મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
20મી સપ્ટેમ્બર સુધી બને તો તમારા હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. નાણાકીય લેતીદેતીમાં મુશ્કેલી નહીં આવે. તમે કોઈને ઉધાર આપેલા નાણા પાછા મેળવવામાં સફળ થશો. તમે જે પણ પ્લાન બનાવશો ભવિષ્યમાં તેનાથી તમને ફાયદો થશે. બને તો થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ભણજો.
શુકનવંતી તા.12, 15, 16, 17 છે.
Try and get all your accounting related work done by 20th September. There should not be any difficulty in executing financial transactions. You will be successful in retrieving your money that you had lent to others. The plans that you make today will prove beneficial to you in the future. Ensure to invest a part of your income. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 15, 16, 17.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારા રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી તમે બીજાનું દિલ જીતી લેશો. તમારા ફાયદાની વાત પર તમારૂં ધ્યાન પહેલા જશે. કંઈક નવું કરી શકશો. બુધની કૃપાથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. નોકરી કરતા હશો તો ધનલાભ થવાના ચાન્સ છે. નવા કામમાં સફળતા મલશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે.
શુકનવંતી તા.11, 12, 13, 14 છે.
Mercury’s ongoing rule helps you win over people around you. You will naturally be inclined towards projects which will bring you profits. You will be able to start a new venture. Mercury’s blessings will bring you good news which gives you joy. Those who are employed will receive financial benefits. You will be successful in new projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 12, 13, 14.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
24મી સપ્ટેમ્બર સુધી તમને તમારા પોતાના અંગત વ્યક્તિ પણ સાથ સહકાર નહીં આપે. જો કોઈની મદદ લેવા જશો તો તે વ્યક્તિ પોતાના દુ:ખ બતાવી તમને પરેશાન કરી નાખશે. મંગળને કારણે નાનું એકસીડન્ટ થવાના ચાન્સ છે. તબિયતની ખાસ સંભાળ રાખજો. હાઈપ્રેશર તથા માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા.12, 15, 16, 17 છે.
Even those close to you might not be supportive towards you till the 24th of September. Should you try and seek help from others, they will instead end up pestering you with their problems. The influence of Mars could result in a potential minor accident. Take special care of your health – you could suffer from high blood pressure or headaches. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 12, 15, 16, 17.
CANCER | કર્ક: ડ.હ.
26મી પહેલા મનને શાંત રાખીને કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. તમારા ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો મળશે. મિત્રોની મદદ લેવા સંકોચ કરતા નહીં. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા.11, 13, 14, 16 છે.
Working with a cool mind will ensure that there are no difficulties you will face, before the 26th of September. You are advised to speak what’s on your mind with the concerned person. You will receive good news from overseas. Your investments will bear profits. Do not hesitate to ask your friends for help. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 11, 13, 14, 16 .
LEO | સિંહ: મ.ટ.
તમારી રાશિના માલિક સુર્યના પરમ મિત્ર ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. ચંદ્ર તમારા મગજને શાંત અને શીતળ બનાવશે. જે પણ ડીસીઝન લેશો તેના પર દસ વાર વિચાર કરજો. ગામ પરગામ જવાના ચાન્સ મલશે. કોઈ સારા સમાચાર મલશે. રોજના કામો પુરા કરવામાં મુશ્કેલી નહીં આવે. ઘરવાળાની નારાજગી દૂર કરી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 11, 14, 15, 17 છે.
The onset of the Moon’s rule helps cool down your mind, bringing peace. You are advised to thoroughly think through any decisions you make. You will have opportunities to go abroad. Good news is on the horizon. You will be able to do your daily chores with ease. You will be able to placate upset family members. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 11, 14, 15, 17.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
16મી સુધી શુક્રની દિનદશા ચાલશે. પહેલા પાંચ દિવસમાં અપોજીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. અઠવાડિયાના છેલ્લા બે દિવસમાં ડિપ્રેશમાં આવી જશો. 16મીથી 20 દિવસ સુર્યની દિનદશા સરકારી કામમાં હેરાન કરશે. ઉતરતી શુક્રની દિનદશા ઘરવાળાને આનંદમાં રાખશે. અગત્યની ચીજ વસ્તુ પહેલા લઈ લેજો. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11,12, 13, 14 છે.
Venus’ rule till 16th September advises you to cater to the wants of the opposite gender, over the next five days. You could end up feeling depressed over the last two days of the week. The Sun’s rule, starting from the 16th of September, for the next 20 days, might cause challenges in government related works. The descending rule of Venus will cause much happiness to family members. Ensure to purchase any crucial items. Pray the Behram Yazad, along with praying the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 11,12, 13, 14.
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. ગામ પરગામથી મનને આનંદ થાય તેવા સમચાર મલો.જે પણ કામ કરતા હશો ત્યાં સાથેકામ કરનાર મદદગાર થઈને રહેશે.ખર્ચ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. જ્યાં ત્રણનો ખર્ચ કરશો ત્યાં પાંચ તો મળી રહેશે. નવી ચીજ વસ્તુ વસાવી શકશો. નવા કામ મેળવી શકશો. તમે પણ દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 12, 15, 16, 17 છે.
Venus’ ongoing rule will ensure to realize your sincere wishes. You will receive good news from abroad which will bring you great happiness. You will find colleagues to be of great help at whichever place you have to work. Despite an increase in your expenses, there will be not financial constraints. You will end up earning much more than you spend. You will be able to make new purchases. You will find new work projects. . Pray to Behram Yazad daily.
Lucky Dates: 12 ,15, 16, 17.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને લાંબા સમય સુધી મોજશોખ આપનાર શુક્રની દિનદશાચાલુ હોવાથી તમારા અટકેલા કામને પુરા કરવા માટે મુશ્કેલી નહીં આવે.તમારા મિત્રો તરફથી માન પાન મલશે. અપોઝીટ સેકસની મદદ મળી જશે. રીસાયેલી પ્રમી કેપ્રમીકાના મનાવી લેવામાં કોઈની મદદ મળી જશે. નાની મુસાપરી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 11, 13, 14, 16 છે.
The long-standing, ongoing rule of Venus, will make it easy for you to restart any stalled projects. You will receive much appreciation and respect from your friends. Member of the opposite gender will prove helpful. You will get the help of someone to win over your sweetheart who is upset with you. You will be able to travel short trips. Pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 13, 14, 16.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં નાખશેે. ખાવા પીવા પર ધ્યાન આપજો. પૈસામાટેજેટલી ભાગદોડ કરશોતેટલું જ ધન તમારાથી દૂર જશે. રાહુ તમને ખોટા વિચારોમાં ફસાવશે. ધણી ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા.14, 15, 16, 17 છે.
Rahu’s rule till 6th October suggests that you take special care of your health. Even a small mistake will land you in big trouble. Pay attention to your diet. The more effort you put in to earn money, the more it will evade you. Rahu will fog your mind with wrong thoughts. Squabbles between couples is indicated. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 14, 15, 16, 17.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લા બે અઠવાડિયા ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બને એટલી વધુ બચત કરજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળાને જોઈતી ચીજ અપાવી દેજો. ગુરૂની કૃપાથી બીજાના મદદગાર બનશો. વડીલવર્ગની સેવા કરવાથી વધુ આનંદમાં આવશો. કામકાજમાં ધનલાભ મળશે.દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.
Jupiter rules you for two more weeks, so ensure to save up as much as you can. Ensure to make investments. Purchase things that your family members want. Jupiter’s influence makes you helpful towards others. By serving the elderly, you will feel great joy mentally. Work will yield profits. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 12, 13, 16.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે બીજાના સાચા સલાહકાર બની શકશો. તમારૂં કામ કરવામાં તમને આનંદ મલશે. સાથેકામ કરનાર સાથીદારને મદદ કરી શકશો. ધન માટે તમને કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Jupiter’s ongoing rule makes you a sincere advisor to others. You will feel content doing your work. You will be able to help your colleagues. You will not need to ask anyone for financial help. You will continue to receive anonymous help. You will be successful in making purchases for the house. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 14, 15, 16, 17.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
26મી સુધી શનિની દિનદશા ચાલશે તમને તમારી જાત પર વિશ્ર્વાસ નહીં રહે. દરેક બાબતમાં નેગેટીવ વિચાર આવશે. માથાના તથા સાંધાના દુખાવાથી પરેશાન થશો. તમારી સાથે કામ કરનાર તમારી નાની ભુલ મોટી ભુલ બનાવી તમને પરેશાન કરશે. નાણાકીય લેતી દેતીમાં ધ્યાન આપજો.શનિની પીડા ઓછી કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.
Saturn’s rule till 26th September will make you doubt yourself. Your mind will be filled with negative thoughts. You could suffer from headaches or joint pains. Your colleagues will blow up your smallest mistakes into huge problems and trouble you. Be very careful about monetary transactions. To placacte Saturn, pray the Moti Haptan Yasht.
Lucky Dates: 11, 12, 13, 15.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025