મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લુ અઠવાડિયું જ ગુરુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી ઘરવાળાની ડિમાન્ડ પહેલાં પૂરી કરી આપજો. ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરવામાં સફળ થશો. કોઈક જરૂરતમંદ વ્યક્તિને મદદ કરવામાં કસર રાખતા નહીં. થોડીક બચત ખરાબ સમયમાં કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલું રાખજો.
શુકનવંતી તા. 18 થી 21 છે.
This is the last week under Jupiter’s rule, so ensure to cater to the needs of the family first. You will be successful in utilizing your funds at an appropriate place. Do not hold back from helping someone in need. A little savings will serve you well in your time of need. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 18 to 21.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
25મી જાન્યુઆરી સુધી ગુરુની દિનદશા ચાલશે. ગુરુને કારણે તમે બીજાના મદદગાર બનીને રહેશો. નાણાકીય મુશ્કેલીને દૂર કરવાનો સીધો રસ્તો મલતો રહેશે. જૂના રોકાણમાં ફાયદો થતો હોય તો ફાયદો લઈ લેજો. કોઈકની મદદ કરવામાં આગળ પડતો ભાગ લેશો. તમોબી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
Jupiter’s rule till 25th January will make you helpful towards others. You will find an easy route to resolve any financial issues. If old investments yield profits, you are advised to take away those profits. You will lead the way in helping out another. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 19, 20, 23, 24.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લા 10 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઉતરતી શનિની દિનદશા તમોને શારીરિક મુશ્કેલી આપી જાય નહીં તેની ખાસ દરકાર લેજો. તબિયતની બાબતમાં જરાબી બેદરકાર રહેતા નહીં. ખોટી જગ્યાએ નાણાનો ખર્ચ થવાથી વધુ પરેશાન થઈ જશો. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી થોડીક રાહત મળશે.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
You have 10 days remaining under Saturn’s rule. You are advised to take special care and not get affected physically, in keeping with Saturn’s descending rule. Do not be careless about any health issues. You could get increasingly worried due to wrongful expenditures. Pray the Moti Haptan Yasht for solace, daily.
Lucky Dates: 19, 20, 21, 22.
CANCER | કર્ક: ડ.હ.
તમારે આજનો દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી આજે તમારા દુશ્મનની સાથે સુલહ કરવાની કોશીશ કરજો. નહીં તો કાલથી 36 દિવસમાં તમારા દુશ્મનનું જોર ખૂબ જ વધી જશે. શનિ તમોને અણધારેલી મુસીબતમાં નાખી દેશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. આજથી ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.
Today is your last day under Mercury’s rule. You are therefore advised to try and mend bridges with your detractors. Else, starting tomorrow, for the next 35 days, the power of your detractors will increase greatly as Saturn places you in unexpected difficult situations. Expenses will increase. Starting today, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 18, 22, 23, 24.
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા કામને ખૂબ જ શાંતિ અને બુદ્ધિ વાપરી કરવામાં સફળ થશો. કોઈક મદદ કરવા માટે તમે પાછી પાની નહીં કરો. ધનની કમી નહીં આવે. મીઠી વાણી વાપરીને પારકાને પોતાના બનાવી લેશો. ધન બચાવવામાં સફળ થાવ તેની માટે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.
Mercury’s rule till 18th January will make it possible for you to do your works with peace and in a well thought out manner. You will not hold back when it comes to helping another. There will be no financial shortage. You will be able to win over strangers with your sweet language. To be successful in saving money, pray the Meher Nyaish daily.
Lucky Dates: 18, 20, 21, 22.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લું અઠવાડીયું જ મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી નાના કામ કરવામાં જરાબી ઉતાવળ કરતા નહીં. મંગળને કારણે તમો ગરમ જલ્દી થઈ જશો. ભાઈ-બહેનોની સાથે ખોટી રીતે બોલાચાલીમાં ઉતરી પડશો. જ્યાં કામ કરતા હશો ત્યાં પરેશાન થતા રહેશો. રોજ ‘તીર યશ્ત’ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
This is the last week under Mars’ rule. Hence, do not rush while doing even small tasks. Mars’ rule makes you short-tempered. You could end up saying wrong things while squabbling with siblings. You could continue feeling harassed at your workplace. Continue praying the Tir Yasht daily.
Lucky Dates: 19, 20, 23, 24.
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી શીતળ અને શાંત ચંદ્રની દિનદશા ચાલશે તેથી ઘરવાળાનું મન જીતી લેવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી મિત્રગળમાં તમારું માન વધી જાય તેવા કામ કરવામાં સફળ થશો. જેબી કામ કરશો તે મન લગાવીને કરશો. હાલમાં 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.
The Moon rules you till 26th December. You will succeed in winning over your family members. You will be successful in doing tasks that enhance your popularity and respect. You will do all your tasks with great focus. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 18, 19, 21, 22.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી હાલમાં નાની મુસાફરીનો ચાન્સ મળે તો ચુકતા નહીં. ચંદ્રની કૃપાથી તમારા ઘણાખરા કામો સમય ઉપર પૂરા કરવામાં સફળ થશો. મનને શાંત રાખીને દુશ્મનને સમજાવી શકશો. ધનની ખેંચ જરાબી નહીં આવે. હાલમાં 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
The Moon’s rule till 24th January advises you to not let go of any travel opportunity. You will be able to complete most of your works in time. You will be able to keep your mind calm and convince even your enemies. There will be no financial strain. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 19, 20, 23, 24.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હાલમાં સૂર્યની દિનદશા ચાલું હોવાથી 5મી જાન્યુઆરી સુધી કોઈબી જાતના સરકારી કામમાં સફળતા નહીં મળે. કોર્ટ કજિયામાં તમારી જીત નહીં થાય. અંગત મિત્ર તમારાથી નારાજ થઈ જશે. માથા ઉપરનો બોજો વધી જશે. તાવ-માથાના દુ:ખાવાથી પરેશાન થશો. સૂર્યને શાંત કરવા માટે 96મું નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.
The ongoing Sun’s rule till 5th January does not allow you to taste success in any government-related works. You will not be victorious in any legal cases. Close friends will get upset with you. Mental worries could increase. You could suffer from fever and headache. To placate the Sun, pray the 96th Name. ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 18, 21, 22, 23.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધીમાં તમારા અગત્યના કામો પૂરા કરી લેજો. કોઈ અંગત વ્યક્તિ નારાજ થયેલ હોય તો તેને મનાવી લેવાની કોશીશ કરજો. બને તો ફાલતું ખર્ચ ઉપર થોડો કાબુ મેળવીને બચત કરવાનું આયોજન કરજો. ઓપોઝિટ સેક્સનો સાથ મેળવવા માટે થોડીક મહેનત કરજો. રોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20 ને 24 છે.
You are advised to complete any important tasks by the 14th of January. Try to make amends with those who are close to you but are upset with you. Try to control unnecessary expenditure and work out a savings plan. Put in some effort with members of the opposite gender to gain their support. Pray the Behram Yasht daily.
Lucky Dates: 18, 19, 20, 24.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમોનેબી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારું હરવા ફરવાનું ખૂબ જ વધી જશે. ખર્ચ કરવામાં કોઈ કસર નહીં છોડો. શુક્રની કૃપાથી બીજા પાસે ઉધાર લેવાનો સમય નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. ઓપોઝિટ સેક્સનો સાથ-સહકાર મલવાથી અગત્યના કામો સારી રીતે પૂરા કરશો. રોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 21 થી 24 છે.
Venus’ ongoing rule greatly increases your inclination towards travel and entertainment. You will go on a spending spree. But you will not have to take a loan from others. You will be able to help others. You will be able to effectively completely your important tasks with the help of members of the opposite gender. Pray the Behram Yasht daily.
Lucky Dates: 21 to 24.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી એલરજી જેવી સ્કીનની પ્રોબ્લેમથી હેરાન થશો. ખર્ચ કર્યા પછીબી સંતોષ નહીં મળે. આજુબાજુનું વાતાવરણ જરાબી સારું નહીં રહે. ઘરમાં શાંતિ નહીં મળે અને બહાર જશ નહીં મળે. બને એટલું પાક પરવર દિગારનું નામ લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 24 છે.
Rahu’s rule till 5th January could result in you suffering from skin allergies. Despite spending money on indulgences, you will not feel peace or happiness. Your surroundings will not be positive. You will not get peace at home or joy outside. Try to take the name of God as much as possible. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 18, 19, 21 24.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024