મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે સોશીયલ વર્ક ખુબ સારી રીતે કરી શકશો. તબિયતની ચિંતા નહીં હોવાથી રોજના કામો સારી રીતે કરી શકશો. ચંદ્રની કૃપાથી જેટલું જાઈએ તેટલું ધન મેળવી લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.
The Moon’s rule till 25th June will have you executing social work very effectively. With your health keeping well, you will be able to do your daily chores efficiently. With the Moon’s grace, you will be able to earn as much money as you wish to. Short travel opportunity is indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 20, 23, 24, 25
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાનો દુખાવો ખુબ હૈરાન કરશે. સુર્યને કારણે બપોરના કોઈ પણ કામ કરવાનું મન નહીં થાય. કંટાળામાં દિવસ પસાર કરવા પડશે. હાલમાં સહી સિકકાના કામ કરવાની ભુલ કરતા નહીં. વડીલવર્ગની તબિયતની ચિંતા સતાવશે. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 24, 26 છે.
The ongoing Sun’s rule could leave you with troublesome headaches. You will not feel like doing any work in the afternoons. You will feel irritated and lethargic most of the day. You are advised not to sign any important paperwork in this period. The health of the elderly could cause concern. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 21, 22, 24, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કોઈપણ કામમાં મુશ્કેલીઓ નહીં આવે. તમે બીજાના મદદગાર થઈ શકશો. મુશ્કેલીભર્યા કામ સમય પર પુરા કરવામાં સફળ થશો. નાણાંકીય મુશ્કેલીમાં નહીં આવો. જેટલો ખર્ચ કરશો તેટલા નાણાં કમાઈ લેવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
Venus’ ongoing rule will ensure you face no challenges in any of your endeavours. You will be helpful to others. You will be able to complete even difficult tasks on time. There will be no financial shortage. You will be able to earn back as much as you spend. Pray to Behram Yazad daily.
Lucky Dates: 20, 21, 22, 23
______________________________________________________________________________________________________________________________________
CANCER | કર્ક: ડ.હ.
તમને પણ શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખમાં દિવસો પસાર કરી શકશો. કામકાજને વધારવા થોડી ભાગદોડ કરવી પડશે. તેનાથી કામ પણ વધશે અને ધન પણ મળશે. અપોઝીટ સેકસનું એટ્રેકશન ખુબ વધી જશે. અપોઝીટ સેકસને તમારા મનની વાત કહી દેજો. રોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 24, 26 છે.
Venus’ rule will have you spending your days in fun and entertainment. You will need to put in some effort to expand your business, which will increase your business as well as your finances. Attraction towards the opposite gender will increase greatly – you are advised to share with them what is going on in your mind. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 24, 26
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશામાં દિવસો પસાર કરવાના બાકી છે. આજુબાજુવાળા સાથે સંબંધો બગડી ન જાય તેનું ધ્યાન રાખજો. નાણાકીય ખેચતાણ ખુબ રહેશે. ખોટી જગ્યાએ ખર્ચ વધી જવાથી કોઈ પાસે લોન લેવાનો સમય આવશે. ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.
Rahu’s rule till 4th June cautions you to take care of your relationship with neighbours as these could get harmed. Financial struggle is indicated. With expenses increasing unnecessarily, you might need to take a loan. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 20, 23, 24, 25
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજ અને કાલનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી બે દિવસમાં ઘરવાળાને નારાજ નહીં કરતા. તેમની ડિમાન્ડ પુરી કરી લેજો. 22મીથી 42 દિવસ રાહુની દિનદશા તમારી રાતની ઉંઘ અને દિવસની ભુખ બન્ને ઉડાવી દેશે. નેગેટીવ વિચારથી પરેશાન થશો. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું શરૂ કરજો.
શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.
Jupiter’s rule lasts today and tomorrow – try not to aggravate your family members in this period. Cater to their wants. Rahu’s rule, starting from 22nd May, for the next 42 days, will rob you of your appetite and your sleep. Negative thoughts will haunt you. Starting today, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 20, 21, 25, 26
LIBRA | તુલા: ર.ત.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી રોજબરોજના કામો ખુબ સારી રીતે કરી શકશો. નાના કામ સમય પર પુરા કરવાની કોશિશ કરશો. ગુરૂની કૃપાથી ધનની કમી નહીં આવે. ધનને લીધે કોઈપણ કામ અટકશે નહીં. સોશીયલ અને ધર્મના કામો કરવાથી મનને શાંતિ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Jupiter’s ongoing rule helps you manage your daily tasks effectively. Try to complete your smaller tasks on time. There will be no financial shortage. No work will get stalled for financial reasons. You will get mental peace by doing religious and social duties. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 24
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા 4 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને ખોટા વિચારોથી પરેશાન કરશે. તબિયતની ખાસ સંભાળ લેજો. 24મીથી ગુરૂની દિનદશા ધીરે ધીરે તમને સુખ આપવામાં સફળ થશે. અટકેલા કામો ફરી ચાલુ થશે. આજથી મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 20, 24, 25, 26 છે.
You have 4 days remaining under Saturn’s rule – its descending rule will fill your mind with negative thoughts. Take special care of your health. Jupiter’s rule, starting 24th May, will gradually bring you much peace and happiness. You will be able to restart your stalled projects. Starting today, pray the Sarosh Yasht, along with the Moti Haptan Yasht, daily.
Lucky Dates: 20, 24, 25, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે. હાલમાં શનિ તમને આળસુ બનાવી દેશે. રોજના કામો કરવામાં ખુબ હૈરાન થશો. નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. શેર-સટ્ટાથી દૂર રહેજો. શનિ તમારી તબિયતને બગાડી નાખશે. તમેજોઈન્ટ પેઈનથી પરેશાન થશો. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Saturn’s rule till 25th June makes you lethargic. Doing your daily chores will feel troublesome to you. Financial struggles are indicated. Avoid the share market. Your health could take a dive – you could suffer from joint pains. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 24
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે. તમે તમારા ખર્ચને ઓછા કરીને ધન બચાવી શકશો. થોડી મહેનત કરવાથી વધુ સારા ફળ મેળવશો. હીસાબી કામ પર વધુ ધ્યાન આપજો. મિત્રોનો સાથ મળવાથી વધુ આનંદમાં દિવસ પસાર કરશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.
Mercury’s rule till 18th June will help you control your expenses and save money. A little added effort will yield a lot of benefits. You are advised to focus on accounts-related work. The support of your friends will give you joy. You will be able to meet your favourite person. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 20, 22, 25, 26
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આજ અને કાલનો દિવસ ખુબ શાંતિમાં પસાર કરી લેજો. કોઈ વ્યક્તિ બે દિવસ ખોટી રીતે પરેશાન કરશે. બાકી 22મીથી બુધની દિનદશા તમને વાણીયા જેવા બનાવી દેશે. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી દેશો. 20મી જુલાઈ સુધીમાં નાણાકીય સ્થિતિમાં સારા સારી થતી જશે. આ અઠવાડિયામાં ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ પણ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.
You can spend today and tomorrow in peace. Someone could wrongly trouble you during these days. Mercury’s rule, starting 22nd May, till 20th July, will make you sharper. You will be able to win over strangers with your sweet words. Financial prosperity is indicated. Throughout this week, pray the Meher Nyaish along with the Tir Yasht daily.
Lucky Dates: 22, 24, 25, 26
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
પહેલા 4 દિવસમાં ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી લેજો. ચંદ્ર તમારા મનને 24મી સુધી શાંત રખાવશે. 24મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમને ચીડીયા સ્વભાવ બનાવી દેશે. જે લોકો હાલમાં તમારા મિત્ર હશે તે મંગળની દિનદશા તમારી સાથે શત્રુ જેવો વહેવાર કરશે. તબિયતની ઉપર ધ્યાન આપજો. ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 26 છે.
You are advised to cater to the wants of your family over the next 4 days. Till 24th May, the Moon will keep your mind in peace. Mars’ rule, starting 24th May, for the 28 days, will make you irritable. Your current friends could treat you like an enemy. Pay attention to your health. Pray the Tir Yasht along with reciting the 34th Name, ‘Ya Beshtarna’, daily.
Lucky Dates: 20, 21, 22, 26
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025