આજે તો બુરા જમાનાની આલુદગીને લીધે તરીકતમાં તો ખામી આવ્યા વગર રહેજ નહિં પણ આજે જે મુખ્ય ચીજ છે તે મીથ્ર છે. ભલા જમાનામાં મુખ્ય ચીજ યસ્ન હોય છે. ઉસ્તાદ સાહેબ ક્ષ્નુમ લાવ્યા અને તે અમુક જણાઓને તેહસીલ થયો તે કાંઈ ખાલી અકસ્માત નથી પણ વરજાવંદ સાહેબની આમદનો મીથ્ર ઉભો કરવા માટે બધું થયું છે. દુનિયામાં જે કાંઈ આબાદીના પ્રવાહો ઉતરે છે તેમાંબી મીથ્રજ કામ કરે છે. તેમાં ત્રણ જાતના મીથ્રો કામ કરી શકે:
(1) શહેનશાહનો મીથ્ર (2) અંજુમનનો મીથ્ર, (3) જાનવરોનો મીથ્ર
સૌથી પહેલા દરજજાનો મીથ્ર ભલા શહેનશાહનો હોય જે કેવો હોય કે અમુક નીરંગ ભણીને હળને હાથ લગાડે કે તરતજ વરસાદ પડે. બીજા દરજ્જાનો મીથ્ર ભલી અંજુમનનો હાય અને ત્રીજ બધી જાનવરી પેદાયશનો.
આજે તો આબાદોમાં સૌથી મોટો હિસ્સો જાનવરી પેદાયશનો છે કારણ તે બધાનો ભલો મીથ્ર કુદરતની તરતિબ પ્રમાણે ચાલુ ચાલ્યા જ કરે છે. અંજુમનમાં તો કોઈ ઘણાજ થોડા દીનચાશીદારોનો મીશ્ર હોય તેજ અને આજે બીચારા શહેનશાહના મીથ્ર જેવું તો કાંઈબી છેજ નહિ.
એક માણસ બસ ખંતીલો બનીને સાત વરસ સુધી. ચાલું એક મીથ્ર કરે કે મારી ફલાણી ખામી દૂર થાઓ તો જરૂર જ તે ખામી દૂર થશે. ભલેને જોશી તેનો ટપકો જોઈને કહે કે માણસ ભેજા ફાટેલ છે. પણ તે પોત જોઈને અજબ થાય કે વાતમાં તો કેટલો ઠંડો છે; એમાં કાંઈ જ્યોતિષ ખોટું નથી પડતું પણ મીથ્રથી એટલો બધો ફરક પાડી થકાય છે.
અહિયા આપણે કલાસમાં ભેગા મલીએ છીએ. હું બોલું છું, તમે સમજો છો. એબી એક ભલો મીથ્ર ઉભો કરવા માટે છે. વરજાવંદ સાહેબની આમદને લગતી ચિથ્રેમ બુયાતની બંદગી જે આદર બાદ મારેસ્પંદે આપી છે અને છેક એવણની રાઈનીદારીની શરૂઆતથી આવતા રાઈનીદાર થાટે ભણાઈ રહી છે તે શાને માટે? એક મીશ્ર ઊભો કરવા. કુદરતમાં પણ ઈલ્લત-માલુલ નો કાયદોજ કામ કરે છે.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024