મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તબિયતની ખાસ દરકાર લેજો. ખાવાપીવામાં ખુબ કાળજી રાખજો. નહીં તો તબિયતને બગાડતા વાર નહીં લાગે. જ્યાં કામ કરતા હશો ત્યાં ઉપરી વર્ગ તમને નાની બાબતમાં ઈરીટેટ કરશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 09, 10, 14, 15 છે.
Mars’ rule till 24th July calls for you to take special care of your health. Be careful of your diet, else you could fall ill. Your seniors at the workplace could end up causing you irritation over petty matters. Expenses could increase. Pray the Tir Yasht daily.
Lucky Dates: 09, 10, 14, 15
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
26મી જુલાઈ સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. તમે જે પણ ડીસીઝન લેશો તે મનને શાંત રાખી લેવામાં સફળ થશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી તેમનું દિલ જીતી લેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
The Moon’s rule till 26th July helps you to take all your decisions successfully with a calm mind. You will get opportunities for short travels. You will win over the hearts of family members by catering to their wants. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 12, 13, 14
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને ચંદ્રની દિનદશા 26મી ઓગસ્ટ સુધી ચાલશે. ચંદ્રની કૃપાથી કામ-ધંધા નોકરીમાં સારા સારી થતી જશે. તમારા ધારેલા કામ સમય પર પુરા કરી શકશો. અપોઝીટ સેકસ સાથે જો મતભેદ પડેલા હશે તો કોઈ વ્યક્તિ તમારી સુલેહ કરાવી આપશે. ધનની કમી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 09, 10, 12, 15 છે.
The ongoing Moon’s rule till 26th August will bring in much prosperity in your work and business. You will be able to complete your work as per your time-plan. Some person will take the initiative of smoothening out any discord you may have with the opposite gender. There will be no financial shortfall. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 09, 10, 12, 15
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લું અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા આપેલા પ્રોમીશ આ અઠવાડિયામાં પુરા કરી લેજો. નહીં તો તમારી આપેલી જબાનની કોઈ કીંમત નહીં રહે. ઉતરતી શુક્રની દિનદશા નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આપે. તમને ઈનવેસ્ટમેન્ટ કરવામાં શુક્ર મદદ નહીં કરે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
This is the last week under Venus’ rule, hence ensure to deliver all the promises you have made to other within this week, else you would lose all trustworthiness. The descending rule of Venus will not cause any financial issues or be helpful towards making right investments. Pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 12, 13, 14
LEO | સિંહ: મ.ટ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં સફળતા મળીને રહેશે. નાણાકીય બાબત માટે સમય ખુબ સારો છે. અટકેલા નાણા પાછા મેળવવા થોડીગણી ભાગદોડ કરી પાછા મેળવી શકશો. સગાઓ તરફથી સાથ સહકાર મલવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 09, 10, 13, 15 છે.
Venus’ ongoing rule ensures that you taste success in all endeavours you undertake. This is a good time for you financially. You will be able to retrieve your stuck funds, with a little effort. Relatives will be supportive. Pray to Behram Yazad daily.
Lucky Dates: 09, 10, 13, 15
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
વૈભવ, સુખ શાંતિ આપે તેવા શુક્રની દિનદશા ચાલુ થયેલી હોવાથી મોજશોખ પાછળ ખર્ચ ખુબ વધી જશે. જેટલો ખર્ચ કરશો તેટલું ધન કમાવી લેશો. બીજાને તન, મન અને ધનથી મદદ કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળી રહેશે. નવા કામ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 09, 10, 11, 15 છે.
The current phase brings in immense happiness and financial prosperity under the rule of Venus. You will be greatly inclined towards spending on fun and entertainment. You will be able to earn back the amount that you spend. You will be able to help others in every way possible. You could get an opportunity to travel abroad. You will get new work projects. Pray to Behram Yazad daily.
Lucky Dates: 09, 10, 11, 15
LIBRA | તુલા: ર.ત.
ધનની ખેંચતાણ ખુબ રહેશે. આવક આવતા પહેલા ખર્ચનું લીસ્ટ તૈયાર થઈ જશે. રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારી અગત્યની ચીજ વસ્તુ સંભાળીને રાખજો. ખોટા વિચારો ખુબ આવશે. કોઈ પણ કામ પુરૂં કરતા નાકે દમ આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
Financially, there will be difficulties. Your list of expenses will exceed even your income. Rahu’s rule will steal you of your appetite and your sleep. You are advised to be careful about not misplacing any important documents or things. Your mind will get flooded with negative thoughts. It will be very tough for you to complete any work. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 15
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ગુરૂની કૃપાથી સાથે કામ કરનાર વ્યક્તિને મદદ કરી તેનું દિલ જીતી લેશો. એકસ્ટ્રા ઈન્કમ કમાઈ શકશો. ફેમીલી મેમ્બર તરફથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. ધનને બચાવવામાં સફળ થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 09, 10, 11, 13 છે.
Jupiter’s ongoing rule will have you doing a noble deed for another. You will win over your colleagues by helping them out. You will be able to earn extra income. You will receive news from a family member which will make you happy. You will be able to save money. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 09, 10, 11, 13
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારી રાશિના માલિક ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધન મેળવી લેશો. મિત્રો તરફથી ફાયદો થશે. ફેમીલીની ડિમાન્ડ પૂરી કરવા એકસ્ટ્રા કામ કરવું પડશે. ગુરૂની વધુ કૃપા મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 12, 13, 14 છે.
Jupiter’s rule keeps you away from any financial challenges. You will receive sudden unexpected income. Friends will prove beneficial. You would need to put in extra hours at work to meet the wants of your family members. To receive Jupiter’s greater blessing, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 12, 13, 14
CAPRICORN | મકર: ખ.જ.
શનિની દિનદશા ચાલુ હોવાથી મોઢા સુધી આવેલા કામ પુરા નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. રોજના કામ સમય પર પૂરાં નહીં કરી શકો. ખર્ચ વધુ થવાથી કોઈ પાસે ઉધાર નાણા લેવાનો સમય આવશે. બીજાનું ભલુ કરવા જતાં તમારૂં ખરાબ થઈ જશે. શનિનું નિવારણ કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 09, 11, 14, 15 છે.
Saturn’s ongoing rule will pose challenges in completing even those tasks which were close to completion. You will feel lethargic. You might not be able to complete your daily chores in time. An increase in expenses could lead to your having to borrow money. Trying to help another will end up spoiling things for yourself. To placate Saturn, pray the Moti Haptan Yahst daily.
Lucky Dates: 09, 11, 14, 15
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી તમને તમારા મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે. તમારા કામો પુરા કરવામાં બુધ્ધિનો ઉપયોગ વધુ કરશો. થોડી બચત કરીને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. જો ફેમીલી મેમ્બરમાં કોઈ સાથે મતભેદ થયેલા હશે તો તમારી મીઠી વાણી વાપરી મતભેદ દૂર કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Mercury’s rule till 20th July will help you use your intelligent in greater measure to complete your tasks. You will be able to save income and invest your savings beneficially. You will be able to smooth things out with an upset family member with your sweet language. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 10, 11, 12, 13
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બુધ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા ફાયદાની વાત પર વધુ ધ્યાન આપશો. કોઈના સાચા સલાહકાર બની શકશો. બુધની કૃપાથી ધનલાભ મળતા રહેશે. નોકરી કરતા હશો ત્યાં એકસ્ટ્રા ધન કમાઈ શકશો. જૂના રોકાણમાંથી ફાયદો થવાના ચાન્સ છે. જૂના મિત્રો સાથે મનમેળાપ સારો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 09, 10, 14, 15 છે.
Mercury’s ongoing rule will have you focusing on profitable deals. You will be able to provide sincere advice to someone. You will continue to prosper. Those who are employed will be able to earn extra income. Old investments will yield profits. There will be good bonding with old friends. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 09, 10, 14, 15
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024