મુશ્કેલ સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી, માટે જયારે તમારો સારો સમય ચાલતો હોય ત્યારે પૈસા ઉડાવવા કરતા થોડી બચત કરજો એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટ કે માંદગી આવે ત્યારે તાત્કાલિક કામ આવે, અને કોઈના ભરોસે બેસી રહેવુ ન પડે. જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકશો.
સગાવહાલા મિત્રો બધા આશ્ર્વાસન અને સલાહો આપશે, ખિસ્સામાં હાથ રાખીને કહેસે કંઈ કામકાજ હોય તો વિના સંકોચે કેહેજો, પરંતુ કોઈ માઈનો લાલ લાચાર થઈને માંગશો નહીં ત્યા સુધી મદદ નહિ કરે. ફક્ત સારૂં લગાડવા બોલશે બાકી એનાથી મુશ્કેલીનો અંત નહિ આવે, ભગવાનના સહારે રહેશો તો પણ કર્મ તો કરવા જ પડશે. હા એક જાતની માનસિક શાંતિ રહેશે બાકી પૂજા પાઠ હવન કર્મ-કાંડ બાધા-આખડીઓ કે ધર્મસ્થાનોના ચક્કર કાપવાથી પણ મુશ્કેલીમાંથી બહાર નહિ નીકળી શકાય.
કોઈની મદદથી કદાચ ક્ષણિક રાહત થશે બાકી આર્થિક સધ્ધરતા પર પહોંચવા માટે તો કમાવા સિવાય કોઈ ઉપાય નથી.
આપને જાણી નવાઈ લાગશે પણ સત્ય એ છે કે અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવા લોકોના મિત્રો અને સગાવહાલા પણ આર્થિક સંકડામણ વખતે એમના ફોન ઉપાડતા બંધ થઇ ગયા હતા તો સામાન્ય માણસનું શું ગજુ!!! સામાજિક જીવન જરૂરી છે પરંતુ ખોટા લાગણીવેળા બંધ કરી, જીવનનો ધ્યેય એ રહેવો જોઈએ કે નીતિથી પૈસા કમાવી સધ્ધરતા હાસલ કરવી ને કોઈને મદદરૂપ થવું અને એજ જીવનનો સાચો અર્થ છે જેમા ધ્યાન આપવું.
લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે, અમારા મુશ્કેલ સમયમાં કોઈ કામ ના આવ્યું. યાદ રાખજો કોઈ કામ આવવાનું પણ નથી કારણ કે દરેકની ખુદની જરૂરિયાતો, ભવિષ્યની અનિશ્ર્ચિતતાઓનો ડર એટલો હોય છે કે.સૌ પોતામા સમેટાઈ ગયા હોય છે.
સનાતન સત્ય એ છે કે જન્મ્યા ત્યારે બાળોતિયાંમાં અને મરશો ત્યારે કફનમાં ખિસ્સા નહિ હોય, ભગવાનને ધૂપ કરવા અગરબત્તી લેવા જશો તો એ પણ કોઈ મફત તો નહિ જ આપે.
પૈસા સર્વસ્વ નથી પણ જીવન નિર્વાહ માટે ખુબ જરૂરી છે માટે પૈસા કમાતા અને તેનો સદુપયોગ કરતાં શીખો. સમય કયારેય એક સરખો નથી હોતો.
સામાજિક વ્યવહારો ને શારીરિક બીમારીઓ ગમે તેને ગમે ત્યારે આવી શકે છે. એવા સમયે ભાડાની રીક્ષામાં બેસી રડવું, એ કરતા પોતાની કારમાં બેસી રડવું વધુ સારું.
- Jashan At Mahim’s Soonawalla Agiary Holds Jashan - 21 December2024
- Rahul Gandhi Pays Last Respects At Raiyan Banaji’s Funeral - 21 December2024
- KCYA Celebrates Golden Jubilee - 21 December2024