મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
પહેલા બે દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હીસાબી લેતી-દેતીના કામ બે દિવસમાં પુરા કરી લેજો. 20મીથી 36 દિવસ માટે શરૂ થતી શનિની દિનદશા તમને ચારે બાજુથી પરેશાન કરશે.ઘરવાળા તમને માન સન્માન નહીં આપે. તેનું દુ:ખ લાગશે.આજથી ‘મહેરની આએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા.18, 19, 20, 21 છે.
You have two days remaining under Mercury’s rule. Ensure to complete all your pending monetary transactions within this period. Saturn’s rule, starting 20th September, for the next 36 days, will have your cornered with difficulties. You could end up feeling hurt about the lack of respect shown to you by family members. Starting today, pray the Moti Haptan Yasht, along with the Meher Nyaish.
Lucky Dates: 18, 19, 20, 21
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે દરેક કામમાં આગળ વધશો. પૈસા બચાવવામાં સફળ થશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નોકરી કરતા હશો તો નાણાકીય ફાયદો થશે. તમારા કામ સમય પર પૂરા કરી ઉપરીવર્ગનું દિલ જીતી લેશો. નાણાકીય ફાયદો થાય તેવા કામ કરી શકશો. તબિયતમાં સુધારો આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
Mercury’s ongoing rule will help you achieve greater heights in all your endeavours. You will be able to save money. Ensure to make investments. Those who are employed will receive monetary benefits. By respecting your work deadlines, you will win over the favour of your seniors at work. Your endeavours will yield financial profits. Your health will show improvement. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 18, 20, 21, 22
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. જે પણ ધારશો તેનાથી ઉલટુ કામ થશે. અંગત વ્યક્તિને સલાહ આપશો તો તમારી વાત તેને ખરાબ લાગશે. તમારી વાત સાંભળી તમારા પર ગુસ્સે થઈ જાય તેવા હાલના ગ્રહ છે. તાવ અને માથાના દુખાવાથી પરેશાન થશો. ઘરમાં ખોટા ખર્ચા વધી જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
This is the last week under Mars’ rule. Things will end up turning out the other way, as compared to what you expected. Your sincere advice given to someone close could end up offending them. They could also end up fighting with you because of it. You could suffer from fever and headache. There could be an increase in unnecessary house expenses. Pray the Tir Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 23
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા 10 દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુઓ પહેલા લઈ લેજો. ઉતરતી ચંદ્રની દિનદશા મનને આનંદ મળે તેવા સમાચાર અપાવશે. રોજ બરોજના કામ સમય પર કરી શકશો. જૂના રોકાણમાંથી ફાયદો મેળવશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Ten days remain under the Moon’s rule. You are advised to first make any needed purchases for the house. The descending rule of the Moon will bring in news which will make you happy. You will be able to do your daily chores on time. Your old investments will yield profits. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 19, 20, 21, 22
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 26મી ઓકટોબર સુધી ગામ – પરગામ જવાના ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી તમારા કામો પ્લાન કરીને જ કરજો. નાનુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. કોઈની ભલાઈનું કામ કરજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
The ongoing Moon’s rule, up to 26th October, will present you many opportunities to travel abroad. With the grace of the Moon, you are advised to first make plans before implementing any work. Ensure to make at least small investments. Spats between couples will reduce. Ensure to help others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 19, 20, 21, 22
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
માથાને તપાવે તેવા સર્યુની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી ઓકટોબર સુધી સરકારી કામ કરવામાં સફળતા નહીં મળે. બપોરના સમયે કામ કરવાનો ખુબ કંટાળો આવશે. ઘરમાં વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમને જો પ્રેશર હોય તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.
The ongoing Sun’s rule till 6th October makes it tough to be successful in government related works. The afternoons could make you rather lethargic. The health of the elderly at home could suddenly decline. Those suffering from Blood Pressure are advised to get medical consultation if needed. Even a small mistake could land you in big trouble. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 18, 22, 23, 24
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી નોકરી કરનાર વ્યક્તિને પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા દરેક કામમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ધણી-ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Venus’ ongoing rule brings in the possibility of promotions for those who are employed. You will receive success in all you do. There will be no financial strain. You could be on the receiving end of a sudden financial windfall. Love between couples will blossom. You could get good news from your better half. Pray to Behram Yazad daily.
Lucky Dates: 19, 20, 21, 22
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. અપોઝીટ સેકસ તરફથી સારો સહકાર મળશે.શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ કરવામાં કોઈ કસર નહીં કરો. દરેક કામ કરવામાં સફળતા મળશે. મનગમતી વ્યક્તિને મળવાથી આનંદ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.
Venus’ rule till 16th November brings you great support from the opposite gender. Under Venus’ influence, you will go all out on your spendings. Every endeavour of yours will achieve success. Meeting with a favourite person will bring you much joy. Pray to Behram Yazad daily.
Lucky Dates: 18, 19, 23, 24
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડી ગયેલ હશે. રાહુ તમને ખોટા અને નેગેટીવ વિચારવાળા બનાવી દેશે. નાણાકીય બાબતમાં ખૂબ ખેંચતાણ રહેશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. આવક ઓછી થવાથી ચિંતામાં રહેશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
Rahu’s rule till 6th October could take away your sleep and appetite. Under Rahu’s influence, your mind will be filled with wrong and negative thoughts. Financially, things will get challenging. Expenses will be on the rise. The decrease in your income could stress you out. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 18, 20, 21, 22
CAPRICORN | મકર: ખ.જ.
24મી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામો તમે ખુબ સારી રીતે કરી શકશો. જે પણ કમાશો તે ધનનો ઉપયોગ સારી રીતે કરી શકશો. ઘરવાળા સાથે સારા સારી રાખજો તમારા ખરાબ સમયમાં તેઓજ તમને મદદ કરશે. ઉતરતી ગુરૂની દિનદશા વધુ લાભ આપશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
Jupiter’s rule till the 24th of September helps you execute all your work projects very efficiently. You will wisely employ your earnings. Keep cordial relations with your family members as they are the ones who will be there for you during your bad times. Jupiter’s descending rule will leave you with lots of prosperity. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 19, 20, 23, 24
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી બીજાના મદદગાર બની તેની ભલી દુવા મેળવવામાં સફળ થશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ગુરૂની કૃપાથી આનંદમાં રહેશો સાથે સાથે ઘરવાળાને પણ આનંદમાં રાખશો. મિત્રોનો સાથ મેળવશો. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
Jupiter’s ongoing rule will have you inclined towards helping others and in return gaining their good wishes and blessings. You will rise out of any tough financial situations. With the grace of Jupiter, you will stay happy and keep your family members happy too. Friends will be supportive. Ensure to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 18, 20, 21, 22
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લા 10 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તબિયતની ખાસ સંભાળ લેજો. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં નાખી દેશે. હાલમાં તમે સાંધાના તથા માથાના દુખાવાથી પરેશાન થશો. તમારા હાથની નીચે કામ કરનાર તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. ધન ખર્ચ કરીને પણ તમને શાંતિ નહીં મળે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 21, 23, 24 છે.
You have 10 days remaining under Saturn’s rule. Ensure to take special care of your health. Even a small mistake you make will land you in a difficult predicament. You could suffer from headaches or joint-pains. Your junior colleagues will cause a lot of harassment to you. Even spending on things you like will not bring you peace of mind. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 19, 21, 23, 24
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024