14મી ફેબ્રુઆરી, 2022ના રોજ, હૈદરાબાદમાં બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી જૂથે, દર સોમવારે અગિયારી ખાતે સાપ્તાહિક હમબંદગીનું આયોજન કરવાના ભવ્ય 16 વર્ષ પૂરા કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ મુખ્ય ધર્મગુરૂ, એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના દ્વારા ધાર્મિક વિષયો પર ટૂંકુ પ્રવચન કરવામાં આવે છે.
રોગચાળા અને લોકડાઉન દરમિયાન પણ આ જૂથે હમબંદગી ઓનલાઈન કરવાનું ચાલુ રાખ્યું જે ફરામ દેસાઈના પ્રયત્નોને લીધે શકય બન્યુ. ચાલુ સાપ્તાહિક હમબંદગીમાં ભારત અને વિદેશમાં ઘણા લોકો હાજરી આપી હતી જો કે અગિયારીએ મુલાકાતીઓ માટે તેમના દરવાજા ખોલી દીધા હતા અને ભૌતિક હાજરી શરૂ થઈ ગઈ હતી.
નિયમિત હમબંદગી પછી, ફરીદા આંટીયાએ સાયરસ તારાપોરે લખેલી એક વિચારપ્રેરક કવિતા વાંચી, બહુ મોડું થાય તે પહેલાં ધર્મને પુર્નજીવિત કરવા માટે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આગળ, ફરીદા આંટીયા દ્વારા જરથોસ્તી સમુદાય પરની રમતનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેનો બધાએ આનંદ માણ્યો હતો.
આભાર વ્યકત કરતા ફરામ દેસાઈએ છેલ્લા 16 વર્ષથી સતત હમબંદગીનું સંચાલન કરવા અને હમબંદગી પછી ધાર્મિક પ્રવચનો શેર કરવા બદલ મહેરનોશ ભરૂચાનો આભાર માન્યો હતો. એરવદ ભરૂચાની ગેરહાજરીમાં પણ પ્રવચનો આપવાનું ચાલુ રાખવા બદલ તેમણે ફરીદા આંટીયાનો પણ આભાર માન્યો હતો. સાયરસ તારાપોર દ્વારા ગોઠવાયેલા નાસ્તાનું બધાને વિતરણ કરવામાં આવ્યું અને પારસી રાષ્ટ્રગીત, ‘છૈયે અમે જરથોસ્તી’ ગાવા સાથે કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો.
- બાયો-ક્લોક એટલે તમારૂં માઈન્ડ-સેટ - 9 November2024
- પ્રામાણિકતા અને નમ્રતા પર નિર્મિત જીવનની ઉજવણી બીપીપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપે છે - 9 November2024
- બોમન ઈરાની ધ મહેતા બોયઝ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા – શ્રેષ્ઠ અભિનેતા (આઈએફએફએસએ ટોરોન્ટો) અને દિગ્દર્શક ડેબ્યુ (એસએએફએ) એવોડર્સ – - 9 November2024