મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે ઘરમાં કોઈ સારા કામકાજ કરવામાં સફળ થશો. કામકાજનું પ્રેશર ઓછું રહેશે. ચંદ્ર તમારા મનને શાંતિ આપશે. હાલમાં ડીસીઝન લેવામાં મુશ્કેલી નહીં આવે. ધનની કમી નહીં આવે. મનને શાંત રાખીને બીજાની મુશ્કેલીઓ ઓછી કરશો. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 3, 6, 7, 9 છે.
The Moon’s rule, till 25th June, will make you successful in doing good deeds around the house. Work pressure will be less. The Moon’s influence will calm your mind. You will not find it difficult to make decisions in this phase. There will be no financial shortage. You will be able to help others resolve their issues with a peaceful mind. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 3, 6, 7, 9
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજનો દિવસ સુર્યના તાપમાં પસાર કરવાનો બાકી છે. બને તો ઘરમાં આજે આરામ કરી લેજો. કોઈ અંગત વ્યક્તિ સાથે ઝગડામાં પડતા નહીં. કાલથી શરૂ થતી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા અધુરા કામને પુરા કરાવી આપશે. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. મગજને શાંત રાખજો. આજે 96મુ નામ ‘યા રયોમંદ’ અને કાલથી ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Today is the last day under the Sun’s rule. Try to stay at home and relax. Avoid getting into a fight with anyone close to you. The Moon’s rule, starting tomorrow and lasting for the next 50 days, will help you complete your unfinished tasks. You could get opportunities to go abroad. Keep a cool mind. Today, pray the 96th Name, ‘Ya Rayomand’, and from tomorrow, pray the 34th Name, ‘Ya Beshtarna’, each 101 times, daily.
Lucky Dates: 5, 6, 7, 8
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લા બે અઠવાડિયા મોજશોખમાં પસાર કરવાના બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પુરી કરી લેજો. ખરાબ સમયમાં તે લોકો તમારા મદદગાર બનશે. કામકાજમાં સારા સારી રહેશે. બને તો થોડા પૈસા બચાવી સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી લેજો. પૈસાની લેતી દેતી પહેલા પુરી કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 7, 9 છે.
You have 2 more weeks to spend in fun and entertainment. Prioritize catering to the wants of your family members. They are the ones who will help you through your tough times. Professionally things will look good. If possible, try to save and invest some of your income in a profitable venture. You are advised to complete any financial transactions first. Pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 7, 9
CANCER | કર્ક: ડ.હ.
તમને મોજીલા શુક્રની દિનદશા 16મી જુલાઈ સુધી ચાલશે. તમે તમારા દિવસો હરવા ફરવામાં પસાર કરી શકશો. કોઈ નવી વ્યક્તિ જીવનમાં મળી જશે. તબિયતમાં સુધારો થતો જશે. શુક્રની કૃપાથી અપોઝીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 5, 7, 9 છે.
Venus’ rule till 16th July will have you spending your days having fun travels and entertainment. You will meet a new person. Health will improve well. With Venus’ graces, you will get support from members of the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 5, 7, 9
LEO | સિંહ: મ.ટ.
તમારે આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તબિયત પર ખુબ ધ્યાન આપજો. ખાવાપીવામાં સંભાળજો. આવતી કાલથી શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં ભરપુર સુખ આપશે. તમારા અધુરા સપનાઓને પુરા કરી શકશો. નવી ઓળખાણો થશે. આજે ‘મહાબોખ્તાર નીઆએશ’ અને કાલથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 5, 6, 8, 9 છે.
This is your last day under Rahu’s rule. Pay a lot of attention to your health. Be careful of your diet. Venus’ rule, starting tomorrow, and lasting for the next 70 days, will bring you much joy. You will be able to make your broken dreams come true. You will meet new people. Pray the Mah Bokhtar Nyaish today, and from tomorrow, pray to Behram Yazad, daily.
Lucky Dates: 5, 6, 8, 9
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે કરેલા કામમાં તમને જશ નહીં મળે. બીજાને માર્ગદર્શન આપવા જશો તો તે વ્યક્તિ તમને માન નહીં આપે. અચાનક ખર્ચ વધી જવાથી ચિંતામાં આવશો. તબિયતની ખાસ સંભાળ રાખજો. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકશે. બેદરકાર રહેતા નહીં. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.
Rahu’s ongoing rule does not allow you to reap the benefits of your hard work. Trying to show someone the right path will only earn you their disrespect. A sudden increase in expenditure will cause you worry. Take special care of your health. A small mistake of yours could land you in big trouble – do not be careless. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 3, 4, 7, 8
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામની સાથે કોઈના મદદગાર બની શકશો. બીજાની સેવા તથા મદદ કરવામાં આગળ પડતો ભાગ લેશો. ગુરૂની કૃપાથી જે પણ કામ કરશો તેમાં સંતોષ મળશે. અચાનક ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ફેમીલી મેમ્બરના મદદગાર બની જશો. જૂના રોકાણમાંથી ફાયદો મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી આનંદમાં રહેશો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Jupiter’s ongoing rule will enable you to help others while smoothly executing your own work. You will lead from the front in helping or serving others. With Jupiter’s grace, you will find contentment in all your endeavours. You could expect sudden, anonymous help. You will help a family member. Old investments will yield profits. To stay joyful, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 7, 8, 9
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમારી રાશિના માલીક મંગળના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી સોશીયલ કામો પર વધુ ધ્યાન આપશો. ધનની ચિંતા નહીં આવે. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી ઘરનું વાતાવરણ ખુબ સારૂં રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જરૂરતમંદ વ્યક્તિને મદદ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.
The onset of Jupiter’s rule makes you inclined towards social service. There will be no financial worries. A small promotion is predicted. The home atmosphere will be very cordial. Ensure to make investments. Help those in need. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 8
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે. તમે તમારા નાના કામ કરવામાં પણ સફળ નહીં થાવ. શનિ તમને આળસુ બનાવી દેશે. જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. ખુબ મહેનત કરીને બચત કરશો ત્યાં બીજી જગ્યાએ ડબલ ખર્ચ કરવો પડશે. ઘરમાં લોખંડ કે ઈલેકટ્રીકની વસ્તુ લેવાની ભુલ કરતા નહી. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Saturn’s rule till 25th June will make it difficult for you to succeed even in your petty jobs. Saturn makes you lethargic. You could suffer from joint-pain. Despite working hard and saving money, you will end up having to spend the same elsewhere. Do not purchase any electronic or iron products for the house. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 6, 7, 8, 9
CAPRICORN | મકર: ખ.જ.
તમારા કામમાં સારા રીઝલ્ટ મેલવશો. જે પણ કામ હાથમાં લેશો તે પુરા કરીને મુકશો. 18મી જૂન સુધી બુધ તમને બુધ્ધિ વાપરી ધન મેલવવા માટે મદદ કરશે. નોકરી કરનારને નાનું પ્રમોશન મલવાના ચાન્સ છે. કોઈને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. અંગત વ્યક્તિને મનાવી લેવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.
Your work will bear good results. You will be able to complete all the work projects that you undertake. Mercury’s rule till 18th June helps you to use your intelligence and earn money. The employed could expect a small promotion. You will win over someone with your sincere advice. You will be able to win over someone close who is upset with you. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 3, 4, 5, 8
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમને તમારા કામ કરવામાં ખુબ આનંદ મળશે. નાણાકીય લેતી દેતીના કામ કરવામાં સફળતા મળશે. મિત્રોનો સાથ મળવાથી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 6, 7, 9 છે.
Mercury’s rule till 20th July brings you much job satisfaction in your work. You will be successful in carrying out any financial transactions. The support of friends will help you in resolving even challenging tasks with ease. Ensure to make investments as these will benefit you in the future. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 3, 6, 7, 9
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી જૂન સુધી મંગળની દિનદશા તમારા મગજને ખુબ તપાવશે. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ભાઈ બહેન સાથે મતભેદ પડી જશે. ધણી ધણીયાણીમાં ખટપટ થતી રહેશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. તાવ, શરદી, માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Mars’ rule till 23rd June will heat up your head. You will get angry over petty matters. Squabbles with siblings in indicated. Couples will have constant arguments. Do not make any new purchases for the house. You could suffer from fever, cold or headaches. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 4, 5, 6, 7