Your Moonsign Janam Rashi This Week –
19th September – 25th September, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. સહી-સિકકાના કામો પહેલા કરી લેજો. લેતી-દેતીના કામમાં સફળતા મળશે. 36 દિવસ માટે શરૂ થતી શનિની દિનદશા આળસુ બનાવી દેશે. તમારા કરેલા કામમાં સફળતા નહીં મળે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવી જશે. જો જન્મનો શનિ ખરાબ હશે તો તબિયત ખરાબ કરી નાખશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.

Today marks the last day under Mercury’s rule, so complete any work related to signing of documents today. You will be successful in transactions related to lending-borrowing. Starting tomorrow, Saturn’s rule for the next 36 days, induces lethargy in you. You might not be successful in all of your undertakings. Financially, things could get strained. If you have a negative Saturn in your birthchart, then this could result in your health going down. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 20, 23, 24, 25.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધની દિનદશા ચાલુ હોવાથી તમોને મિત્રો તરફથી જોઈતી મદદ મળી જશે. તમારા ફાયદા પર તમારી નજર પહેલા જશે. નાણાકીય બાબતમાં કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. લેતી-દેતી ઓછી કરવામાં સફળ થશો. નાણાકીય ફાયદો મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 19, 21, 22, 24 છે.

Mercury’s ongoing rule will facilitate the needed help and support coming in from friends. You will prioritize your gains. Ensure to make financial investments. You will be successful in lessening the debts owed to you or owed by you. You will gain financially. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 19, 21, 22, 24.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. ઉતરતી મંગળની દિનદશાને લીધે એક્સિડન્ટ થવાના ચાન્સ છે. વાહન ચલાવશો નહીં. ભાઈ-બહેન સાથે મતભેદ થવાના ચાન્સ છે. 26મીથી શરૂ થતી બુધની દિનદશા 20મી નવેમ્બર સુધી તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. પ્રમોશન મળવાના ચાન્સ છે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 22, 23, 25 છે.

Mars rules you till 24th September. The descending rule of Mars cautions you of probable accidents, hence avoid driving/riding your vehicle. Squabbles amongst siblings is indicated. Mercury’s rule starting the 26th September till the 20th November, will reduce your mental tensions. You could be in for a promotion. Pray the Tir Yasht daily.

Lucky Dates: 20, 22, 23, 25.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

With the last week remaining under the rule of the Moon, try to first cater to the wishes of family members. Share your thoughts with your favourite person. You will be successful in making investments. You will be able to cater to the wants of your family. You could be traveling abroad. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 19, 20, 21, 24.


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ ડિસીઝન લો તેને બદલતા નહીં. કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા મિત્રો તરફથી ફાયદો મેળવશો. બીજાને સમજાવી શકશો.જીવનમાં નવી વ્યકિત મળવાના ચાન્સ છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 20, 22, 23, 25 છે.

The Moon’s rule till 26th October suggests that you stick with the same decision. You could get a promotion at your work. New friends will prove beneficial. You will be able to get through to others. You could come across a new special person in your life. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 20, 22, 23, 25.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

6ઠ્ઠી ઓકટોબર સુધી સુર્યની દિનદશા તમારા મગજનો બોજો વધારી દેશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. તબિયત અચાનક બગડવાના ચાન્સ છે. હાઈપ્રેશરથી પરેશાન થશો. કોઈ ડોક્યુમેન્ટ સહી કરવાના હોય તો બે લોકોની સલાહ લઈને કરજો. વડીલ વર્ગની તબિયતની ચિંતા વધી જશે. દરરોજ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

The Sun’s rule till 6th October will increase your mental tensions. You will not find success in government-related works. Your health could suddenly go down. You could suffer from high BP. Ensure you get adequate advice before signing any documents. Your concerns for the elderly could increase. Pray the 96th Name, ‘Ya Rayomand, 101 times daily.

Lucky Dates: 19, 20, 21, 24.


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા ચાલશે. અપોઝીટ સેકસનું એટ્રેકશન ખૂબ વધી જશે. તમારા ખર્ચ પર કાબુ નહીં રાકી શકો. જ્યાં ત્રણ બચાવશો ત્યાં ત્રીસનો ખર્ચ થશે. ધનની કમી નહીં આવે. તમે પ્રેમમાં હશો તો સામેવાળા તરફથી સારા સમાચાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Venus’ rule till 17th October will greatly increase the attraction towards the opposite gender. You might not be able to control your expenses. You will end up spending ten time that of what you’ve saved. Even so, there will be no financial shortfalls. Those in love could expect good news from their sweethearts. Pray to Behram Yazad daily.

Lucky Dates: 22, 23, 24, 25.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્રની દિનદશા ચાલુ હોવાથી જ્યાં જશો ત્યાં માન મળશે. તમારા કરેલા કામથી તમારા દુશ્મનને પણ આશ્ર્ચર્ય થશે. ખર્ચનો ખાડો વધી જશે પણ તમને નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. રોકાયેલા નાણા મળવાના ચાન્સ છે. ધણી-ધણીયાણી એકબીજાના મનની વાત સમજી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 19, 20, 21, 24 છે.

Venus’ ongoing rule brings you appreciation everywhere you go. Even your detractors will marvel at your work. Despite an increase in your expenses, there will be no financial strain. You could retrieve your money from your debtors. Couples will be able to read each others’ thoughts. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 20, 21, 24.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા માથાનો બોજો વધી જશે. તબિયતની ખાસ સંભાળ લેજો. રાતના ઉજાગરા વધી જશે. બીજાની સલાહ પર ચાલતા નહીં. અગત્યની વસ્તુની સંભાળ રાખજો. દુશ્મન વધી જશે. ઘરવાળા સાથે ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 19, 22, 23, 25 છે.

Rahu’s ongoing rule will tend to increase your mental stress. Pay special attention to your health. You might tend to keep awake at night. Avoid working on the advice of others. Ensure the safe-keeping of important documents. You could feel an increase in the number of your detractors. Try to have limited conversations with family members. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 19, 22, 23, 25.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા 6 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારા હાથે ચેરીટીના કામો થઈ જશે. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરજો. ઘરવાળાની જરૂરિયાત પૂરી કરતા ઘરમાં શાતિનું વાતાવરણ રહેશે. 25મીથી શરૂ થતી રાહુની દિનદશા 42 દિવસ માટે તમને હેરાન પરેશાન કરી નાખશે. ચાલુ કામમાં મુશ્કેલી આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 23, 24 છે.

With the last 6 days remaining under Jupiter’s rule, you will engage in works of charity. Do help out those in need. Catering to the wants of your family members will help ensure a peaceful atmosphere at your house. Rahu’s rule starting from the 25th September, for the next 42 days, will create havoc for you. It will pose hindrances in your smooth-flowing work. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20, 21, 23, 24.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. તમારા બાળકો પર વધારે ધ્યાન આપશો. બીજાને સમજવાની શક્તિ વધી જશે. તમારા જોબમાં કોઈ મુશ્કેલી આવે તો તમારા સારા કામના લીધે બચી જશો. તંદુરસ્તી સારી રહેશે. રોજના કામ સમય પર પૂરા કરી શકશો. નવા કામ મલવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 22, 25 છે.

Jupiter’s rule till the 25th October makes you pay added attention to your children. Your empathy will increase. Any challenges that come up at your workplace will be sidelined in keeping with your good work. Health will be good. You will be able to complete your daily chores on time. You could get new ventures / job. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 19, 20, 22, 25.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ડોકટર પાછળ ખર્ચ વધી જશે. વડીલ વર્ગ સાથે નાની બાબતમાં મતભેદ થશે. બીજાનું સારૂં કરતા તમારૂં ખરાબ નહીં થાય તેનું ધ્યાન આપજો. સમજ્યા વગર કોઈ બાબતમાં હા પાડતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

With the last week under Saturn’s rule, you will feel great lethargy with Saturn’s descending rule. You could suddenly get unwell. You could end up paying medical bills. There could be arguments with the elderly over petty issues. Ensure that while you help another, it does not end up harming you. Do not agree on any matter until you have thoroughly thought about it. Pray the Moti Haptan Yasht.

Lucky Dates: 21, 22, 23, 24.

Leave a Reply

*