17 ફેબ્રુઆરી, 2020 ના રોજ, ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ તાતા એડિયોરિયમમાં – એક્સએલઆરઆઈ ખાતે ‘જમશેદપુરના 100 વર્ષ’ ના સ્મારક સમારંભમાં એક યાદગાર પોસ્ટલ સ્ટેમ્પ અને એક કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું, જ્યાં તેઓ અધ્યક્ષ હતા.
વી.પી. નાયડુ સભાને સંબોધન કરતા જમશેદપુરને ભારતનું પહેલું આયોજિત ઔદ્યોગિક શહેર તરીકે વર્ણવ્યું હતું જેણે ટકાઉ શહેરી અને ઔદ્યોગિક વિકાસ માટે દેશનું રોલ મોડલ બનવાનું ગૌરવ મેળવ્યું હતું. તેમણે વ્યવસાય પ્રત્યેના નૈતિક અભિગમ માટે તાતા જૂથની ખૂબ પ્રશંસા કરી અને 100 કરતાં વધુ વર્ષોથી સમુદાયના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવામાં નોંધપાત્ર યોગદાન માટે તાતા સ્ટીલની પ્રશંસા કરી. તેમણે તાતા જૂથને ઉચ્ચ નૈતિક ધોરણો અને ઉદ્યોગસાહસિકતાની અગ્રેસર ભાવનાના પર્યાય સમાન હોવા બદલ પ્રશંસા કરતા કહ્યું કે, દરેક ઉદ્યોગે ગ્રુપ દ્વારા નિર્ધારિત નૈતિક ધોરણોને કેવી રીતે અપનાવવો જોઈએ. વી.પી. નાયડુએ જમશેદપુર ખાતે ભારતનો પહેલો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં જે.આર.ડી. તાતાની અપ્રતિમ ભૂમિકાની પણ પ્રશંસા કરી.
તાતા સ્ટીલ જૂથ 33 મિલિયન ટન વાર્ષિક ક્રૂડ સ્ટીલ ક્ષમતાવાળી ટોચની વૈશ્ર્વિક સ્ટીલ કંપનીઓમાં શામેલ છે. તેની સહાયક કંપનીઓ અને સહયોગીઓ સાથે, તે 65,000 થી વધુના કર્મચારી આધારવાળા પાંચ ખંડોમાં ફેલાયેલ છે, અને વિશ્ર્વના સૌથી ભૌગોલિક રૂપે વૈવિધ્યસભર સ્ટીલ ઉત્પાદકોમાં સ્થાન મેળવે છે. તેણે 31 માર્ચ 2019 નાણાકીય વર્ષના અંતમાં 22.67 અબજ યુએસ ડોલરનું એેકીકૃત ટર્નઓવર નોંધ્યું હતું.
વીપી નાયડુ દ્વારા જમશેદપુરના 100 વર્ષના સ્મારક સમારંભમાં એક યાદગાર પોસ્ટલ સ્ટેમ્પ અને એક કોફી ટેબલ બુકનું વિમોચન
![](https://parsi-times.com/wp-content/uploads/2020/02/naidu.jpg)
Latest posts by PT Reporter (see all)