મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
પહેલાં 4 દિવસ જ શનિની દીનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઉતરતી શનિની દીનદશા તમારી તબીયતને બગાડી જશે. 26મી સુધી નાની બાબતમાં બેદરકાર રહેતા નહીં. 27મીથી ગુરુની દિનદશા તમારા રોકાયેલા કામને ફરી ચાલુ કરવા માટેનો રસ્તો બતાવશે. નાણાકીય છુટછાટ સારી થતી જશે. અધૂરા કામ 27મીથી ફરી ચાલુ કરજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.
With the last 4 days remaining under the rule of Saturn, you need to be careful for your health as the Saturn’s descending phase could prove risky. Do not be careless about anything till October 26th. Jupiter’s rule, starting 27th October will help you restart any stalled projects. Financially, things will start improving. Start any unfinished works only post October 27th. Pray the Moti Haptan Yasht.
Lucky Dates: 23, 27, 28, 29.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શનિની દીનદશા ચાલુ થવાની હોવાથી તમારા વિચારો સ્ટેબલ નહીં રહે. તમે લીધેલા ડીસીજન તમોને પરેશાન કરી મુકશે. જ્યાબી કામ કરતા હશો ત્યાં તમારા ઉપરીવર્ગ તમોને નાની-નાની બાબતમાં પરેશાન કરી મુકશે. કરકસર કરીને ધન બચાવેલું હશે તે એક ઝટકામાં વપરાઈ જશે. શેર-સટ્ટાના કામોથી દૂર રહેજો. હાલમાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 29 છે.
Saturn’s ongoing rule makes your thoughts unstable. You will get worried about the decisions you have taken. Your senior colleagues will cause you much hassle over small things, at the workplace. You could end up losing your savings in one go. Stay away from dabbling in shares markets. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 24, 25, 26 29.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી તમારી રાશીના માલિક બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે જેબી કમાતા હશો તેમાંથી થોડી ઘણી રકમ બચાવી શકશો. પાક પરવર દેગારની કૃપાથી બચાવેલી રકમને સારી જગ્યાએ ઇનવેસ્ટ કરી શકશો. નાનું પ્રમોશન કે ધનલાભ થવાના ચાન્સ છે. બીજાને મદદગાર બનશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 25, 27, 28 છે.
Mercury’s rule till 20th November will help you save a little money from your earnings. With divine blessings, you will be able to invest your savings profitably. A small promotion or some benefits are indicated. You will be able to help others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 23, 25, 27, 28.
CANCER | કર્ક: ડ.હ.
આજ અને કાલનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી બની શકે તો બે દિવસ વાહન ચલાવતા નહીં. બાકી 25મીથી 56 દિવસમાં બુધની દિનદશા તમારા બધા જ દુ:ખને દૂર કરવા મદદગાર થઈને રહેશે. બુધને તમને વાણીયા જેવા બનાવી દેશે. એટલે કે તમારા ફાયદાની વાત ઉપર વધુ ધ્યાન આપશો. બે દિવસ ‘તીર યશ્ત’ 25મીથી ‘મહેર નીઆયેશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Today and tomorrow mark the last two days under the rule of Mars. Avoid driving/riding your vehicles during these two days. Starting from October 25th, Mercury’s rule for the next 56 days, will prove helpful in doing away with all your pain and suffering. Mercury’s rule makes you financially savvy and hence you will be more focused in those areas which could yield profits. For these two days, pray the Tir Yasht, and starting October 25th, pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 27, 28, 29.
LEO | સિંહ: મ.ટ.
પહેલાં ત્રણ દિવસ જ શાંતિમાં પસાર કરી શકશો. ત્રણ દિવસમાં ઘરવાળાને ખુશમાં રાખવાની કોશીશ કરજો બાકી 26મી થી 28 દિવસની માટે મંગળની દિનદશા તમારા શાંત મગજને શાંત નહીં રહેવા દે. તમારા કામને તમે પોતે બગાડી દેશો. ભાઈ-બહેનની સાથે નાની બાબતમાં મતભેદ પડશે. પહેલાં ત્રણ દિવસ ‘યા બેસ્તરના’ 101 વાર પછી મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
You have 3 days remaining to spend in peace. Try to keep your family members happy during this time. Mars’ rule, starting October 26th, for the next 28 days, will not allow your peaceful mind to stay calm. You could end up spoiling your own work. You could end up arguing with your siblings over petty matters. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily for these 3 days, followed by the Moti Haptan Yasht in the days to come.
Lucky Dates: 23, 24, 25, 26.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે બનાવેલા પ્લાન ઉપર ચાલીને તમારા કામો વીજળી વેગે પૂરા કરી શકશો. નારાજ થયેલા ઘરવાળાને મનાવી લેવામાં સફળ થશો. કોઈક મિત્ર કે સગાઓને સાચી સલાહ આપીને તેનું દિલ જીતી લેશો. નવા મિત્રો મળવાથી ભવિષ્યમાં ફાયદામાં રહેશો. હાલમાં રોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 26, 27, 28 છે.
The ongoing rule of the Moon enables you to work as per your plans and complete your tasks at lightning speed. You will be successful in winning over family members who have been upset with you. Your sincere advice to friends or family members will win them over. The new friends your make will prove useful to you in the future. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 24, 26, 27, 28.
LIBRA | તુલા: ર.ત.
7મી નવેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી હાલમાં સરકારી કામોમાં સફળતા નહીં મળે. ઘરમાં વડીલ વર્ગની તબીયત અચાનક બગડી જશે. જો ખાવાપીવા ઉપર ધ્યાન નહીં આપો તો તમારી તબીયત બગડતા વાર નહીં લાગે. કોઈબી જાતના કોઈનેબી પ્રોમીસ આપવાની ભૂલ કરતા નહીં સૂર્યના તાપનેે ઓછો કરવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.
The Sun’s rule till 7th November might not make it possible to attain success in any government related works. The health of elderly family members at home could suddenly go bad. Your health could also come into question, if you do not pay attention to your diet. Avoid making any promises to anyone. To placate the Sun’s scorching influence, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 28, 29.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા આવશે તેથી તમારા અગત્યના કામો પૂરા કરવા માટે સમયની સામે જોતા નહીં. ઓપોજીટ સેક્સનું એટ્રેકશન ખૂબ જ વધી જશે. ઘરમાં કોઈક સારા પ્રસંગ આવી શકે છે. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ભૂલતા નહીં. ઘરમાં કોઈક નવી ચીજ-વસ્તુ વસાવી શકશો. મનગમતી વ્યક્તિ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Venus’ rule till 16th November suggests that you focus on getting your important work done, without paying much attention to time. Attraction for the opposite gender could increase greatly. You could expect a happy occasion at your place. Ensure to profit from your old investments. You will be able to install new items in your home. You will be able to meet your favourite person. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 26, 27, 28.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમોને બી શુક્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમારા મોજશોખની પાછળ ખર્ચ વધી જશે. શુક્રની કૃપાથી નાણાકીય બાબતની અંદર જરાબી મુશ્કેલી નહીં આવે. જીવનમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. બીજાને ખુશી આપીને ખુશ થશો. જો તમે કોઈના પ્રેમમાં હશો તો પ્રેમી-પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 29 છે.
Venus’ ongoing rule increases your expenses towards fun and entertainment. There will be no financial constraints. A new person could enter your life. You will find joy in making other happy. Those who are in love, will receive good news from their partners. Pray to Behram Yazad daily.
Lucky Dates: 23, 24, 26, 29.
CAPRICORN | મકર: ખ.જ.
6થી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં સારી વાત મળવાની જગ્યાએ ખરાબ વાત મળશે. કોઈકનું ભલું કરવા જતા તમારું ખરાબ થઈ જશે તે વાત ધ્યાનમાં રાખજો હાલમાં કોઈનીબી સાથે નાણાંકીય લેતી-દેતી કરવાની ભૂલ કરતા નહીં. હાલમાં ધણી-ધણીયાણીમાં નાની વાતમાં મતભેદ પડતા રહેશે. દરરોજ ‘મહોબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
Rahu’s rule till 6th November will have you receiving bad news in place of positive expectations. Helping another could end up spoiling things for yourself. Avoid having any financial transactions with others. Couples will squabble with each other over petty matters. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 25, 26, 27, 28.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમોને બી રાહુની દિનદશા ચાલુ હોવાથી તમો દરેક કામ સારી રીતે પૂરા નહીં કરી શકશો. પૈસાનો ખર્ચ વધી જશે. આવક કરતા ખર્ચ વધવાથી કોઈક વ્યક્તિ પાસે લોન લેવાનો સમય આવી જશે. તબીયતની ખાસ દરકાર લેજો. તેમાં એસીડીટી, માથાના દુ:ખાવાથી પરેશાન થતા રહેશો. ડોક્ટરની સલાહ લેવામાં આળસાઈ કરતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 29 છે.
Rahu’s ongoing rule will not allow you to complete all your tasks properly. Expenses will increase. Due to expenses being more than your income, you might need to look out for a loan. Take special care of your health. You could suffer from acidity and headaches. Ensure to consult a doctor. Prya the Meher Nyaish daily.
Lucky Dates: 23, 24, 26, 29.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી નવેમ્બર સુધી ગુરુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારા હાથથી સારા કામ થઈ જશે. બીજાને મદદ કરીને તમોને વધુ આનંદ મળશે. ગુરુની કૃપાથી થોડીઘણી રકમને સારી જગ્યા રોકાણ કરવાનું ભૂલતા નહીં. ઘરવાળાનો સાથ મળવાથી તમારા અઘરા કામને સહેલાઈથી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Jupiter’s rule till 24th November will make you do good works. Helping other will bring you much happiness. With Jupiter’s blessing, don’t forget to invest some of your savings profitably. The support of family members will enable you to do challenging tasks with ease. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 24, 25, 27, 28.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024