તાજેતરમાં જ સુરત પારસી પંચાયત સંચાલિત સુરતની શાળાઓના વિધાર્થી તથા વિધાર્થીનીઓ માટે બે અઠવાડીયાના કોચીંગ કેમ્પનું આયોજન સુરત પારસી પંચાયત દ્રારા કરવામાં આવ્યુ હતુ.
આ કેમ્પમાં સુરત પારસી પંચાયત સંચાલિત શાળાઓ ઉપરાંત શહેરની અન્ય શાળાના સ્ટુડન્ટસો સહિત દોઢસોથી પણ વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્કેટીંગ, ડાન્સ, ફટબોલ, જીમ્નાસ્ટીક, વોલીબોલ તેમજ ટેબલ ટેનીસ જેવી રમતો સંદર્ભે વ્યવસ્થિત ઢબે તાલીમ આપવામાં આવી હતી. આ કેમ્પની પર્ણાહુતિ 29/04/2023 શનિવારના રોજ થઈ હતી. જે પ્રસંગે ભારત સરકારના રાષ્ટ્રીય લઘુમતિ પંચના વાઈસ ચેરમેન તથા અગ્રણી એડવોકેટ કેરસીભાઈ દેબુએ મુખ્ય મહેમાનપદ શોભાવ્યું હતું તથા જાણીતા એકવોકેટ અને સામાજીક કાર્યકર્તા શ્રી દારાભાઈ દેબુ અતિથિ વિશેષ પદ પર હતા. સુરત પારસી પંચાયતના શાહપોર ખાતેના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ પૂર્ણાહુતિ સમારંભ દરમ્યાન તાલીમાર્થીઓને સર્ટીફીકેટથી નવાજવામાં આવ્યા હતા.
શ્રી જામાસ્પ પાત્રાવાલા અને શ્રી વિરાફ વરાછાવાલાએ કેમ્પ દરમ્યાન કોચ તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પુર્ણાહુતિ પ્રસંગે સુરત પારસી પંચાયત સંચાલિત વિવિધ શાળાઓના આચાર્યાશ્રીઓ, સંબધિત શિક્ષકો તથા અગ્રણીઓ ઉપસ્થિત હતા.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024