આદર: આપણા પવિત્ર આતશનું સ્મરણ

આદરનો પવિત્ર મહિનો ઊર્જાનો સ્ત્રોત અને અંધકાર દૂર કરનાર આતશું સ્મરણ કરે છે. સર્વોચ્ચ દિવ્યતા અથવા સર્વ સૃષ્ટિનો સ્ત્રોત માનવ આંખ માટે અદ્રશ્ય છે અને સામાન્ય માનવ મન માટે અકલ્પ્ય છે. જો કે, આતશ એ સૌથી નજીક છે જે માનવ આંખ અને મન દિવ્યતાની કલ્પના અથવા અનુભવ કરી શકે છે; કારણ કે આતશનું કોઈ શરીર નથી અને તે ગતિશીલ પ્રકાશ, ઉષ્મા અને ઊર્જાના રૂપમાં જીવંત લાગે છે. એવું લાગે છે કે તે ક્યાંયથી સળગતું આવે છે અને પાણીમાં અદૃશ્ય થઈ જાય છે.
આદર યઝાતા : આદર શબ્દ પહેલવી અદુર અને અવેસ્તાન આતર પરથી ઉતરી આવ્યો છે, જે પાછળથી પર્શિયનમાં આતશ બન્યો! પારસી ધર્મમાં આદર યઝાતા અહુરા મઝદાને તેના પુથરા તરીકે રજૂ કરે છે (સંસ્કૃત પુત્રમાંથી પુત્ર તરીકે અને એરવદ કાવસજી એદલજી કાંગા દ્વારા શુધ્ધ શક્તિ તરીકે વિવિધ રીતે અનુવાદિત). બીજા શબ્દોમાં કહીએ તો, ધર્મનિષ્ઠ ઝોરાસ્ટ્રિયન માટે યોગ્ય રીતે પવિત્ર આતશ એ જ છે જે ઇસુ ખ્રિસ્ત એક શ્રદ્ધાળુ ખ્રિસ્તી માટે છે – સર્વોચ્ચ દિવ્યતાના પુત્ર, તેમજ પૃથ્વી પરનું તેમનું શુદ્ધિકરણ બળ.
યોગ્ય રીતે પવિત્ર આતશ મંદિરોમાં પવિત્ર અગ્નિને એક દૈવી માધ્યમ અથવા ચેનલ અથવા મધ્યસ્થી તરીકે જોવામાં આવે છે જેના દ્વારા સર્વોચ્ચ દિવ્યતાની પૂજા કરવામાં આવે છે, તેવી જ રીતે આતશ વૈદિક પરંપરામાં યજ્ઞ (અવેસ્તાન યસ્ના) સમારંભમાં કેન્દ્રિય છે.
ત્રણ પ્રચંડ આતશ:
સાસાનીયન રાજાઓ જે યોધ્ધા વર્ગના હતા તેઓના મત અનુસાર અદુર ગુશ્નાસ્પને ધ ગ્રેટેસ્ટ ઓફ ધ ગ્રેટ ફાયર માનવામાં આવતા હતા. ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતમાં જે આજે તખ્ત-એ-સોલેમાન તરીકે ઓળખાય છે ત્યાં આ પ્રચંડ આતશ પ્રજવલિત થયો તે હકીકત પુરાતત્વીય રીતે પ્રમાણિત છે.

ગુશ્નાસ્પ એક પૌરાણિક કથા તરફ ઈશારો કરે છે આ આગની જવાળા કાયાનિયન વંશના શાહ કૈખુશરો જે ઘોડી પર સવાર હતા તેની કેશવાની સાથે જોડાયેલ છે.
અદુર ફર્નબેગ દક્ષિણ ઈરાનમાં પાર્સ (આધુનિક સમયના ફાર્સ) ખાતે પ્રગટયા હોવાનું માનવામાં આવે છે. ફર્નબેગ કીર્તિ અથવા સારા નસીબનો સંકેત આપે છે. સાસાનિયન સમયના ધર્મગુરૂઓે માનતા હતા કે આ આતશ પેશદાદીયન સમયમાં શાહ જમશીદના શાસનકાળ દરમિયાન પ્રજવલિત થઈ હતી.
અદુર બુર્જેન-મિહર એ ખેડૂતોનો આતશ હતો અને તે મિહર અથવા મહેરનો આતશ હોવાનું માનવામાં આવે છે – દૈવી શક્તિ જે દુષ્કાળ અને નબળા પાકના રાક્ષસો સામે લડતી હતી. આ આતશ ઉત્તર-પૂર્વ ઈરાનમાં પ્રજવલિત થયો હોવાનું માનવામાં આવે છે.
બાકુ (અઝરબૈજાન) ખાતેની આતશગાહ: આતશગાહ એટલે અગ્નિનું નિયુક્ત સ્થળ અને અઝરબૈજાન એટલે આતશની ભૂમિ. બાકુ આતશગાહ એ બાકુના અગ્નિ મંદિર તરીકે પણ ઓળખાય છે, તે અઝરબૈજાનના બાકુના ઉપનગર, સુરાખાની શહેરમાં એક પ્રાચીન ધાર્મિક મંદિર છે. આગ મૂળરૂપે જમીનમાંથી કુદરતી નેપ્થા ગેસ દ્વારા પ્રજવલિત થતી હતી.
બાકુ આતશગાહ પ્રખ્યાત ગ્રાન્ડ ટ્રંક રોડ દ્વારા કેસ્પિયન વિસ્તાર સાથે વેપાર સાથે સંકળાયેલા લોકો માટે તીર્થયાત્રા અને દાર્શનિક કેન્દ્ર હતું.
– નોશીર દાદરાવાલા

Leave a Reply

*