મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારેબાજુથી પરેશાન થઈ જશો. તમારા ઘરવાળા તમારી વાત માનવા તૈયાર નહીં થાય. ઘરવાળા પાછલ ખર્ચ કરશો તો પણ તમારી કદર નહીં કરે. તમે નોકરી કરતા હશો તો તો સાથે કામ કરનાર પણ તમને સપોર્ટ નહીં કરે. તબિયત અચાનક બગડી જશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
The start of Saturn’s rule will pose challenges for you from every corner. Your family members will not be open to what you have to say. They will not appreciate you even if you cater to their wants. Those who are employed will not receive support from their colleagues at work. Health could suddenly go down. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 6
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા બધા કામ તમે બુધ્ધિ વાપરી પુરા કરી શકશો. થોડીગણી ભાગદોડ કરવાથી વધુ ધન કમાઈ શકશો. જૂની લેતી દેતી પૂરી કરવામાં સફળ થશો. રોજ બરોજના કામ સારી રીતે પૂરા કરવામાં સફળ થશો. તમારી રાશિનકરતા. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 7 છે.
Mercury’s rule till 21st October will help you complete all your tasks using your intelligence. A little effort from your end could bring in handsome gains. You will be able to settle any old financial transactions. You will succeed in effectively executing your daily chores. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 1, 2, 5, 7
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા 20મી નવેમ્બર સુધી ચાલશે. નાણાકીય બાબતમાં થોડી કરકસર કરી ઘરમાં સારી ચીજ વસ્તુ વસાવી શકશો. બીજાને સાચી સલાહ આપી તેનું દીલ જીતી લેશો. બુધની કૃપાથી ધનની કમી નહીં આવે. હાલમાં તમે ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6 છે.
Mercury’s ongoing rule till 20th November, predicts that with a little added effort towards earning money will help you make home purchases of your liking. You will win over another with your honest advice. There will be no financial shortfall. Continue praying the Meher Nyaish daily.
Lucky Dates: 2, 3, 4, 6
CANCER | કર્ક: ડ.હ.
25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે તમારી નાની ભુલ બીજાને પહાડ જેવા લાગશે. તમે સાચુ બોલશો તો પણ તમારા દુશ્મન તમને ખોટા સાબિત કરશે. મંગળને કારણે હાલમાં જો ધ્યાન આપશો તો મોટી ઘાત માંથી બચી જશો. વાગવું પડવું, માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંત રાખી શકશો.
શુકનવંતી તા. 1, 2, 5, 7 છે.
Mars’ rule till 25th October will magnify your small mistakes into mountains to others. Despite being truthful, your detractors will prove that you are false. You are advised to be very cautious in the coming days as that could save you from a huge disaster. You could suffer from accidents or falls or headaches. To keep a peaceful mind, pray the Tir Yasht daily.
Lucky Dates: 1, 2, 5, 7
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ધારેલા કામ સમય પર પુરા કરવામાં સફળ થશો. મનને શાંત રાખી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. એક બે દિવસ બહારગામ જવાથી મનને શાંતિ આપી શકશો. મનને વધુ મજબૂત બનાવવા 34મુ નામ ‘યા બેસ્તરના’101 વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.
The ongoing Moon’s rule helps you complete your work in time, as planned. By keeping your cool, you will be able to execute even the challenging tasks with ease. You will be able to wane of mental worries. Taking a couple of days’ break by going out of town will bring you mental peace. To strengthen yourself mentally, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 3, 4, 5, 7
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લા 5 દિવસ સુર્યના તાપમાં પસાર કરવાના બાકી છે. ઉતરતી સુર્યની દિનદશા પ્રેશર ઉપર નીચે કરશે. દવા લેવામાં જરા પણ આળસ કરતા નહીં. સહી સિક્કાના કામ 6 દિવસ પછી કરજો. 6ઠ્ઠી પછી ચંદ્રની દિનદશા તમારા બગડેલા કામ સુધારી આપશે. નવા મિત્રો મળશે. હાલમાં 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 2, 6, 7, 8 છે.
You have 5 days left under the rule of the Sun. The descending rule of the Sun could affect your Blood Pressure. Do not be lazy in taking your medicines on time. You are advised to do any work related to the signing of important documents only after 6 days. The Moon’s rule, post 6th October, will help set right all the issues that have gone askew. You could make new friends. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.
Lucky Dates: 2, 6, 7, 8
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી સુખશાંતિ વૈભવ આપનાર શુક્રની દિનદશા ચાલશે. મોજશોખ પાછળ ખર્ચ ખુબ વધી જશે. અપોજીસ સેકસની સાથે સારા સારી રાખવા માટે તેમની ડિમાન્ડ પુરી કરી આપજો. મિત્રોની સલાહ લેવામાં ફાયદો થશે. જેના પર વિશ્ર્વાસ રાખશો તે તમને દગો આપશે નહીં. મનગમતી વ્યક્તિ સારી વાત કહેશે. ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 4, 6, 7 છે.
Venus’ rule till 17th October makes you inclined towards spending money over fun and entertainment. To keep cordial relations with the opposite gender, you are advised to cater to their wants. Taking advice from friends will prove beneficial. Those who trust will not let you down. Pray to Behram Yazad daily.
Lucky Dates: 2, 4, 6, 7
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસ ખુબ આનંદમાં જશે. હરવા ફરવામાં દિવસ પસાર કરી શકશો. ગામ પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. તમારા પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. નાણાકીય છૂટછાટ સારી રહેશે. ખર્ચ કરવામાં કોઈ કમી નહીં આવે. ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Venus’ ongoing rule will have you spending your days in happiness. You will spend the day having fun and entertainment. Do not let go of any opportunities to travel abroad. You will receive good news from your sweetheart. Financially, you will do well. There will be no shortage caused by spending money. Pray to Behram Yazad daily.
Lucky Dates: 1, 2, 3, 4
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
પહેલા પાંચ દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 5મી સુધી તમે નાના કામો કરી નહીં શકો. તબિયત અચાનક બગડી જશે. તાવ, માથાના દુખાવાથી પરેશાન થશો. છેલ્લા બે દિવસમાં થોડીઘણી શાંતિ મેળવશો. શુક્રની દિનદશામાં તમારા માથાનો બોજો ઉતારી શકશો. અઠવાડિયું પુજા પાઠમાં વિતાવજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.
You have 5 days remaining under Rahu’s rule. You might not be able to do even simple tasks till 5th October. Your health could suddenly go down. You could suffer from headache or fever. You will receive a little mental respite in the last 2 days of Rahu’s rule. The oncoming rule of Venus will help relieve you of your mental tensions. You are advised to spend this week in prayer and religious devotion. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 2, 3, 6, 7
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી નવેમ્બર સુધી તમે તમારા પોતાના કામો પુરા કરવા માટે ખુબ હૈરાન થશો. નાણાકીય ભીડ વધતી જશે. ખોટા ખર્ચાથી પરેશાન થઈ જશો. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. જૂના લેણદાર પરેશાન કરશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.
Rahu’s ongoing rule till 6th November, makes it very troublesome for you to get your work done. Financial strain could increase. Unnecessary expenses will cause you concern. Rahu will steal you of your sleep and appetite. Your money-lenders will trouble you. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 1, 2, 4, 5
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી બીજાની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. જે પણ કામ કરશો તેમાં સફળતા મેળવી લેશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. ધર્મ સ્થળ જવામાં આળસ કરતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 6, 7 છે.
Jupiter’s ongoing rule will have you doing good deeds for others. Sudden gains are predicted. You will taste success in all your ventures. You will be able to cater to the needs of family members. Do not be lazy to visit your place of worship. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 6, 7
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી નવેમ્બર સુધી તમારી રાશિના માલીક ગુરૂની દિનદશા ચાલશે તમારા ફેમીલી મેમ્બર અને સગાઓ તમારી મદદ લેવા આવશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઘરમાં ધણી ધણીયાણીનો પ્રેમ ખુબ વધી જશે. કુંવારા વ્યક્તિનઓને પોતાની પસંદગીની વ્યક્તિ મળી શકશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 5 છે.
Jupiter’s rule till 26th November will have your family members and relatives flock to you for your help. Financial prosperity is indicated. The affection between couples will greatly increase. Those who are single will be able to find their ideal partners. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 1, 2, 3, 5
- Surat’s Mum-Daughter Maharukh Chichgar And Mahazarin Variava To Perform Rare ‘Arangetram’ - 7 January2025
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025