મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. નાની બાબતમાં ખુબ ગરમ થઈ જશો. નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવશે. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં આળસ કરતા નહીં. ભાઈબહેન સાથે મતભેદ થશે. આજથી ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Mars’ rule starting today could make you very hot-headed over smallest matters. You will find it difficult completing even simple tasks. Those suffering from high BP should ensure to take their medication. Squabbles amongst siblings could take place. Starting today, pray the Tir Yasht daily.
Lucky Dates: 27, 28, 29, 30
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
23મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા દરેક કામો શાંતિથી પૂરા કરી શકશો. તમારા કામ પૂરા કર્યા પછી બીજાને મદદ પણ કરશો. ઘરમાં તથા બહાર ખુબ માન મળશે. મનગમતી વ્યક્તિને મળવાથી આનંદમાં આવી જશો. ધનની ચિંતા નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 01, 02 છે.
The Moon’s rule till 23rd July will enable you to complete every task of yours, calmly. You will also be able to help others after completing your tasks. You will receive much admiration in the house as well as outside. Meeting with a favourite person will bring you great joy. There will be no financial constraints. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 27, 28, 01, 02
GEMINI | મિથુન: ક.છ.ઘ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાનો બોજો ખુબ વધી જશે. ઉતાવળ કરીને ખોટા ડીસીઝન લેશો. બેન્કના કામો સંભાળીને કરજો. સુર્ય તમારી તબિયતને અચાનક બગાડી દેશે. તમે માથાના દુખાવાથી તથા તાવ શરીદીથી પરેશાન થશો. ખાવા પીવા પર ધ્યાન આપજો. સુર્યના તાપને ઓછો કરવા ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનંતી તા. 27, 29, 30, 01 છે.
The ongoing Sun’s rule could increase your mental pressures. You could end up taking wrong decisions in a haste. Be very careful in your banking work. The Sun’s rule could cause a sudden decline in your health. You could suffer from headaches, fever or cold. Pay attention to your diet. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 27, 29, 30, 01
CANCER | કર્ક: ડ.હ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસ તરફથી ભરપુર સાથ સહકાર મળશે. મોજશોખ પાછળ ખર્ચ કરવામાં કરકસર નહીં કરો. ઘરમાં બાળકોની ડીમાન્ડ પૂરી કરી તેમને આનંદમાં લાવી દેશો. ઓછું કામ કરીને વધુ ધન કમાઈ લેશો. નાણાકીય ખેંચતાણ નહીં આવે. ખર્ચની સાથે આવક મેળવી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Venus’ ongoing rule brings you ample support from the opposite gender. You would go all out to spend on fun and entertainment. You will be able to cater to the wants of the children at home and make them very happy. You will be able to earn a more income while not putting in as much effort. Financial stability is indicated. You will be able to earn as much as you spend. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 28, 29
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. તમારા કામમાં સંતોષ મળીને રહેશે. બીજાની મદદ લીધા વગર તમારા મુશ્કેલીભર્યા કામ જલદીથી પૂરા કરી શકશો. રીસાયેલા મિત્ર કે પ્રેમીકાને મનાવી લેશો. થોડી ભાગદોડ કરી તમારા કામ પૂરા કરવામાં સફળતા મળશે. કામમાં ફાયદો મળશે. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Venus’ rule till 16th August brings you a lot of job satisfaction. You will be able to handle all your challenges without anyone’s help. You will be able to win over a friend or sweetheart who is upset with you. With a little effort, you will be successful in completing all your tasks. Your work will earn profits. Pray to Behram Yazad daily.
Lucky Dates: 27, 28, 29, 30
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં પરેશાન થશો. બીજાું ભલું કરવા જતા તમારૂં ખરાબ થશે. ધનનો ખર્ચ ખૂબ વધી જશે. એકનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રણ ગણો ખર્ચ થઈ જશે. ઘરવાળા તમારી વાત નહીં માને. તમારી સલાહ બીજાને કડવી લાગશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 01 છે
Rahu’s rule till 5th July will get you upset over petty matters. Trying to help others could land you in trouble. Expenses could soar; you might end up spending thrice as much! Family members will not be receptive to your view-points. Your advice could offend others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 29, 30, 01
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા કામ સમય પર પૂરા નહીં કરી શકશો. તમારૂં ધ્યાન એક જગ્યા પર નહીં રહે. તમારી અંગત વ્યક્તિ તમને પરેશાન કરશે. હાલમાં ઘરવાળા અને સગાઓ સાથે બોલવાનું ઓછું કરજો. નાણાકીય મુશ્કેલી આવશે. રાહુનું નિવારણ કરવા દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.
Rahu’s rule till 6th August will not allow you to complete your work in time. You will not be able to focus on one thing at a time. You will feel harassed by a close person. Try to speak minimally with family members and relatives. You could face financial challenges. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 29, 30, 01
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. તમારા સગાઓને મદદ કરી શકશો. ગામ પરગામથી મહેમાન આવવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં ધનલાભ થતા રહેશે. જે પણ કામ કરશો તેમાં સાથે કામ કરનારની મદદ મળતા કામ જલ્દી પૂરૂં કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 02 છે.
Jupiter’s ongoing rule will have you doing a good deed for another. You will be able to help your relatives. You could be receiving visitors from abroad. Financially, you will continue to do well. You will be able to complete your tasks faster if you take the help of your fellow-workers. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 27, 28, 02
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજથી તમને ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. 24મી ઓગસ્ટ સુધી તમારા અટકેલા કામ પુરા કરવામાં સફળ થશો. નાણાકીય ખેંચતાણમાંથી બહાર આવી શકશો. નવા કામની શરૂઆત કરી શકશો. આજથી થોડી કરકસર કરવાનું શરૂ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 29, 30 છે.
Jupiter’s rule starting today till the 24th August, helps you to restart and complete your stalled projects. You will rise out of financial difficulties. You will be able to start new ventures. Starting today, try putting in more effort towards work. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 28, 29, 30
CAPRICORN | મકર: ખ.જ.
તમને શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ કરવામાં કંટાળો આવશે. કામ કરવામાં થાક લાગશે. ઘરમાં કોઈ ઈલેકટ્રીક કે લોખંડની વસ્તુ લેતા નહીં. શનિ તમારી તબિયતને અચાનક બગાડી નાખશેે. અગત્યના કામો નહીં કરી શકો. નહીં કરવાના કામ પાછળ સમય ખરાબ કરશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 01, 02 છે.
Saturn’s ongoing rule could make you feel lethargic in doing work. You could also get tired. Avoid purchasing any electric or iron objects for the house. Your health could suddenly deteriorate. You might not be able to do important works and could end up wasting time over futile tasks. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 29, 30, 01, 02
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે. તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ સહેલા બનાવશો. નાણાકીય બાબતમાં જે પણ કમાશો તે બચાવી શકશો. નોકરી કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 03, 04 છે.
Mercury’s rule till 20th July helps you to solve difficult issues with your intelligence. You will be able to save money from your income. Those who are employed could be up for a promotion. Friends will be supportive. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 03, 04
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી જૂનથી બુધની દિનદશા શરૂ થયેલી છે. 20મી ઓગસ્ટ સુધી તમારા દરેક કામમાં સફળતા મળીને રહેશે. લેતી-દેતીના કામો કરવાથી ફાયદામાં રહેશો. તમારા મનની વાત બીજાને સમજાવી શકશો. ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 29, 01, 02 છે.
Mercury’s rule has started and will last till 23rd June. By the 20th of August you would have tasted success in every endeavour you choose. Transactions involving lending and borrowing will prove profitable. You will be able to explain your thoughts to others. You will employ your funds in good places. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 29, 01, 02
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024