સવારે 6 વાગ્યે મારા પાડોશીએ મારી બાઇકની ચાવી માંગી કહ્યું ‘મારે લેબમાંથી રિપોર્ટ લાવવાની જરૂર છે.’
મેં કહ્યું, ‘ઠીક છે ભાઈ લઈ જાઓ.’
થોડા સમય પછી, પડોશી રિપોર્ટ લીધા પછી પાછો આવ્યો, મને ચાવી આપી અને મને ગળે લગાવી અને ખૂબ ખૂબ આભાર કહીને તેના ઘરે ગયો. ગેટ પર ઉભો રહ્યો અને તેની પત્નીને કહેવા લાગ્યો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે!
જ્યારે આ વાત મારા કાને પડી ત્યારે હું ગભરાઈ ગયો ડરીને, મેં સેનિટાઈઝરથી મારા હાથ સાફ કર્યા, પછી સર્ફથી બે વાર બાઇક ધોઈ, મને યાદ આવ્યું કે તેણે મને આલિંગન પણ આપ્યું, મેં મનમાં વિચાર્યું હું કામથી ગયો મને પણ કરોના થયો. પછી મેં ડેટોલ સાબૂથી ઘસી ઘસી નહાયું એક ખૂણામાં બેઠા બેઠા બાથરૂમમાંજ શોક કર્યો.
થોડા સમય પછી મેં પાડોશીને ફોન કર્યો અને કહ્યું, ભાઈ, જો તમારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો તો મને એક વાર કહેવું તો હતુ. હું બચી ગયો હોત.
પાડોશી મોટેથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો તે પોઝીટી રીપોર્ટ?
તે મારી પત્નીની ગર્ભાવસ્થાનો રિપોર્ટ હતો, જે પોઝીટીવ આવ્યો છે! બધું થોડું કરોના છે!
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025