મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધતા જશે. ખર્ચ પર કાબુ મુકવામાં સફળ નહીં થાવ. નાની મુસાફરીનો ચાન્સ મળે તો જવા દેતા નહીં. ચાલુ કામની અંદર પ્રમોશન અથવા નાણાકીય ફાયદો થશે. મનગમતી વ્યક્તિને સામેથી મલવા જજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 4, 8, 9, 10 છે.
Venus’ rule till 13th April will have you increasing your inclinations towards fun and entertainment. You will not be successful in controlling your expenditures. Do not let go of any opportunity to travel. You will benefit with profits or a promotion in your ongoing work project. You are advised to take the initiative and meet your favourite person. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 8, 9, 10
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને આજથી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 14મી મે સુધી તમે તમારા ખરાબ સમયમાંથી બહાર આવી જશો. નાણાકીય મુશ્કેલી દૂર થતી જશે. અધુરા રહેલા કામો જલદી પુરા કરવા માટે કોઈનો સાથ સહકાર મળી જશે. નવા મિત્રો મલવાના ચાન્સ છે. બને તો રોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Venus’ rule, starting today till 14 May, will help to pull you out of difficult times. Your financial issues will gradually fade away. You will get support in completing your unfinished work projects. You could make new friends. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 7, 8
GEMINI | મિથુન: ક.છ.ઘ.
3જી એપ્રિલથી શરૂ થતી રાહુની દિનદશા તમને નાનામાં નાના કામમાં પરેશાન કરશે. તમારી સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહીં. અચાનક તબિયત બગડી જાય તો નવાઈમાં નહીં પડતા. બીજાનું ભલુ કરવા જતા તમે તમારા અંગત વ્યક્તિને નારાજ કરશો. બને એટલું પાક પરવરદેગારનું નામ લેજો. હાલમાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 6, 9, 10 છે.
Rahu’s rule, starting from 3rd April, will prove troublesome across all areas. You will be unable to focus on things in front of your eyes. You could suffer from sudden deterioration in health. Trying to help others could result in you upsetting someone close to you. Take God’s name as much as you can. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 4, 6, 9, 10
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી કુટુંબમાં ખુબ શાંતિ રહેશે. ફેમીલી મેમ્બર સાથે મનમેળાપ વધતો જશે. ધણી ધણીયાણી નાની મુસાફરી કરી શકશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કોઈ સગા સંબંધીને નાણાંકીય મદદ કરીને ભલી દુવા મેળવી લેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 7, 10 છે.
Jupiter’s rule till 23rd March will ensure a lot of peace within the family as well as mental bonding with family members. Couples will be able to take a short trip. There will be no financial concerns. You will receive the blessings of a family member by helping them out financially. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 4, 5, 7, 10
LEO | સિંહ: મ.ટ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જાણતા અજાણતા તમે કોઈના મદદગાર થઈ જશો. ધનની ચિંતા જરાબી નહીં આવે. થોડીક મહેનત કરવાથી રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. થોડું ઈનવેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળે તો કરી લેજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કરકસર નહીં કરો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Jupiter’s ongoing rule will make your actions help others, inadvertently or knowingly. There will be no financial worries at all. With a little effort you will be able to retrieve your stuck funds. If you get the chance, do invest some money. Do not hesitate to make purchases for the house. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 7, 8, 9
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
18મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. તમે તબિયતની સંભાળ નહીં રાખો તો મોટી મુસીબતમાં ફસાઈ જશો. કોઈ પણ બાબતને સહેલાઈથી લેતા નહીં. તમે જો સાંધાના અથવા માથાના દુખાવાથી પરેશાન થશો તથા હાઈપ્રેશરથી ખાસ સંભાળજો. રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી રાહત મળશે.
શુકનવંતી તા. 4, 5, 8, 10 છે.
Saturn’s rule till 18th March suggests that you take special care of your health. Your carelessness towards your health could land you in big trouble. Do not take any matters with ease. You could suffer from joint pains and headaches, as also high blood pressure. For relief, pray the Moti Haptan Yasht, daily.
Lucky Dates: 4, 5, 8, 10
LIBRA | તુલા: ર.ત.
છેલ્લા બે અઠવાડિયા જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં તમારા માથાના બોજાને ઓછો કરવામાં સફળ થઈ જશો. થોડી કરકસર કરીને સારી જગ્યાએ નાનું ઈનવેસ્ટમેન્ટ કરી લેજો. મિત્રોે તથા સગાઓ તમને મદદ કરવા માટે તૈયાર રહેશે. તેઓની મદદથી તમારા કામ સરળતાથી કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.
You have 2 weeks remaining under Mercury’s rule. You will be able to reduce your mental tensions. With a little effort, ensure to make a small investment in a good place. Friends and relatives will be eager to help you. You will be able to complete your work effectively and smoothly, with their help. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 6, 7, 9
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામનું ફળ મળી રહેશે. રોજના કામો કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. લાંબા સમયનો વિચાર કરીને કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તમારી બુધ્ધિ પ્રમાણે ધન મેળવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 7, 8, 10 છે.
Mercury’s ongoing rule will ensure to give you the fruits of your labour. You will be able to carry out your daily chores smoothly. You could receive good news from abroad. Working towards your long-term plans will not pose any challenges. You will be able to earn as per your intelligence. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 4, 7, 8, 10
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારો ગુસ્સો ઓછો નહીં થાય. સમજ્યા વગર કોઈ ખોટી વ્યક્તિ પર ગુસ્સે થઈ જશો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ઘરમાં ખોટા ખર્ચા વધી જશે. ભાઈ બહેન નાની બાબત પર નારાજ થઈ જશે. તાવ શરદી માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 9 છે.
Mars’ ongoing rule does not allow your anger to reduce. You could end up taking your anger out on the wrong person. You are advised to ride/drive your vehicles with great caution. Unnecessary expenses could increase on the home-front. Sibling could get upset with you over petty matters. You could suffer from fever, cold or headaches. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 4, 5, 6, 9
CAPRICORN | મકર: ખ.જ.
23 માર્ચ સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. જે પણ વિચાર કરશો તેને સફળ બનાવવામાં મહેનત કરીને સફળતા મેળવશો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. મનને આનંદમાં રાખવા માટે મુસાફરીનો પ્લાન બનાવી લેજો. મનગમતી વ્યક્તિને મળી શકશો. મનને શાંત કરવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 7, 8, 10 છે.
The calming Moon’s rule till 23rd March, will help you manifest your thoughts into reality, if you put in a little hard work. You will be able to cater to the wants of family members. You are advised to make travel plans as this will give you peace and happiness. You will be able to meet your favourite person. To keep the mind at peace, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 4, 7, 8, 10
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને આજથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં મનની શાંતિ અપાવીને રહેશે. 23મી એપ્રિલ સુધી તમે તમારા કામકાજને ખુબ સારી રીતે પુરા કરી શકશો. ઘરવાળા સાથે હોલીડે પ્લાન બનાવવામાં સફળ થશો. જૂની વાતોને યાદ કરવાની ભુલ કરતા નહીં. મિત્રોના સાચા સલાહકાર બની શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.
The Moon’s rule, starting today, for the next 50 days, will ensure to bring you mental peace. You will be able to execute all your professional projects effectively till 23rd April. You will be able to make holiday plans with your family members. Do not think of the past issues. You will be a sincere advisor to your friends. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 5, 6, 9, 10
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. જો તમે કોઈના પ્રેમમાં હો તો તમારા મનની વાત કહેવામાં સમય ખરાબ નહીં કરતા. સારા સમાચાર આવવાના ચાન્સ છે. શુક્રની કૃપાથી બીજાને સમજાવી પતાવીને તમારા કામોને પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુુ રાખજો.
શુકનવંતી તા. 4, 7, 8, 9 છે.
Venus’ rule till 14th March suggests that you speak out what’s on your mind to your sweetheart. You could expect good news. With the grace of Venus, you will be able to convince others to help you in completing your work projects. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 7, 8, 9
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024