સામગ્રી: 3 વાટકી ઘઉંનો લોટ, 2 વાટકી બાજરાનો લોટ, 1/2 વાટકી ચોખાનો લોટ, 1/2 વાટકી ચણાનો લોટ, 2 વાટકી સમારેલી મેથી, 1/2 વાટકી છીણેલ ગાજર, 1/2 બાઉલ છીણેલ દુધી, 2ચમચા તેલ, થોડોક દેશી ગોળ, 1/2 ચમચી હળદર, 2 ચમચી ધાણાજીરું, 2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી સોડા, મીઠું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, ચપટી હિંગ, 2-3 ચમચી તલ, 1 ચમચી આદુ લસણનો પેસ્ટ, લીમડાના પાન, કોપરાનું છીણ, સમારેલ કોથમીર.
રીત: સૌ પ્રથમ એક મોટા વાસણમાં બધા લોટ લઇ તેમાં મેથી, ગાજર, દુધી, ગોળ, સોડા, હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું અને આદુ લસણનો પેસ્ટ મિક્ષ કરી મુઠીયા વાળવા. ત્યાં સુધીમાં તપેલામાં કાઠલો મૂકી તેનાથી સેજ નીચે રહે તેટલું પાણી લેવું અને તેના પર ચારણીમાં મુઠીયા મુકવા અથવા સ્ટીમરમાં તેની જાળી પર મુઠીયા ચડવા મુકવા.
મુઠીયા ચડતા અડધો કલાક થશે. તો પણ ગેસ બંધ કરતી વખતે ચપ્પુંની મદદથી જોઈ લેવું કે ચપ્પુંને ચોટતું નથી ને. નહિતર હજી થોડીવાર ચડવા દેવું. થોડા ઠંડા થાય એટલે તેના કટકા કરી લેવા. પછી એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, તલ, હિંગ, લીમડાના પાનનો વધાર કરી કટકા કરેલા મુઠીયા મિક્ષ કરી લેવા. ઉપર કોથમીર અને કોપરાનું ખમણ ભભરાવી સર્વ કરવું.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024