મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
તમારી રાશિના માલિક મંગળના મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજની અંદર ધનલાભની સાથ પ્રમોશન મળવાના પણ ચાન્સ છે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નવા કામ મેળવવામાં સફળ થશો. ઘરવાળાને ખુશ રાખવામાં ભાગદોડ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 14, 15, 18 છે
Venus’ ongoing rule could bring you profits as well as a promotion at your workplace. You will be extremely successful in all your endeavours. You will also be successful in landing new work projects. You will put in effort to keep your family members happy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 14, 15, 18.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી અંગત વ્યક્તિ પણ સાથ સહકાર આપવા તૈયાર નહીં થાય. બચત કરવા જશો ત્યાં ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ થઈ જશે. કોઈપણ બાબતમાં બેદરકાર બનશો તો મોટી મુસીબતમાં ફસાઈ જશો. તમારા કામમાં વધુ ધ્યાન આપજો. જ્યાં સુધી કામ પુરૂં નહીં થાય ત્યાં સુધી કોઈ સાથે પણ વાતચીત કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Rahu’s rule till 4th March could result in losing the support of even those close to you. Despite your attempts to save, you could end up spending ten times over. You need to be very alert and cautious in all areas of life as even the smallest mistake could land you in a huge fix. Ensure that you are very focused in your work and avoid all distractions until your work is completed. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 16, 17, 18, 19.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
21મી ફેબ્રઆરી સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ઘરવાળા સાથે સંબંધ સારા રહેવાથી તમારા કામો વીજળીવેગે પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી મુશ્કેલીભર્યા કામને સહેલાઈથી કરી શકશો. તબિયતમાં સારો સુધારો રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Jupiter’s rule till 21st February will facilitate your being helpful or doing some noble work for others. You will be able to complete your work with lightning speed with the support of your family members. You could be the recipient of an unexpected financial windfall/gains. You will be able to tackle even challenging tasks with ease. Health will show good improvement. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 19.
CANCER | કર્ક: ડ.હ.
તમારા મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મના કામો આનંદથી કરશો. મુસાફરી કરવાના ચાન્સ છે. સગાઓ તરફથી સારા સમાચાર મળશે. ફસાયેલા નાણા પાછા મેળવવા માટે થોડી મહેનત કરવાથી નાણા પાછા મેળવી શકશો. કોઈ મિત્રના મદદગાર બની તેની ભલી દુવા મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 16, 17 છે.
You will be inclined to do religious works under Jupiter’s ongoing rule. Travel is on the cards. You could receive good news from relatives. You will be able to retrieve your stuck funds if you put in a little added effort. You will receive the blessings of a friend for having helped them in their time of need. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 13, 14, 16, 17.
LEO | સિંહ: મ.ટ.
23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમારા માથાનો બોજો જેટલો ઓછો કરવા જેટલો તેટલો વધી જશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. શનિને કારણે ખર્ચ કરવા માટે કોઈ પાસે લોન લેવાનો સમય આવશે તેવા હાલના ગ્રહો છે. કોઈ કામ વિચાર કર્યા વગર કરતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16, છે.
Saturn’s rule till 23rd February could end up increasing your mental tensions, despite your trying to reduce them. Your health could suddenly go downhill. You could end up having to ask for a loan to meet your expenditures. Ensure to think things over very carefully before doing them. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 13, 14, 15, 16.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારે છેલ્લા ચાર દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. નાણાકીય લેતી-દેતી 16મી સુધી પૂરા કરી નાખજો નહીં તો 17મીથી 36 દિવસ માટે શરૂ થતી શનિની દિનદશા તમને દરેક બાબતમાં બેચેન બનાવશે. ખોટા વિચારોમાં ફસાઈ જશો. નાના કામમાં પણ મુશ્કેલી આવશે. સમય પર કામ પૂરા નહીં થવાથી ઉપરીવર્ગ પરેશાન કરશે. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
With the last four days under the rule of Mercury, you are advised to complete all financial transactions related to lending and borrowing by the 16th of February. Saturn’s rule starting from 17th February, will bring in much angst in all areas. You could get wound up in negative thoughts. You will find it challenging to do even small tasks. Your senior colleagues could cause trouble for you as you will find it hard to meet your professional deadlines. Pray the Moti Haptan Yasht along with the Meher Nyaish.
Lucky Dates: 13, 14, 15, 16.
LIBRA | તુલા: ર.ત.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો જ્યાં ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. મુશ્કેલીભર્યા કામ પણ બુધ્ધિ વાપરી સહેલા બનાવી દેશો. ધન બચાવવા કરકસર કરશો. મિત્ર મંડળમાં માન સન્માન મળશે. નાના ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.
Mercury’s ongoing rule makes you focused and keen towards areas that will bring you profits. You will be able to tackle even difficult tasks easily, with the use of your intelligence. You would put in much effort to save money. Friends will shower you with praise and admiration. You will keep receiving small profits. Pray the Meher Nyaish daily.
Lucky Dates:13, 16, 17, 18.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા હોવાને લીધે કોઈપણ જાતની મુસીબતનો સામનો કરવો પડશે. ઘરમાં ભાઈ-બહેન સાથ આપવાની જગ્યાએ તમારી સાથે મતભેદ થશે. ઘરમાં કોઈપણ વસ્તુ વસાવતા નહીં. મગજને શાંત રાખવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.
Mars’ rule till 21st February suggests that you be prepared for all kinds of challenges. There could be fights with siblings as they would not be supportive. Avoid installing any items in the house. To keep your mind peaceful, pray the Tir Yasht daily.
Lucky Dates: 13, 14, 17, 18
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા 10 દિવસ ચંદ્રની દિનદશા ચાલશે. સમય બગડયા વગર અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. ઉતરતી ચંદ્રની દિનદશા તમને તન-મન-ધનથી સુખી કરશે. મનગમતી વ્યક્તિને સામેથી મલવા જશો. ઘરવાળાનો પ્રેમ મળતો રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 15, 16, 17 છે.
With 10 days remaining under the Moon’s rule, you are advised to first complete all important tasks, without wasting any time. The descending rule of the Moon blesses you with mental, physical and financial prosperity. You will arrange to meet a favourite person. You will receive the love of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 13, 15, 16 17.
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી તમને શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. ગામ-પરગામની મુસાફરી કરી શકશો. તમારા કરેલા કામની લોકો કદર કરશે. નવા કામ શરૂ કરવા માગતા હશો તો શરૂ કરી શકશો. થોડીઘણી મહેનત કરવાથી ધનલાભ મેળવવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
The Moon’s rule till 23rd March suggests that you will be able to travel locally and overseas. People will appreciate your works. You will be able to start new ventures. A little added effort will bring you wealth. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates:14, 15, 16, 17.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજથી 20 દિવસની સુર્યની દિનદશા શરૂ થયેલી છે. સરકારી કામમાં ખુબ મુશ્કેલીઓ આવશે. સુર્ય માથાને ખુબ તપાવશે. ગુસ્સામાં કે ઉતાવળીયું કોઈપણ કામ કરવાથી નુકસાની ભોગવવી પડશે. મિત્રો પણ વગર કારણસર તમારાથી દૂર રહેવાની કોશિશ કરશે. વડીલવર્ગની તબિયતની ખાસ સંભાળ લેજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Starting today, the Sun’s rule, over the next 20 days, predicts that you could face difficulties in executing any government-related works. You could end up getting quite hot-headed. Any work done in temper or haste will result in a loss. Friends will avoid you without reason. Ensure to take extra caution of the health of the elderly. Pray the 96th time, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 15, 16, 17, 18.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. ઓપોજીટ સેકસના મદદગાર થઈ તેને મુશ્કેલીમાંથી બહાર કાઢશો. તમારા મનની વાત બીજાને કહેતા મનનો બોજો ઓછો થશે. ઘરમાં મહેમાનની અવરજવર વધી જશે. ઘરમાં નવી વસતુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
Venus’ ongoing rule adds to your inclinations towards fun and entertainment. You will prove to be helpful to members of the opposite gender and get them out of a difficult situation. Speaking out your mind to another will help reduce your mental stress. There could be an increase in the flow of guests at home. You will be able to install new items at home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 14, 15, 16.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024