશે. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. કામમાં સફળતા મળશે. નાણાકીય સ્થિતિને સુધારવા વધુ કામ કરી શકશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. તબિયતમાં સુધારો થશે. આજથી ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 1, 5, 6 છે.
Jupiter’s ongoing rule till the 21st of April facilitates you to restart stalled projects. You will be successful in your endeavors. You will be able to work extra to improve your financial situation. You will meet someone you desire. Your health will improve. From today, pray the ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 29, 1, 5, 6.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવતા નહીં. અગત્યના કામો નહીં થાય અને નકામા કામ પાછળ સમય વેડફી નાખશો. નાણાકીય તંગી વધી જશે. ફેમિલી મેમ્બરની તબિયત અચાનક બગડી જશે. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 3, 4, 6 છે.
Saturn’s rule till 23rd March suggests that you avoid making purchases for the house. You will not be able to do important work and you could end up losing time on unnecessary work. Financially things could get difficult. The health of a family member could cause concern. Expenses could increase ten-fold. Pray daily the ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 1, 3, 4, 6.
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે. અગત્યના કામો વીજળીવેગે પૂરા કરી શકશો. જ્યાં લાભ મળતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બીજાની મદદથી તમારા કામ પૂરા કરવામાં સફળ થશો. મિત્રોમાં માન વધી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 2, 4, 5 છે.
Mercury’s rule till 18th March will help you complete important works at lightning speed. You will naturally gravitate towards areas of profits. Ensure to make investments from your earnings. You will be successful in completing your work with the help of others. Friends will respect you more. Pray the ‘Meher Nyaish’ daily.
Lucky Dates: 29, 2, 4, 5.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
બુધની દિનદશા ચાલુ હોવાથી 17મી એપ્રિલ સુધી કામ વધારવા ભાગદોડ કરવી પડશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. તમારા કામના ઉપરીવર્ગ વખાણ કરશે. કોઈને પ્રોમીશ આપશો તો તે પૂરા કરશો. ધનની અગવડ દૂર કરવા દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 6 છે.
Mercury’s ongoing rule suggests that you might need to put in a lot of effort to expand your business till the 17th of April. You will be successful in all you do. Your seniors will be appreciative of your work. You will be able to fulfill your promises. To smoothen any financial challenges, pray the ‘Meher Nyaish’ daily.
Lucky Dates: 1, 2, 3, 6.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
21મી માર્ચ સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં કોઈ અંગત વ્યક્તિ સાથે મતભેદ થશે. તાવા, માથાના દુખાવાથી પરેશાન થશો. વાહન સંભાળીને ચલાવજો. ઘરમાં ઈલેકટ્રીક, લોખંડ કે વાહન લેતા નહીં. મંગળ તમને ખોટો રસ્તો બતાવશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 2, 4, 5 છે.
Mars’ ongoing rule till 21st March will unable you to control your temper. You could end up squabbling with an important person over a petty issue. You could experience a fever or headaches. Drive/ride your vehicles cautiously. Avoid making any electronic or vehicle or iron-based purchases. Mars could lead you in the wrong direction. Pray the ‘Tir Yasht’ daily.
Lucky Dates: 29, 2, 4, 5.
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલશે. તમારા અગત્યના ડીસીઝન ચેન્જ નહીં કરતા. મુસાફરીનો ચાન્સ મળશે. મિત્રને સાચી સલાહ આપી શકશો. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. તબિયતમાં સુધારો થશે. પ્લાન બનાવી કામ કરશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 6 છે.
The Moon’s rule till 23rd March suggests that you should not make any changes in important decisions. Travel is indicated. You will be able to provide honest advice to a friend. You will keep your family happy. Your health will improve. You will work as per your plans. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 1, 2, 3, 6.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા ચાર દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. સરકારી કામ 4થી માર્ચ પછી કરજો. ઉતરતી સુર્યની દિનદશા વડીલવર્ગની તબિયતની ચિંતા આપશે તથા તમને આંખની તકલીફ થવાના ચાન્સ છે. અગત્યની ચીજ વસ્તુ ગુમાવી દેવાનો ચાન્સ છે. બાકી 4થી માર્ચથી શરૂ થતી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસ મનને શાંત કરાવી દેશે. બગડેલા કામ સુધારી આપશે. આજથી ‘યા રયોમંદ’ની સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 29, 3, 4, 5 છે.
With four days remaining under the rule of the Sun, you are advised to do any government or legal related work post the 4th of March. The descending rule of the Sun could cause concern over the health of your elders, as well as cause you eye-issues. You could misplace something of great importance. The Moon’s rule from 4th march, for 50 days, will bring you much mental peace. Today onwards, pray ‘Ya Beshtarna’ 101 times, along with ‘Ya Rayomand’.
Lucky Dates: 29, 3, 4, 5.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. ઘરવાળાને આપેલા પ્રોમીશ પૂરા કરી શકશો. અપોઝીટ સેકસનો સાથ મળવાથી રોજના કામ સારી રીતે કરી શકશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. ખર્ચ વધુ કરવા છતાં તમને ચિંતા નહીં થાય. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ઉતરતી શુક્રની દિનદશા તમારી નેક મુરાદ પૂરી કરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.
Venus’ rule till 14th March will help you fulfill promises made to family members. You will be able to execute your daily chores effectively with help from the opposite gender. Affection between couples will increase. Despite your expenses, you will not be financially worried. You will be able to make purchases for the house. The descending rule of Venus will convert your sincere wishes into reality. Pray to Behram Yazad daily.
Lucky Dates: 1, 2, 5, 6.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025