મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા પાછળ ધારેલ કરતા વધુ ખર્ચ કરવો પડશે. ખર્ચ કર્યા પછી તમને કોઈપણ જાતનો અફસોસ નહીં થાય. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ગામ પરગામ જવાથી મનને વધુ આનંદ મળશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 31, 01 છે.
Venus’ ongoing rule will have you spending a lot more on family members than you had anticipated. You will in no way regret these expenses. With the blessings of Venus, there will be no financial shortfalls. Traveling abroad will bring you much mental happiness. You will be able to speak your heart out to your favorite person. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 31, 01
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમે શુક્રની કૃપામાંથી પસાર થઈ રહ્યા છો. અપોઝીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. તમારા કામથી વધુ ધન મેલવવામાં સફળ થશો. ઘરનું વાતાવરણ આનંદમાં રહે તેવા કામ કરી શકશો. મુસાફરી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
As you traverse through the rule of Venus, you will continue to receive the support of those belonging to the opposite gender. You could expect someone new to enter your life. You will be able to earn extra income at work. You will be able to facilitate much happiness at home with your actions. Travel is indicated. Pray to Behram Yazad daily.
Lucky Dates: 27, 28, 29, 30
GEMINI | મિથુન: ક.છ.ઘ.
3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમે સાચુ બોલીને ફસાઈ જશો. તમારા મિત્રો કરતા દુશ્મન વધી જશે. દુશ્મન તમારી પીઠ પાછળ તમને પરેશાન કરી મુકશે. અચાનત તબિયત બગડી જશે એસીડીટીથી પરેશાન થશો. રાહુનું જોર ઓછું કરવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 29, 01 છે.
Rahu’s rule till 3rd April will rob you of your appetite and your sleep. You could get into trouble despite being truthful. You could end up making more enemies than friends. Your detractors will make your life difficult behind your back. Your health could suddenly go down. You could suffer from acidity. To reduce Rahu’s influence, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 28, 29, 01
CANCER | કર્ક: ડ.હ.
રાહુની દિનદશા 4થી મે સુધી ચાલશે. તમે લીધેલા ડીસીઝનમાં તમેજ ક્ધફયુઝ થયા કરશો. તબિયત અચાનક બગડી જશે. દવા લેવામાં જરા પણ મોડુ નહીં કરતા. ઘરવાળા સાથે અથવા ધણી-ધણીયાણીમાં મતભેદ થયા કરશે. મતભેદ ઓછા થવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.
Rahu’s ongoing rule till 4th May could end up causing you confusion in the decision you have made. You could suffer from a sudden health issue, for which you are advised to not delay taking medication. Squabbles are indicated between family members as well as couples. To reduce acrimony, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 27, 30, 31
LEO | સિંહ: મ.ટ.
ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 21મી એપ્રિલ સુધી તમારા હાથથી કોઈની ભલાનું કામ થઈ જશે. નાના ધનલાભ મળતા રહેશે. ગરૂની કૃપાથી ઘરમાં કોઈ સારા પ્રસંગ આવશે. ગામ પરગામથી મહેમાન આવવાના ચાન્સ છે. બીજાની સેવા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 01 છે.
Jupiter’s ongoing rule, till 21st April, will have you doing a noble deed for another. You will continue to receive financial gains. There will be auspicious occasions to celebrate at home. You could expect guests from abroad. You will be able to be of service to others. Continue praying the Sarosh Yasht daily.
Lucky Dates: 27, 28, 29, 01
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમને ફેમીલી તરફથી માન પાન મળતું રહેશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. તમારૂં ધન કોઈ જગ્યાએ ફસાયેલું હશે તો થોડી મહેનત કરવાથી પાછું મેળવી શકશો. ધર્મનું કામ કરી શકશો. ગુરૂની વધુ કૃપા મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.
The onset of Jupiter’s rule brings to you a lot of popularity and appreciation from your family. You will be able to surface out of any financial issues. A little extra effort will help you retrieve your funds which have been stuck for some time. You will be able to do religious works. To gain Jupiter’s higher blessings, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 27, 30, 31
LIBRA | તુલા: ર.ત.
શનિની દિનદશા ચાલુ હોવાથી 23મી એપ્રિલ સુધી તમને કામ કરવામાં આળસ આવશે. ઘરમાં કામ કરનાર કે તમારી સાથે કામ કરનાર વ્યક્તિ તમને સાથ નહીં આપે. કોઈને પણ કોઈ જાતની મદદ કરવાની ભુલ કરતા નહીં. કોઈ પર આંધળો વિશ્ર્વાસ કરતા નહીં. સાંધાના દુ:ખાવા, બેક પેન તથા માથા દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી શાંતિ મળશે.
શુકનવંતી તા. 27, 28, 29, 01 છે.
Saturn’s ongoing rule till 23rd April, makes you feel lethargic when doing work. You wil not receive any support from your work colleagues or your family members at home. Do not try and help anyone. Avoid trusting anyone blindly. You could suffer from backaches, headaches or joint pains. To be at peace, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 27, 28, 29, 01
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
10મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. જે પણ કામ હાથમાં લેશો તે પુરા કરીને મુકશો. નાણાકીય સ્થિત સારી રાખવા પોતાના ખર્ચ પર કાબુ રાખજો. ખોટી જગ્યાએ ખર્ચ કરતા નહીં. જે વ્યક્તિ તમને મદદ કરશે તેનો આભાર માનજો. ચાલુ કામ પર ધ્યાન આપજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 30, 31 છે.
Mercury’s rule till 10th April ensures that you complete any project that you have taken up. To better your financial condition, you are advised to control your personal expenditures and avoid making unnecessary expenses. Show your gratitude to those who help you. Focus on your ongoing projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 28, 30, 31
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ રાખીને તમારા ડીસીઝન લેવામાં સફળ થશો. બુધની કૃપાથી તમે સેલ્સનું કામ સારી રીતે કરી શકશો. તમારી સાથે કામ કરતી વ્યકિતની સાથે મીઠી જબાન વાપરી તમારૂં કામ કરાવી લેજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 01 છે.
Mercury’s rule till 18th May helps you control your temper and make the right decisions for yourself. The grace of Mercury helps you excel at any sales-related jobs. Use your sweet language with colleagues to get them to help you complete your work. Ensure to make investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 29, 01
CAPRICORN | મકર: ખ.જ.
21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલુ હોવાથી ગુસ્સા પર કંટ્રોલ નહીં કરી શકો. ઘરવાળા તમારી સાચીવાત નહીં માને તેનું દુ:ખ થશે. તબિયત પર ધ્યાન નહીં આપો તો માથાના દુખાવા તથા તાવ, શરદીથી પરેશાન થશો. રોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 30, 31 છે.
Mars’ rule till 21st April makes it difficult for you to control your temper. You will be upset with family members for not believing your truth. You could suffer from headaches, fever and cold if you do not pay attention to your health. Pray the Tir Yasht daily.
Lucky Dates: 26, 27, 30, 31
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ચંદ્રની દિનદશા 23મી એપ્રિલ સુધી ચાલશે. કામ કરવામાં કંટાળો નહીં આવે. જે કામ લેશો તે પુરૂં કરીને મુકશો. નવી જગ્યાએ જવાનું મન થશે. મિત્રો તરફથી સારો પ્રેમ મળશે. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. ધનની કમી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.
The Moon’s rule till 23rd April will keep lethargy away while you work. You will ensure to complete any project that you take on hand. You will feel like visiting new places. Friends will bring you good news. You could also receive good news from abroad. There will be no financial shortage. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 28, 29, 30, 01
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ચાલશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. તમારી અંગત વ્યક્તિ તમારાથી નારાજ થશે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. સુર્યને કારણે આંખમાં તકલીફ થવાના ચાન્સ છે. ખોટી વ્યકિતની સંગત કરતા નહીં. નાણાકી બાબતમાં પરેશાન થઈ જશો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 31, 01 છે.
The Sun’s rule till 6th April makes it difficult for your government-related works to be successful. Someone close to you will get upset with you. The health of the elderly could suddenly take a downward turn. You could suffer from issues related to the eyes. Avoid being in the company of the wrong kind of people. You could face financial challenges. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 26, 27, 31, 01
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025