મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમને નાના કામ પુરા કરવામાં મોટી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. જ્યાંથી પૈસા મળવાની આશા હશે તે આશા પર પાણી ફરી વળશે. જે કામ નહીં કરવાના હોય તેવા કામ માટે સમય ખરાબ કરશો. આવકના ઠેકાણા નહીં રહે. જાવક વધવાથી પરેશાન થશો. શનિનું નિવારણ કરવા માટે દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
Saturn’s rule, which will extend till 27th October, makes it very challenging to you to accomplish even your smaller tasks. Your sure-shot expectations as regards receipt of funds from a certain place, will result in disappointment. You could end up wasting time on unnecessary pursuits. With no guarantee of income, your expenditures will have you feeling stressed. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 25, 26, 29, 30.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારી રાશિના માલીક શુક્રના પરમ મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી સોશીયલ કામો ખુબ સારી રીતે કરી શકશો. મિત્રો પાસે તમારૂં માન વધી જાય તેવા કામ કરશો. જે પણ કમાશો તેમાંથી બચત પહેલા કરશો સાથે ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મુશ્કેલી ભર્યાકામ સહેલાઈથી કરી શકશો. બુધની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 01 છે.
Mercury’s ongoing rule enables you to perform your social obligations with ease. Your endeavrours will bring you added respect in your friend circle. Ensure to save some money from your earnings and invest the same. You will be able to accomplish even your challenging tasks easily. To gain the blessings of Mercury, pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 30, 01.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી ઓછી મહેનત કરી વધુ ધન કમાવવામાં સફળ થશો. સાથેકામ કરનારના સાથથી તમારા કામને જલદી પુરા કરી શકશો. ગામ-પરગામથી કોઈ સારા સમાચાર મલવાના ચાન્સ છે. હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. સરકારી કામથી ફાયદો થવાના ચાન્સ છે. ધનને સારી જગ્યાએ ખર્ચ કરી શકશો. દરરોજ ‘મહેર ની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.
Under Mercury’s rule you will be successful in earning more than the effort you put in. The help of your colleagues will result in getting your work done in good time. You could receive good news from abroad. Ensure to complete any pending financial transactions. You will gain from government related endeavours. You will be able to gainfully employ your funds. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 28, 29.
CANCER | કર્ક: ડ.હ.
કાલથી મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મગજનો કંટ્રોલ ગુમાવી દેશો. આજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. ઘરમાં મહેમાન આવવાના ચાન્સ છે. કાલથી 28 દિવસ માટે દુશ્મનો તમને પરેશાન કરી મુકશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લઈ નહીં શકો. મિત્રોથી દૂર ભાગશો. આજથી ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 29, 30, 01 છે.
Mars’ rule starting tomorrow will make it difficult for you to control your mind. Spend today in peace. You could expect visitors. Starting tomorrow, for the next 28 days, your detractors will cause you a lot of harassment. You will not be able to install necessary house equipment. You will tend to keep your friends at bay. Starting today, pray the Tir Yasht daily.
Lucky Dates: 25, 29, 30, 01.
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી મેમ્બરની ઈચ્છાઓ પુરી કરવામાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી જે પણ ડીસીજન લેશો તે સમજી વિચારીને લેશો. ફેમીલીની વ્યક્તિ સાથે થયેલા મતભેદ દૂર કરી શકશો. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
The ongoing Moon’s rule enables you to fulfil the desires and wants of your family members. You will be able to make well thought out decisions, under the lunar influence. You will be able to resolve any family disputes. You will be of help to another. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 27, 28, 29, 30.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
6ઠ્ઠી ઓકટોબર સુધી સુર્યની દિનદશા ચાલશે. સરકારી મુસીબતમાં ઘેરાઈ જવાના ચાન્સ છે.તમને મદદ કરનાર વ્યક્તિ તમારી સામે નહીં આવે. કોઈ વ્યક્તિ તમારા મગજને ફેરવી નાખે તેવી વાત કરશે. તાવ, માથાના દુખાવાથી પરેશાન થશો. હાઈ પ્રેશર હોય તો ડોકટર પાસે અવશ્ય જજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 30, 01 છે.
The Sun’s rule till 6th October could land you in trouble in government-related matters. Those who could help you will try and stay away from you. You could end up changing your mind under the influence of another’s talks. You could suffer from fever or headaches. Those with high Blood Pressure are advised to seek medical help if needed. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 25, 26, 30, 01.
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા માથા પરનો બોજો પહેલા ઉતારી લેજો. તમારા કામ પૂરા કર્યા પછી બીજાને મદદ કરી શકશો. મોજશોખ પાછળ ખર્ચ કરશો. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહીં. નવા કામની શરૂઆત 17મી પહેલા કરી લેજો. અપોજીટ સેકસનો સાથ મલશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Venus’ rule, which extends till 17th October, suggests that you break away from any mental tensions. First take care of your own needs before jumping in to help others. You could end up spending on fun and entertainment. Do not forget to make investments. Ensure to start any new ventures before the 17th of October. The opposite gender will be supportive. Pray to Behram Yazad daily.
Lucky Dates: 27, 28, 29, 30.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમારા મોજશોખ પુરા થાય તેવા શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતમાં છૂટછાટ મલશે. એકસ્ટ્રા ધન કમાઈ શકશો. અપોઝીટ સેકસ સાથેના સબંધમાં સુધારો થતો જશે. શુક્રની કૃપાથી સામેવાળાની મજબૂરી કે મનની વાત સમજી શકશો. બાળકો તરફથી આનંદના સમાચાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.
The ongoing rule of Venus makes it possible to spend well. You will be able to earn extra income. There will be a marked improvement in relations with the opposite gender. With the blessings of Venus, you will be able to understand the vulnerability of others and their state of mind. Children will bring in good news. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 26, 28, 29.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે રાહુ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. જે કામ તમને સીધા લાગતા હશે તે મુશ્કેલીમાં મુકશે. તમારા દુશ્મન તમારી પીઠ પાછળ તમને પરેશાન કરશે. નાણાકીય બાબતનો ખર્ચ વધારે થતા તમે પરેશાન થશો. બીજાના મદદગાર બનતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.
Rahu’s rule till 6th October will have you feeling harassed in all areas of life. Even the straight and simple could land you in trouble. Your detractors will connive behind your back to hassle you. The increase in financial spending will have you worried. Avoid trying to help others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 25, 26, 28, 29.
CAPRICORN | મકર: ખ.જ.
આજથી રાહુએ તમને પોતાની સોનાની જાળમાં ફસાવી દીધા છે. તેથી 6ઠ્ઠી નવેમ્બર સુધી તમારા વિચારોમાં ચેન્જીસ આવતા રહેશે. નેગેટીવ વિચારોથી ઘેરાયેલા રહેશો. તમારા આજુબાજુવાળા નાની બાબતમાં તમને ઈરીટેટ કરી નાખશે. ખોટા ખર્ચાઓથી વધુ પરેશાન થશો. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં નાખી દેશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 01 છે.
Starting today, you will be stuck in Rahu’s clutches till 6th November, causing you a lot of changes in the way you think. Your mind will be full of negative thoughts. Those close to you will irritate you over petty matters. Unnecessary expenses will cause you much worry. A small mistake of yours could land you in big trouble. A favourite person will get upset with you over a small matter. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 27, 28, 30, 01.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે બીજાના મદદગાર બની શકશો.તમને ધનની કમી નહીં આવે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન ઈજ્જત વધી જશે. તમારા લેણાના પૈસા માટે થોડી ભાગદોડ કરતા પૈસા મેળવી શકશો. ધર્મના કામો કરવાથી મનને આનંદ મળશે. ફેમીલી મેમ્બરનો સાથ સહકાર મળશે. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 29 છે.
Jupiter’s rule till 25th October makes you helpful to another. There will be no financial shortage. You will receive added respect and appreciation at your workplace. A little extra effort will make it possible for you to retrieve the money you have lent to others. Doing religious works will bring you much peace. Family members will be supportive. Ensure to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 27, 29.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમારે આજનો દિવસ જ મુશ્કેલીમાં પસાર કરવાનો બાકી છે. ઘરવાળા સાથે હસી ખુશીમાં દિવસ પસાર કરી લેજો. કાલથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમને તમારા જીવનમાં ભરપુર સુખ શાંતિ આપશે. રોકાયેલા કામને પુરા કરવામ માટે સીધો રસ્તો મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવા કામ મેળવવામાં સફળ થશો. આજે ‘મોટી હપ્તન યશ્ત’ અને કાલથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.
This is your last day of difficulty. Try to spend it with you family in a cordial manner. Starting tomorrow, for the next 70 days, Venus’ rule brings you lots of happiness and peace. You will find an easy resolution for stalled projects. Financial conditions will improve well. You will be successful in bagging new projects. Pray the Moti Haptan Yasht today, and from tomorrow pray to Behram Yazad daily.
Lucky Dates: 28, 29, 30, 01.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024