પડોશીની નાની છોકરી શેરીઓમાં દોડાદોડી કરીને રમતી હતી. મારી નજર એણે કાંડા પર પહેરેલા રીસ્ટબેન્ડ સ્ટેપ કાઉન્ટર પર પડી. મેં હસીને પૂછ્યું, અરે તેં કેમ આ બાંધ્યું છે? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જશે!
ડાહી દીકરીએ જવાબ આપ્યો, આ તો મમ્મીનું છે, હું રમવા નીકળું એટલે એ મને પહેરાવી દે, સાંજે પપ્પા આવશે એને બતાવશે કે એ પોતે આજના કેટલા સ્ટેપ્સ ચાલી!
તારી મમ્મી ક્યાં છે?
એ પાણીપુરી ખાવા ગઈ છે, એક્ટિવા લઈને.
***
પરણેલા પુરુષોની તકલીફ તો જુઓ, પોતાની સાથે સાથે ફોનને પણ સાઈલન્ટ રાખવો પડે છે.
Latest posts by PT Reporter (see all)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024