મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામમાં તમને જશ નહીં મળે. નાણાકીય બાબતની ખૂબ જ ખેંચતાણ રહેશે. જ્યાં ત્રણ કમાશો ત્યાં ત્રીસનો ખર્ચ સામે ઊભો હશે. ખોટા નેગેટીવ વિચારો ખૂબ જ આવશે. તમારું મન સ્થિર નહીં હોવાથી ખોટા ડિશિજન લેશો. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 21 છે.
Rahu’s ongoing rule will deny you the fruits of your labour or any fame. You could be in a very tight position, financially. You will end up having to spend ten times the amount that you earn. Negative thoughts will flood your mind. Because of lack of mental stability, you could make wrong decisions. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 15, 16, 17, 21.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી સુધી ગુરુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા ફેમીલી મેમ્બરને સાચી સલાહ આપીને દિલ જીતી લેશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. નાનું-મોટું ધર્મનું કામ કરવામાં સફળ થશો. રોજબરોજના કામ ખૂબ જ ઝડપથી કરવામાં સફળ થશો. ભૂલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલું રાખજો.
શુકનવંતી તા. 17 થી 20 છે.
Jupiter’s rule till 22nd January will have you win over your family members with your sincere advice. Financial progress is indicated. You will be able to do basic religious tasks. You will be able to do your daily chores, smoothly and quickly. Ensure to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 17 to 20.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
21મી ફેબ્રુઆરી સુધી તમોને ગુરુની કૃપા ભરપુર મળશે. ગુરુની કૃપાથી કામકાજની અંદર ખૂબ જ સારા સારી રહેશે. નાણાકીય વહેવાર કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. મનગમતી વ્યક્તિને મળવાનો ચાન્સ મળી રહેશે. કમાવેલા નાણામાંથી કોઈકને મદદ કરવામાં પાછળ નહીં પડો. જૂની લેતીદેતી પૂરી કરી શકો તેની માટે તમે બી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 18, 19, 21 છે.
Jupiter’s rule 21st February will bring you much prosperity in your work sphere. There will be no financial stress for you. You will get an opportunity to meet with your favourite person. You will be foremost in helping others with the money you have earned. To be able to complete any earlier unfinished financial transactions, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 18, 19, 21.
CANCER | કર્ક: ડ.હ.
શનિની દિનદશાના છેલ્લા 10 દિવસ બાકી હોવાથી તમે માથાના દુ:ખાવાથી, સાંધાના યાને જોઇન્ટ પેઈનથી વધુ પરેશાન થશો. નાની-નાની બાબતમાં કંટાળી જશો. ઉપરની દશા વધુ પરેશાન નહીં કરે તેની માટે ડોક્ટરની સલાહ પહેલા લઈ લેજો. ખર્ચ ખૂબ જ વધી જશે. ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.
Saturn’s rule, which will last for the next 10 days, could cause you headaches as well as joint pains. You could get irritable over petty matters. Do ensure to seek medical advice and pre-empt any kind of health problems forecast by the stars. Your expenses will greatly increase. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 17, 19, 20.
LEO | સિંહ: મ.ટ.
પહેલાં ત્રણ દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસમાં હિસાબી કામ ઉપર પૂરેપૂરું ધ્યાન આપી કરી લેજો નહીં તો 23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા તમારા માથાના બોજાને ખૂબ જ વધારી દેશે. તમારી સાથે ફેમીલી મેમ્બરની તબિયત બગડતા વાર નહીં લાગે. રોજના ભણતરની સાથે આજથી ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 21 છે.
You have 3 days left under the rule of Mercy, during which you are advised to focus on completing all your accounts related work. Else, the oncoming Saturn’s rule, which will last till 23rd February, will greatly increase your problems. A family member could fall ill along with you. Along with your daily prayers, starting today also pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 15, 16, 17, 21.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
17મી ફેબ્રુઆરી સુધી બુધ જેવા વાણિયા ગ્રહની કૃપા તમારા ઉપર રહેશે. તેથી હાલમાં તમારી કમાણીમાં થોડી ઘણી કરકસર કરવામાં સફળ થશો. બચાવેલ ધનને સારી જગ્યાએ રોકાણ કરી લેજો. મિત્રોની સલાહ જરૂર લેશો પણ ડીસીજન તમે પોતાનું માન્યમાં રાખશો. રોજ “મહેર નીઆયેશ” ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.
Mercury’s rule till 17th February suggests that you will be successful in putting in your efforts towards earning money. Ensure to invest your savings in a good place. You will listen to the advice from your friends but will take a decision based on what you feel is right. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 16, 17, 18, 20.
LIBRA | તુલા: ર.ત.
નાની નાની બાબતમાં મુશ્કેલીમાં આવી જાવ તેવો હાલનો સમય છે. તમારા સ્વભાવમાં મંગળ ખૂબ જ ચેન્જીસ લાવી દેશે. તમે ચીડીયા સ્વભાવના થઈ જશો. 22મી જાન્યુઆરી સુધી વાહન ચલાવતા સમયે ખૂબ જ ધ્યાન આપજો. હાલમાં ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 19, 20, 21 છે.
You are going through the phase where you could find yourself getting into trouble over the smallest things, under the rule of Mars, which will cause a lot of changes in your behaviour. You will become very irritable. Till 22nd January, you are advised to practice great caution while driving/riding your vehicles. Continue praying the Tir Yasht daily.
Lucky Dates: 15, 19, 20, 21.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી જાન્યુઆરી સુધી મનને શાંત રાખી શકશો. જે ધારશો તે કામ પૂરા કર્યા વગર મુકશો નહીં. હાલમાં લાંબા સમયનો પ્લાન બનાવી શકશો. બીજાને મદદ કરવામાં તમને નુકશાન નહીં થાય. ધનની લેતીદેતી કરવામાં કોઈબી વિઘ્ન નહીં આવે. મનને વધુ આનંદમાં રાખવા માટે 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 16 થી 19 છે.
You will be at peace mentally till 24th January, under the Moon’s rule. You will ensure the completion of all tasks that you take on. You will be able to make long-term plans. Helping out others will not result in harming you. There will be no obstacles when it comes to financial transactions. To sustain your mental peace and happiness, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 16 to 19.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કરેલ કામમાં તમને સંતોષ મળશે તેની સાથે નાણાકીય ફાયદો થશે. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ભૂલતા નહીં. મિત્રના મનમાં તમારા માટે માન-સન્માન વધી જશે. તબિયતમાં સારો સુધારો થતો રહેશે. હાલમાં 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15,16, 17, 21 છે.
The Moon’s rule till 23rd February brings you a lot of mental satisfaction in all you do, along with financial benefits. Ensure to take away the profits from old investments. Your friends will increasingly respect you. Health will improve well. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 16, 17, 21.
CAPRICORN | મકર: ખ.જ.
સૂર્યની દિનદશા ચાલુ હોવાથી માથા ઉપરનો ખોટો બોજો વધી જશે. આખો દિવસ તમે નેગેટીવ વિચારમાં ખોવાયેલા રહેશો. જો તમે સરકારી નોકરીમાં હો તો તમારા કામમાં બીજાનું ઈન્ટરફીયર વધી જશે. સહી-સિક્કાના કામ સમજ્યા વગર કરતા નહીં. સારા કામો 5મી જાન્યુઆરી પછી કરજો. 96મું નામ ‘યા રયોમંદ’ 101 નામ ભણજો.
શુકનવંતી તા. 17 થી 20 છે.
The ongoing Sun’s rule will cause an increase in your mental tensions. You could remain absorbed in negative thoughts through the day. Those working in government departments will have to face increased interference from others. Do not sign on any papers without a proper understanding of the same. Attempt any auspicious works only post 15th January. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 17 to 20.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ ખૂબ જ વધી જશે. નાણાકીય મુશ્કેલીમાં જરાબી નહીં આવો. નવા કામકાજ શરૂ કરવા માટે હાલનો સમય સારો છે. તમારા કરેલ કામમાં કોઈબી વ્યક્તિ ભૂલ શોધી નહીં શકે. ધન મેળવવું મુશ્કેલ નહીં થાય. ઓપોઝીટ સેક્સની સાથે સારાસારી રહેશે. ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 18, 21 છે.
Venus’ ongoing rule makes you lean towards fun and entertainment greatly. You will not face any financial problems. This is a good time to start or take on any new projects. No one will be able to fault any of your work. It will not be difficult to earn money. You will share a cordial relationship with the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 16, 18, 21.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમોનેબી શુક્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં ઓપોઝીટ સેક્સનો સાથ-સહકાર સારો મળી રહેશે. જેના ઉપર વિશ્ર્વાસ રાખશો તે વ્યક્તિ તમને દગો નહીં આપે. થોડું ઘણું એકસ્ટ્રા કામ કરી વધુ ધન મેળવશો. ખર્ચ વધુ કરવા જતા તમોને કોઈબી જાતનું ટેન્શન નહીં આવે. ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 17 થી 20 છે.
You will get ample support from the opposite gender, in keeping with your current ruler – Venus. Those that you trust will not deceive you. You will be able to earn a lot more money by putting in just a little more effort. Despite your excess expenditures, you will not be in any tension. Pray to Behram Yazad daily.
Lucky Dates: 17 to 20.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025