સામગ્રી: 3 ટેબલ સ્પૂન કાજુનો અધકચરો ભૂકો, 3 ટેબલ સ્પૂન શેકેલી શિંગનો અધકચરો ભૂકો, 5 ટેબલ સ્પૂન ક્ધડેન્સ મિલ્ક (મિલ્કમેઈડ) 3 ટેબલ સ્પૂન કોકો, 2 ટી સ્પૂન બટર, 4 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ, 1 થી 2 ટેબલ સ્પૂન દૂધ, 3 ટેબલ સ્પૂન આઈસિંગ શુગર, વેનિલા એસેન્સ.
રીત: ક્ધડેન્સ મિલ્ક, કોકો, બટર તથા 1 ટેબલ સ્પૂન, દૂધ ભેગા કરવા, એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકી, મિશ્રણવાળું વાસણ તેમાં થોડું ડુબાડેલું રાખી હલાવ્યા કરવું. (ડબલ બોઈલર) બધું બરાબર મિક્સ થાય એટલે કાજુ, શિંગનો અધકચરો ભૂકો, આઈસિંગ શુગર તથા એસેન્સ નાખવા. તરત તપેલી નીચે ઉતારી લેવી. ઠંડુ પડે એટલે તેના નાના ગોળા વાળવા, થાળીમાં કોપરાનું છીણ પાથરી તેમાં ગોળા રગદોળવા. બધા ગોળા એકદમ ઠંડા થાય એટલે ડબ્બામાં ભરીને ફ્રિઝમાં રાખવા.
નોંધ: મિશ્રણના ગોળા વળે તે પ્રમાણે દૂધ ઉમેરવું. દૂધનું પ્રમાણ વધતું, ઓછું કરી શકાય. ગોળા ઉપર કોપરા સાથે રંગબેરંગી સ્પ્રિકલર્સ પણ ચોંટાડી શકાય. (આઈસ્ક્રીમ ઉપર ભભરાવવાનાં) બોલ્સ એકદમ કલરફૂલ લાગશે. ગોળામાં શિંગને બદલે અખરોટ વાપરી શકાય.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025