લોકો કહે છે, માતાનું હૃદય ઓગળે છે પણ પિતા ક્યારેય બદલાતા નથી. પરંતુ મેં મારા પિતાને બદલાતા જોયા છે. મેં તે વ્યક્તિને બાળકના જન્મ પછીથી પતિથી પિતા તરફ એક-એક પગલું આગળ વધતાં જોયું છે. તેમના પાત્રને એક સ્તર પ્રમાણે ઉભરતું જોયું છે.
માતાના ગર્ભાશયમાં આપણા અસ્તિત્વનો અવાજ સંભળાયો ત્યારથી જ પિતા અને બાળક વચ્ચેના સંબંધો, કલ્પનાઓ અને લાગણીઓના પડછાયામાં વધવા માંડે છે. જ્યારે માતા શારીરિક અને માનસિક રૂપે જોડાય છે, ત્યારે પિતા ભવિષ્યની સપનાની ભૂમિ પર તેમની આત્મીયતા રેડે છે.
પિતા દર પળ બદલાતા રહે છે, બાળકો સાથે તેની ઉંમર સાથે દરેક પળ વધે છે અને તેની જરૂરિયાતો સાથે બદલાય છે. ફક્ત બાળપણની રમતની યાદો વચ્ચે એક નજર નાખો… શું પિતા, ફક્ત એક પિતા તરીકે જ તમારી સાથે હતા? તમને ઉછળતા, કુદતા, ખિલખિલાતા મનોરંજક ક્ષણો યાદ આવશે, જે પપ્પા સાથે મળીને કરેલી મસ્તીઓ આજે પણ સુગંધિત છે. મમ્મીની ચિંતાઓ વચ્ચે, આપણી મસ્તીથી ભરેલી આદતો અટકી જતી પણ પછી મળી જતું પપ્પાનું ગ્રીન સિગ્નલ અને ચાલતી મસ્તીની છુક છુક ગાડી. ચિંતાની વચ્ચે પણ પિતા બાળપણમાં અમારી સાથે રહેતા.
જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ તે શીખવે છે સારી ખરાબ વાતો. કેટલાક કામ કરવાના રીત રિવાજો. અમે જેમ મોટા થયા તેમ તે અમારા મિત્ર પણ બન્યા. કેટલીક રોક ટોક કરી, ખિજાયા પણ પરંતુ મારી સાથે મારી પરિક્ષા દરમ્યાન હરપળ રહ્યા સાથે. અમે મોટા થઈ રહ્યા હતા અને તે સજાવી રહ્યા હતા અમારા સપનાનો આશિયાનો. મેં મારા પિતાને મારી પસંદ અને નાપસંદની વચ્ચે ચાલતા જોયા છે. હા, મેં પપ્પા ને બદલાતા જોયા છે!
વાંચવા લખવા માટે જ્યારે મે નવું આકાશ પસંદ કર્યુ ત્યારે તે પ્રોત્સાહન માટે સાથે જ હતા પરંતુ કયારે પણ નહીં જતાવી પોતાની ચિંતા. દીકરો પહોંચ્યો શીખરે ત્યારે તેમનું મસ્તક ઉંચુ થતા મેં જોયું પણ દીકરીની વિદાયમાં રડતા પણ જોયા. હા, મેં પપ્પા ને બદલાતા જોયા છે!
અમે મોટા થઈ ગયા હતા પરંતુ પપ્પા હવે રોકાઈ ગયા હતા. બધી જ જવાબદારીઓ અમારા પણ છોડી દીધી હતી અને સાથે આપ્યા હતા ભરપુર આશિર્વાદ પણ છોડ્યો નહોતો અમારો સાથે, મુશ્કેલીના સમયે મને સંભાળતા જોયા છે. ભરપુર તડકામાં મારો છાંયડો બનતા એમને જોયા છે. હા, મેં પપ્પા ને બદલાતા જોયા છે!
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024