અથોરનાન ફાઊન્ડેશન દ્વારા આયોજીત 21મો રેસીડેનશીયલ રીફ્રેશર પ્રોગ્રામ ફોર ઓસ્તાઝ એન્ડ એરવદ અને 14મો રેસીડેનશીયલ વર્કશોપ ફોર બહેદિનપાસબાન

તા. 17 એપ્રિલ રોજ અસ્પંદામર્દ માહ આદરના દિને સાંજે 05:30 ક. જશનની પવિત્ર ક્રીયા, કામાબાગ, અગિયારીના એરવદ સાહેબ ફરઝાદ રાવજી, એ. હોરમઝદ રાવજી અને એ. નોઝર તારાચંદ સાથે હમશરીકી કરી હતી.
ત્યારબાદ સ્ટેજ પર બિરાજમાન અતિથિ વિશેષ કોમોડોર અસ્પી મારકર સાહેબ, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા પંથકી કરાની અગીયારી, ટ્રસ્ટી ફરઝાદ રાવજી તથા એ. સાહેબ સાયરસ દરબારી સર્વે સાહેબોને વેલકમ કરતા અને પ્રોગ્રામનો સુંદર ઈતિહાસ પ્રુફ સાથે આ કાર્યક્રમના આયોજક ટ્રસ્ટી સાહેબ ડો. એ. સાયરસ દસ્તુરે ખુબ છટાદાર ભાષામાં વિગતો આપી હતી.
અથોરનાન ફેડરેશનના વાઈસ ચેરમેન એન્ડ ટ્રસ્ટી ચીફ કોરડીનેટર દસ્તુરજી સાહેબ કેખશરૂ રાવજી મહેરજીરાના નાહનની નીરંગદીનની
ક્રીયામાં બીઝી હોવાથી એઓશ્રીની ગેરહાજરી નજરે પડતી હતી. એઓશ્રીએ અગીયારી પર સર્વેને બોલાવી નીરંગદીનનું મહત્વ સમજાવ્યું હતું. સ્વ. મહેરવાનજી મંચેરજી કામાની આગવી સોચને કારણે જ આજે આ સુંદર અને ભવ્ય કાર્યક્રમ દાદગાહ સાહેબો, અગીયારીઓ, ગામશહેરોમાં વસેલી છે. તેના આતશાપાદશાહ સાહેબો ઝળહળતા સદાકાળ રહે તે માટે અથોરનાન ફાઉન્ડેશન સખ્ત મહેનત કરી રહ્યું છે અને ખુદાનો આભાર માની રહ્યા છે.

એ. યઝદી આઈબારા સાહેબે વેલકમ કરતા, નવા પાર્ટીશીપન્સોને જોઈ ખુશી બતાવી હતી. ડો. એ. સાયરસ દસ્તુર જે જેહમત ઉઠાવી રહ્યા છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ ભગીરથ કાર્યો માટે ધન્યવાદ આપ્યો હતો. ફક્ત બાજ અને યજશને-વંદીદાદ મોબેદ સાહેબોજ કરી શકે. બહેદીન પાસબાનો, બોય – જશન – અફરગાન – સ્તુમ – ફ્રવષી કરી શકે જ્યાં મોબેદ સાહેબો નહી હોય ત્યાં મરણની ક્રીયા પણ બહેદીન પાસબાનો કરી શકે છે.

ચીફ ગેસ્ટ કોમોડોર અસ્પી મારકરે બહેદિન પાસબાનોને મુબારકબાદી આપતા, ગુજરાત અને મહારાષ્ટ્રના ગામડાઓમાં દાદગાહ સાહેબો જે બિયાબાન હાલતમાં પડયા છે તે બદલ બહેદિન પાસબાનો સંભાળી રહ્યા છે તે બદલ ધન્યવાદ આપ્યા હતા. પરંતુ હજી પણ કેટલીક અગીયારીઓમાં આતશપાદશાહ બંધ પડયા છે તે બદ્દલ લાચારી વ્યક્ત કરી હતી. એ. સાહેબ સાયરસ દરબારીએ અંતમાં બધાનો આભાર માની કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.

About - મર્ઝબાન એચ્ચશા વાડીયા (ઉમરગામવાળા) (સિની. બહેદિનપાસબાન)

Leave a Reply

*