Your Moonsign Janam Rashi This Week –
1 January – 7 January 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશા ચાલું હોવાથી હાલમાં તમારું માથું ઠેકાણા ઉપર નહીં રહે. તમારા સીધા કામો બી તમે સારી રીતે નહીં કરી શકો. બીજાને મદદ કરવાની કોશીશ બી કરતા નહીં. નાણાકીય બાબતમાં બોજો ખૂબ જ વધી જશે. તબિયતમાં પેટમાં એસીડીટી, ગરમીથી પરેશાન થશો. ડોક્ટરની સલાહ લેવામાં જરાબી આળસ કરતા નહીં. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2 થી 5 છે.

Rahu’s ongoing rule makes it difficult for you to be focused and level-minded. You might not be able to effectively execute even your straight and simple tasks. Do not try to help others. Financially, things could get tough. You could suffer from acidity and heat issues. Do not put off taking the doctor’s professional opinion. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 2 to 5.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

24મી જાન્યુઆરી સુધી ગુરુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારું મન જે કહે તે પ્રમાણે કામ કરશો તો ફતેહના ડંકા વગાડીને રહેશો. ગુરુની કૃપાથી તમે બીજાના મદદગાર બનીને તેની દુવા મેળવી લેશો. ફેમીલી મેમ્બર તમારા કરેલ કામની કદર કરશે. થોડી ઘણી રકમ બચાવવામાં સફળ થશો. ગુરુની વધુ કૃપા મેળવવા માટે રોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલું રાખજો.
શુકનવંતી તા. 1, 3, 6, 7 છે.

Jupiter’s rule till 24th January suggests that if you work as per the reasoning of your mind, you will taste great success. You will receive the blessings of those who you have helped, by the grace of Jupiter. Your family members will be appreciative of your work. You will be successful in saving money. Continue to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 1, 3, 6, 7.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

હવે તો તમોને બી દયાળુ-ધર્મના દાતા ગુરુની દિનદશા શરૂ થયેલી છે તેથી 21મી ફેબ્રુઆરી સુધીમાં તમારા વિચારોમાં ખૂબ જ ફેરફાર થઈ જશે. પોઝીટીવ વિચાર કરીને તમારા કામમાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ખાસ કરીને મિથુન રાશિવાળી સ્ત્રીઓને પોતાના તરફથી પ્રેમ વધુ મળશે. હાલમાં તમોબી ‘સરોશ યશ્ત’ ભણવાથી મનની શાંતિ મળશે.

શુકનવંતી તા. 2 થી 5 છે.

The onset of Jupiter’s rule till 21st February, will bring in a lot of changes in your thinking pattern. You will be successful in your work by maintaining a positive mindset. Financially, things will continue to flourish. Women especially will receive a lot of love and affection. To get mental peace, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 2 to 5.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં પરેશાન થતા રહેશો. તબિયતના બારામાં જરાબી બેદરકાર રહેતા નહીં. તમારી નાની ભૂલ તમોને મોટી મુસીબતમાં મુકી દેશે. હાલમાં કોઈનેબી પૈસાની મદદ કરવાની ભૂલ કરતા નહીં. નોકરી કરતા હશો તો ત્યાં મિત્ર કરતા દુશ્મન વધી જશે. મિત્ર કોન દુશ્મન કોન શોધવું મુશ્કેલ થશે. ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 3, 6, 7 છે.

Saturn’s ongoing rule will pose challenges for you even in simple matters. Do not be careless about your health. A small mistake could land you in big trouble. Do not make the mistake of lending money to others. The employed will end up making more enemies than friends. It will be difficult for you to differentiate your friends from your enemies. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 1, 3, 6, 7.


LEO | સિંહ: મ.ટ.

05Leo

18મી જાન્યુઆરી સુધીમાં હિસાબી કામ ઉપર ધ્યાન આપી લેતી-દેતી પૂરી કરી લેજો. બળની જગ્યાએ બુદ્ધિથી કામ કરશો તો તમારા કામને પૂરા કરાવવામાં બુધ મદદગાર બનીને રહેશે. રિસાયેલા મિત્રને મનાવવા માટે મીઠી જબાન વાપરીને પોતાના બનાવી લેશો. તબિયતમાં વધુ સારા સારી રહે તેની માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 4, 5, 7 છે.

Ensure to focus on and complete all works related to accounting as well as any transactions related to lending-borrowing of money, by the 18th of January. Using your intelligence, as opposed to your strength, will have you receiving Mercury’s graces to help you complete your work. You will be able to win over any upset friends with your sweet tongue. To ensure that your health remains good, pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 4, 5, 7.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી 17મી ફેબ્રુઆરી સુધી તમને તમારા કામકાજમાં બુદ્ધિ બળ વાપરીને અઘરા કામને સહેલા બનાવી દેશો. નાણાકીય લેતી-દેતી કરવામાં જરાબી મુશ્કેલી નહીં આવે. મિત્ર તમોને માન-પાન, ઇજ્જત આપીને રહેશે. તમારા લાભની વાત ઉપર પહેલા ધ્યાન આપજો. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 3, 4, 7 છે.

Mercury’s ongoing rule till 17th January suggests that you will be able to complete all your unfinished tasks by using the power of your intelligence. Financial transactions will not encounter any issues. Your friends will lavish you with praise, respect and appreciation. Ensure to focus on profitable issues. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 1, 3, 4, 7.


LIBRA | તુલા: ર.ત.

07Libra

22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી ગુસ્સા ઉપર કાબુ રાખી નહીં શકો. અંગત જીવનમાં ધણી-ધણીયાણીમાં નાની-નાની બાબતમાં મતભેદ પડતા જશે. તમારા વાંક-ગુના વગર આડોશી-પાડોશી પરેશાન કરી નાખશે. તમારા કામ સિવાય બીજાના ઉપર ધ્યાન દેતા નહીં. ઘરમાં ખોટો ખર્ચ કરવો પડશે. હાલમાં ‘તીર યશ્ત’ ભણવાનું ચાલું રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.

Mars’ rule till 22nd January will not allow you to keep control over your temper. In your personal life, constant squabbles with your spouse are predicted. Despite being innocent, your neighbours will target and harass you. Focus only on your work and not on anything else. You might have to endure unnecessary home expenses. Pray the Tir Yasht daily.

Lucky Dates: 1, 2, 5, 6.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી નાની મુસાફરીનો ચાન્સ મળે તો ચુકતા નહીં. રોજબરોજના કામો કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. હાલમાં તમે તમારા લીધેલા ડીસીજન ચેન્જ કરવાના મુડમાં નહીં હો. ઘરવાળાને આનંદમાં રાખશો. હાલમાં દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.

The Moon’s rule till 24th January could bring you short travel opportunities – do not miss out on these. There will be no problem in handling your daily chores. You will not want to change any decisions that you have made so far. You will keep your family members happy. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 3, 4, 5, 7.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

પહેલાં ચાર દિવસ જ સૂર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી સરકારી કામો કરવામાં મુશ્કેલીમાં આવશો. વડીલ વર્ગની ચિંતા સતાવશે. બાકી 5મી જાન્યુઆરી ચંદ્રની દિનદશા તમારા અશાંત મનને શાંત કરવામાં મદદગાર થશે. માથા ઉપરનો બોજો ઓછો થતો જશે. હાલમાં 96મું નામ ‘યા રયોમંદ’ની સાથે ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 1,5, 6, 7 છે.

You have last 4 days under the Sun’s rule – you could face challenges in doing any government-related works during these days. You will be worried about the wellbeing of the elderly. Starting 5th January, the Moon’s rule will help to calm down your worried mind. Mental tensions will reduce. Pray the 34th Name, ‘Ya Beshtarna’, along with the 96th Name, ‘Ya Rayomand’, 101 times each, daily.

Lucky Dates: 1, 5, 6, 7.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી પ્રેમી-પ્રેમીકાના સંબંધમાં જરાબી ખરાબી નહીં આવે. એકબીજા પોતાના મનની વાત ઇશારાથી સમજાવી શકશો. કામ-ધંધામાં થોડીઘણી ઇનકમ વધુ મળવાના ચાન્સ છે. મનગમતી ચીજ-વસ્તુ લેવામાં આળસાઈ કરતા નહીં. રોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6 છે.

Venus’ rule till 14th January will ensure that relationship between couples will not face any problems. Understanding between spouses will need no words as simply gestures will prove enough. An increase in work-related income is indicated. Do not be lazy to purchase an item that you desire. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 4, 6


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમોને બી તમારા મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોજીટ સેક્સનો ભરપૂર સાથ-સહકાર મળશે. એકબીજા સાથે મળીને કામ કરશો તો તે કામમાં વિજયના ડંકા વગાડીને રહેશો. જૂની ઓળખાણ કોઈ કામ પૂરું કરવામાં મદદગાર થશે. ધનની કમી નહીં આવે. તમોબી ‘બહેરામ યઝદ’ ભણજો.
Lucky Dates: 1, 2, 4, 7.
Venus’ ongoing rule brings you lots of support from the opposite gender. Working together will bring you excellent results. An old acquaintance will help you in completing your tasks. There will be no lack of income. Pray to Behram Yazad daily.

શુકનવંતી તા. 1, 2, 4, 7 છે.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પહેલાં ચાર દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા 5મી સુધી તમોને રાતના ઉંઘવા નહીં દે. ખોટા વિચારોથી પરેશાન થઈ જશો. બાકી 5 થી 70 દિવસની શુક્રની દિનદશા ધીરે ધીરે તમારા દુખને ઓછા કરવામાં મદદગાર થશે. હાલમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ અને ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.

You have 4 more days remaining under Rahu’s rule. Rahu’s descending rule will rob you of your sleep, till the 5th of January. Negative thoughts will take away your mental peace. Venus’ rule, starting from the 5th, for the next 70 days, will gradually help to fade away your problems. Pray the Mah Bokhtar Nyaish and pray to Behram Yazad daily.

Lucky Dates: 3, 5, 6. 7.

 

Leave a Reply

*