અહુરા મઝદા સાથેનો આપણો સંબંધ

કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, ઈશ્ર્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈંગ્લિશ શબ્દકોશમાં ગોડ ફીયરિંગ આ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા સ્વામી (લોર્ડ) કે માલિક તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરામાં અહુરા મઝદાથી ન તો ડરવાનું છે અને ન તેઓ એવા માલિક જેને પ્રસન્ન કે ખુશ કરવાના છે. ઝોરાષ્ટ્રિયન દીનમાં સર્વોચ્ચ દેવત્વને ‘ફ્રિયા’ અર્થાત મિત્ર અથવા પ્રિય તરીકે વર્ણવવામાં આવ્યું છે.
પરવરદિગાર સાથેનો ઝોરાષ્ટ્રિયનનો સંબંધ મિત્રતા અને પ્રેમના આધાર પર બાંધવામાં આવ્યો છે. પરવરદિગારને પ્રેમ કરવાનો છે, તેમના ગુસ્સાને કારણે તેમનો ડર રાખવાનો નથી; તેમને મિત્ર જેવો ગણવાનો છે અને નહીં કે પોતાના અનુયાયીની સતત કસોટી લેનાર અને બલિદાનની માગણી કરનાર દ્વેષ રાખનાર માલિક તરીકે. આપણા પ્રેમાળ મિત્ર અહુરા મઝદા વળતરમાં માત્ર પ્રેમ અને મિત્રતાના અપેક્ષા રાખે છે અને કોઈ બલિદાન કે પ્રાયશ્ર્ચિત તપની અપેક્ષા રાખતા નથી. પોતાના બધા મિત્રો ઉસ્તા અથવા ખુશીનો આનંદ માણે એવું અહુરા મઝદા ઇચ્છે છે. ઝોરાષ્ટ્રિયન કેલેન્ડરમાં, ઉપવાસ કે અનશન માટે કોઈ દિવસ ફાળવવામાં આવ્યો નથી- અહુરા મઝદા બસ એટલું જ ઇચ્છે છે કે તેમના મિત્રો વિચાર, વાણી અને કામમાં ખોટું ન કરવાનો ઉપવાસ રાખે.
આપણે દાદાર હોરમઝદ સાથે શ્રેષ્ઠ મિત્રતા કઈ રીતે કરી શકીએ? જે લોકો પરોઢિયે હોશબામ ભણે છે તેમને પ્રાર્થનાના શબ્દો યાદ હશે, નઅતવફ દફવશતવફિં, ફતવફ તફિયતવફિં, મફયિતળફ વિૂં, ાફશશિ વિૂં ષફળુળફ, વફળયળ વિૂં વફસવળફ.સ્ત્ર – જેનો અર્થ થાય છે, શ્રેષ્ઠ પ્રામાણિકતા-ઈમાનદારી, સર્વેશ્રેષ્ઠ પ્રામાણિકતા-ઈમાનદારી દ્વારા, હે અહુરા મઝદા, અમને તમારા દર્શન થાય અને અમે તમારી નજીક આવીએ અને તમારી અનંત મિત્રતા અમને પ્રાપ્ત થાય.
આનાથી આપણને સમજાય છે કે માત્ર આશા (સચ્ચાઈ અને ઈમાનદારી)ના માર્ગ પર ચાલવાથી આપણે પરવરદિગારની અનંત મિત્રતા મેળવી શકીએ છીએ. આશાના માર્ગ પર ચાલતાં આપણામાંના દરેક જણે આપણા રોજબરોજની કોશિશો દ્વારા અહુરા મઝદાની મિત્રતા પામવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કોલોફોન યસ્નને ભારપૂર્વક કહે છે: માત્ર એક જ માર્ગ છે, તે આશાનો છે. બીજા બધા માર્ગ ખોટા છે.
ઝરથ્રુષ્ટ્રના ઉપદેશોને ટૂંકમાં માત્ર એક જ શબ્દમાં કહેવા હોય તો એ છે આશા, જેનો અર્થ થાય છે – સચ્ચાઈ, ઈમાનદારી, દિવ્ય આદેશ (કુદરત સાથે સુસંવાદ રાખી જીવવું) અને પવિત્રતા-શુદ્ધતા (વિચારોમાં, વાણીમાં અને કાર્યમાં). છ એમેશાસ્પેન્તાાએ (ઉદાર ચિરંજીવીઓ) ઝરથ્રુષ્ટ્રને કાલાતીત સંદેશ આપ્યો: બહમન – પ્રાણીઓની સારસંભાળ રાખવી અને તેમના પ્રત્યે દયા રાખવી; અર્દીબહેસ્ત – આતશ માટે પૂજ્યભાવ રાખવો; શેહરેવર – ધાતુનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો (વિનાશક કાર્ય માટે નહીં) ; સ્પેન્દારમર્દ – ધરતી માટે પૂજ્યભાવ રાખવો; ખોરદાદ – પાણી માટે પૂજ્યભાવ રાખવો; અમરદાદ – વનસ્પતિ સામ્રાજ્યની સંભાળ રાખવી.
આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ તે આપણને મહિનાના પહેલા સાત દિવસ શીખવે છે. નૈતિક જીવન જીવવું અને ઉદાર ચિરંજીવીઓ સાથે સભાન સંબંધ બાંધવા માટેની એ ફોમ્યુર્લા છે, જે નીચે પ્રમાણે છે:
* હોરમઝદ – સારી ભાવના – દરેક પ્રયત્નની શરુઆત હોરમઝદ અથવા પરવરદિગારના નામથી કરો અને તમારા તમામ કામ તેમને સમર્પિત કરો;
* બહમન – સારું મન – તમારાં બધાં કામ બહમનનો એટલે કે સારા મનનો ઉપયોગ કરી ને કરો.
* અર્દીબહેસ્ત – શ્રેષ્ઠ સત્ય – બધું જ અર્દીબહેસ્ત અથવા સચ્ચાઈ સાથે કરો.
* શેહરેવર – દિવ્ય શક્તિ – અને, તમને શેહરેવર અથવા શક્તિ મળશે
* સ્પેન્દારમર્દ – ધાર્મિકતા – શક્તિ સાથે તમારે સ્પેન્દારમર્દ અથવા ધાર્મિકતા અને માનવતા ઉમેરવી જોઈએ;
* ખોરદાદ – પરિપૂર્ણતા – અને તમને ખોરદાદ અથવા પરિપૂર્ણતા મળશે
* અમરદાદ – હંમેશ માટે (અનંત)- જે અમરદાદ અથવા અનંત સુધી રહેશે
ઝરથ્રુષ્ટએ મૂળભૂત રીતે જીવનને સારી અને દુષ્ટ શક્તિઓના સંઘર્ષ તરીકે જોયું છે. મનુષ્યની ફરજ આધ્યાત્મિક યોદ્ધાની (રથેસ્તાર) છે, દુષ્ટતા સામે ભૌતિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક સ્તરે લડવું.

Leave a Reply

*