મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. જે પણ કામ કરશો તે કરવામાં સફળતા મળશે. મિત્ર-મંડળમાં માનઈજ્જત મળતા રહેશે. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. ઘરમાં સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. ચંદ્ર તમારા મનને મજબૂત બનાવશે. ખોવાયેલી વસ્તુ પાછી મળી શકશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 25, 27, 28 છે.
The ongoing Moon’s rule will make your sincere wishes come true. You will be successful in all your endeavours. Your friends will continue to respect and cherish you. You will chance upon a beneficial opportunity through your friends. You could expect a reason to celebrate at home. The Moon reinforces your mental strength. You will recover any lost items. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 23, 25, 27, 28.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હાલમાં સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ખુબ ચેન્જીસ આવી જશે. તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. તેનાથી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. સરકારી કામો તથા બેન્કના કામ ધ્યાનથી કરજો. કોર્ટનું કામ 4થી જૂન પછી કરજો. તમારા અંગત વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરવાના ચાન્સ છે. સુર્યના તાપને ઓછો કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.
The Sun’s ongoing rule makes you change your typical behaviour. You could lose your temper over small matters. Your health could take a toll. Be very careful while working on legal or government related works. You are advised to do any court-related matters post the 4th of June. You could end up getting cheated by those close to you. To placate the heat of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 22, 23, 24, 26.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તમે તમારા મોજશોક પૂરા કરવામાં કોઈ કસર બાકી નહીં રાખો. ધન કમાવવા કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. ઘરવાળાની સંભાળ રાખી તેઓની ભલી દુવાઓ મેળવી શકશો તેનાથી વધુ આનંદમાં આવશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.
શુુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Venus’ rule till 16th June makes you indulge completely in fun and entertainment. Earning money will not be easy. You will receive the blessings of your family members for taking good care of them – this will bring you immense happiness. Financially, things will be on the upswing. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 26, 27, 28.
CANCER | કર્ક: ડ.હ.
14મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ભરપુર સુખ આપશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકાો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. તબિયતમાં સારા સારી રહેશે. બીજાને મદદ કરી શકશો. તમારી પસંદગીની વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.
Venus’ rule, up to 14th July , brings you lots of happiness. You will be able to make purchases for the house. Your financial condition will be good. You could get an opportunity to travel abroad. Health will be good. You will be able to help another. You are advised to speak what’s on your mind with your favourite person. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 24, 25, 27.
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તમારા કામ કરવામાં મુશ્કેલી આવશે. નાણાકીય બાબતમાં ખેંચતાણ થશે. કોઈ પાસે ઉધાર પૈસા લેવાનો સમય આવશે. ધણી કે ધણીયાણીની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. રાહુના દુ:ખને ઓછું કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Rahu’s rule till 4th June will pose challenges in your work. Financial constraints are predicted. You might need to borrow money from others. Your spouse could suddenly fall ill. To reduce Rahu’s negativity, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 26.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજથી રાહુએ તમને પોતાની જાળમાં ફસાવી લીધા છે. તમને જે કામ સહેલા લાગતા હશે તેજ કામ કરવામાં મુશ્કેલી આવશે. આજુબાજુવાળા નાની બાબતમાં પરેશાન કરી મુકશે. તમારા બનાવેલા પ્લાન પર તમે ચાલી નહીં શકો. કામકાજમાં તમારા વાંક વગર તમને બીજાનું સાંભળવું પડશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Rahu’s rule starting today will make even your easy tasks feel difficult to complete. People around you will end up harassing you over petty matters. You will not be able to execute your own plans. At the workplace, you will have to listen to harsh words, despite it note being your fault. Pray the Mah Bokhtar Byaish daily.
Lucky Dates: 24, 25, 27, 28.
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધનની કમી નહીં આવે. અચાનક ધનલાભ મલવાના ચાન્સ છે. કામકાજમાં પ્રમોશન મળી શકે છે. જો તમે નવા કામ શોધતા હશો તો મળી જશે. સગાસંબંધી તરફથી માન ઈજ્જત મળતા રહેશે. તબિયતમાં સારા સારી રહેવાથી કામમાં વધુ ધ્યાન આપી શકશો. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.
Jupiter’s ongoing rule ensures there will be no financial shortage. You could receive a sudden and unexpected windfall. A promotion at the workplace is on the cards. Those seeking a new job, will be successful. You will receive much appreciation and respect from your relatives. You will be able to focus well at work as your health will be good. You will keep your family members happy. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 23, 26, 27.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા બે દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બે દિવસ બને તો ઘરમાં જ પસાર કરી લેજો. કોઈ અગત્યના ડીસીઝન 23મી પછી લેવાનું રાખજો. ખાવાપીવા પર ધ્યાન આપજો નહીં તો શનિ તમારા આખા અઠવાડિયાને બગાડી દેશે. 24મીથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં તમને ઘણા બધા સારા કામ કરવાના ચાન્સ આપશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
With the last two days remaining under the rule of Saturn, you are advised to stay at home during this period. Take any important decisions only after the 23rd of May. Be careful of your diet or you could end up spending the week in recovery. Jupiter’s rule, starting from the 24th of May, for the next 58 days, will provide you umpteen positive opportunities. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht, daily.
Lucky Dates: 24, 25, 26, 27.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે. સાંધાના તથા માથાના દુખાવાથી પરેશાન થતા રહેશો. દવા પાછળ વધુ ખર્ચ થતો રહેશે. ઘરવાળા તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. રોજબરોજના કામ પર સમય પર પહોંચી નહીં શકો. ધન માટે ભાગદોડ કર્યા પછી પણ મહેનત પ્રમાણે પૈસા નહીં મળે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.
Saturn’s rules till 25th June could cause you joint-pains and head-aches. You could end up spending a lot of money for medical reasons. Family members will get upset with you over small matters. You will not be able to reach your workplace in time. Despite all your efforts to earn money, you will not receive an appropriate income. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 25, 28.
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામને પૂરા કરવામાં કોઈની મદદ લેવી નહીં પડે. નાણાકીય બાબતમાં દિમાગનો ઉપયોગ કરી ધન કમાઈ લેશો. થોડા વધુ નાણા કમાઈ શકશો. બીજાને સમજાવી સીધો રસ્તો બતાવી શકશો. લાંબા સમયનું રોકાણ કરવાથી મોટા ફાયદામાં રહેશો. મિત્રોના મદદગાર બની શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.
Mercury’s ongoing rule will ensure that you will not need anyone else’s help in completing your works. You will be able to use your intelligence and make good money. You will be able to earn extra income. Your advice will help another to choose the right path. You will benefit greatly with long-term investments. You will be able to help your friends. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 23, 26, 27.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે 20મી જુલાઈ સુધીમાં જે પણ કમાશો તેમા થોડી કરકસર કરવાનું શરૂ કરજો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કામ કરશો તેમાં દિમાગ વાપરી આગળ વધવામાં સફળ થશો. કામકાજની જગ્યાએ માન પાન સાથે પ્રમોશન મલવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.
Mercury’s rule starting today till the 20th July, suggests that you apply a frugal approach towards spending your earnings. Financially, things will continue to improve. You will be able to get ahead in all your endeavours by using your intelligence. In addition to receiving appreciation at your workplace, you could also expect a promotion. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 23, 25, 28.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજ અને કાલનો દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. 24મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારા શાંત મનને અશાંત કરી નાખશે. નાની બાબતમાં ગુસ્સો આવશે. સ્વભાવ ચીડીયો થઈ જશે. મંગળને કારણે ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડશે. આજથી દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 28 છે.
The Moon’s rule ends after tomorrow. You will be able to cater to the wants of your family members. Mars’ rule staring 24th May, for the next 28 days, will bring chaos to your calm temperament. You will get angry over small matters and become irritable. Squabbles with family members over small matters could take place. Starting today, pray the Tir Yasht daily.
Lucky Dates: 24, 25, 26, 28.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025