21મી ફેબ્રુઆરી 2020ને દિને શેઠ કાવસજી પટેલ અગિયારીની 240મી શુભ સાલગ્રેહની ઉજવણી થાણા અગિયાર ફંડ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી. માચીની ક્રિયા એરવદ કેરસી સિધવા દ્વારા સાંજે 4.15 કલાકે કરવામાં આવી ત્યાર બાદ જશનની પવિત્ર ક્રિયા 5.00 કલાકે એરવદ બહેરામશા સિધવા, કેરસી સિધવા, આદિલ સિધવા અને આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી. અગિયારીને સરસ સુશોભિત કરવામાં આવી હતી.
એરવદ બહેરામશા સિધવા દ્વારા હમબંદગીથી સાંજના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. હોમી તલાટી દ્વારા સ્વાગત સંબોધન તથા અગિયારીના સ્ટાફ અને મોબેદોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ટ્રસ્ટીઓએ શિક્ષણ નાણાકીય સહાય યોજના હેઠળ થાણેના પારસી પરિવારોના 55 વિદ્યાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા. 367 જેટલા જરથોસ્તીઓએ ફ્રી ગંભાર માણ્યો હતો. જેનું કેટરીંગ કેટાયુન બોમી ખંબાતા તથા તેમના દીકરા રયોમંદ અને આદિલ દ્વારા કરવામાં આવ્યું હતું.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024