નાગપુરના ખુશરૂ પોચા દ્વારા રોગચાળા દરમિયાન રાહત! સીએમ ઉદ્ધવ ઠાકરેને તેમણે ખુશ કર્યાં!

નાગપુરના ખુશરૂ પોચા, સેન્ટ્રલ રેલ્વે (સીઆર)ના કમર્સિયલ વિભાગ (નાગપુર)ના સુપરિટેન્ડન્ટ, આ પડકારજનક સમયમાં, હજારો ગરીબ લોકોને ખવડાવવા માટે એક સફળ વ્યૂહરચના પર પ્રહાર કર્યો તે પણ એનજીઓની મદદ લીધા વિના પોચા તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક સંપર્કોનો ઉપયોગ કરી સોશ્યલ મીડિયા દ્વારા, વિશ્વભરના દયાળુ લોકો પાસેથી ખોરાક અને સહાય એકત્રિત કરી રહ્યા છે.
ચાલુ કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, તેમણે એકલા હાથે રૂ. 4 મિલિયન, જેણે 6,000 થી વધુ પરિવારોને લાભ આપ્યો છે, ઉપરાંત તેમાં બે ટન ચોખા છે વધુ નિરાધાર લોકોને ભોજન આપવામાં મદદરૂપ થયા છે. જ્યારે ઉદ્યોગપતિઓ આશ્ચર્યજનક રકમ દાનમાં આપતા હોય છે, ત્યારે પોચાએ સાબિત કર્યું હતું કે તેઓ એનજીઓ, દાન અથવા બેંક ખાતા વગર પણ લોકોનું ધ્યાન રાખે છે.
તેમના સારા કામના સમાચારોએ એટલી તીવ્ર અસર કરી કે 7મી એપ્રિલ, 2020 ના રોજ, ખુદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન આવ્યો કે આર્થિક સહાય વિના તેમણે આ બધું કેવી રીતે કર્યું, પરંતુ ખુશી વ્યક્ત કરી કે મહારાષ્ટ્રનો એક નાગરિક તે કરી રહ્યો છે ત્યારે મને સન્માનની લાગણી થઈ.
વસંતરાવ નાઈક અને કિશોર
તિવારી, પોચાના વખાણ કરી આગામી દસ દિવસ માટે લગભગ 550 ખેડુતોની વિધવાઓ અને તેમના પરિવારો રાશનનો ટ્રક મોકલ્યો હતો.
બધી વિનંતીઓ ડોનેટકાર્ટ ડોટ કોમ પર જાય છે અને દાતાઓ તેમના યોગદાન આપે છે જે પોચાના સપ્લાયર તરફ દોરવામાં આવે છે જ્યાંથી તે જરૂરી સહાય-સામગ્રી મેળવે છે.
અમે ભારતમાં 21 સેવા કીચનની સ્થાપના કરી છે. મોટે ભાગે કેન્સર અથવા બાળકોની હોસ્પિટલો અથવા શાળાઓમાં જ્યાં લોકોને સારો, પોષક ખોરાક મળી શકે છે જે એકદમ નિ: શુલ્ક છે. આ ઉપરાંત, અમે આ સ્થાનો પર નેકી કા પિટારા (ફ્રિજ) સ્થાપિત કરી છે. સેવા કીચન દિવસમાં 3,000 લોકોને ભોજન આપે છે.
તેમણે નવી દિલ્હીના સરિતા વિહારની ગુલદસ્તા સ્કુલ જેનુ સંચાલન વિમલા કોલ દ્વારા કરવામાં આવે છે ત્યાં સેવા કીચનની વ્યવસ્થા છે અને જાતિધર્મ જોયા વગર ત્યાં જમવાનું પૂરૂં પાડવામાં આવે છે.
લગભગ 20 વર્ષ પહેલાં, તેમણે ભારતની રક્તદાતાઓની સૂચિને તેમની વેબસાઇટ દ્વારા અગ્રેસર કરી હતી અને ત્યારથી સેંકડો હજારોની સંખ્યામાં લોકોનું જીવન બચાવવામાં તેમનો મુખ્ય ફાળો છે. 2001 ના ગુજરાત ભૂકંપ દરમિયાન, જ્યારે પીડિતો માટે લોહીની તંગી હતી, ત્યારે તેમણે એક ખાનગી ટીવી ચેનલ બોલાવી હતી અને તેમની વેબસાઇટ ચલાવવા વિનંતી કરી હતી જ્યાં તેમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
52 વર્ષીય પોચા તેમની પત્ની ફર્મિન અને તેમની 7 વર્ષની પુત્રી તનિશા સાથે રહે છે, જે સંત નિરંકારી સેવા દળ જેવા મોટા સામાજિક જૂથો અને સંગઠનો સાથે જોડાયેલા છે, જે મદદ માટે કોઈ પ્રચાર અથવા ફોટો-એપ્સની પરવા કર્યા વિના, ચૂપચાપ કામ કરે છે.
લોકડાઉન સમયે નેકી કા પિટારા, 24 કલાક ફૂડ પેકેટો, રાંધેલા ભોજન સાથે ભરેલું હોય છે. ડોનરો વોટસઅપ ગ્રુપ દ્વારા જોડાયેલા છે અને ફ્રિજ જેવું ખાલી થાય એટલે તે પાછું ભરવામાં આવે છે.
ખુશરૂ પોચાની દીકરી તનીશા પણ તેમના જેવીજ છે તેણે આ વર્ષે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વિનાશકારી પૂરમાં ગ્રસ્ત બાળકોને 5,000 સ્કૂલબેગ દાનમાં આપી હતી અને તેને બેગ ઓફ કાઈન્ડનેસ નામનું લેબલ આપ્યું હતું!
(કર્ટસી – આઈએએનએસ કાઈદ નઝમી)

Leave a Reply

*