Your Moonsign Janam Rashi This Week –
17 June – 23 June 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી પહેલા તમારા અગત્યના કામો પુરા કરી લેજો. કોઈપણ વ્યક્તિને કોઈ પણ જાતના પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. કોઈને પ્રોમીશ આપવું પડે તો 24મી જુલાઈ સુધીનો સમય માંગી લેજો. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 21, 22, 23 છે.

You are advised to complete any important tasks before the 25th of June. Do not make the mistake of making any commitments or promises to anyone. If at all you need to commit, ensure you ask for grace period till 24th July. You will get good news from abroad. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 19, 21, 22, 23


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે ગામ પરગામ જવાનો પ્લાન બનાવશો. તેમાં સફળતા સાથે તમને આનંદ પણ મળશે. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. રોજ બરોજના કામો સમય પર પુરા કરી શકશો. તમારા લીધેલા ડીસીઝનમાં તમે વધુ સફળ થશો. તબિયતમાં સારા સારી રહે તે માટે રોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 20, 23 છે.

The ongoing Moon’s rule has you making travel plans for abroad. These will be successful and bring you much joy. You will be able to keep your family content. You will be able to complete your daily chores on time. Decisions made by you will bring you success. To ensure the best of health, pray the 34th Name, ‘Ya Beshtarna, 101 times, daily.

Lucky Dates: 17, 18, 20, 23


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ગઈ કાલથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે તેથી હાલમાં નાના કામબી પૂરા નહીં થાય સરકારી કામથી દૂર રહેજો. તમે જેને અંગત માનતા હો તે જ વ્યક્તિ તમારી પાસે નહીં આવે. વડીલવર્ગની તબિયત પર ખાસ ધ્યાન આપજો. તમારી નાની બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકશે. સુર્યના તાપને ઓછો કરવા દરરોજ ‘યા રયોમંદ’ 101 ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

The Sun’s rule which started from yesterday, makes it difficult for you to complete even small tasks. You are advised to refrain from doing any legal work. The person you feel close too will not seem to want to be with you. Pay special attention to the health of the elderly. A small carelessness could land you in big trouble. To placate the heat of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 19, 20, 21, 22


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. કોઈ નવી વ્યક્તિ મળવાના ચાન્સ છે. જીવનમાં ફેરફાર કરી શકશો. તમારા મનને શાંતિ આનંદ મળે તેવા કામ કરવામાં સફળ થશો. પૈસાની ચિંતા હોય તો તેને દૂર કરવા માટે સિધો રસ્તો મળી આવશે. મિત્રોનો સાથ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 20, 23 છે.

Venus’ ongoing rule results in an increase in your inclinations towards fun and entertainment. You will meet a new person. You will be able to bring about life changes. You will be able to do work which brings you mental peace and happiness. You will find a third way to pull you out of any financial distress. Friends will be supportive. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 18, 20, 23


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. શુક્ર તમારા મોજશોખમાં જરાબી કમી નહીં આવવા દે. તમે તમારા કરેલ ખર્ચ કરતા થોડું વધુ કમાઈ લેશો. તમારા દુશ્મન તમારો વાળ વાંકો નહીં કરી શકે. ગામ પરગામ જવાના ચાન્સ ભરપુર છે. નવા મિત્રો મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Venus’ rule till 16th August ensures that you enjoy life to the fullest. You will be able to earn a little more than you spend. Your detractors will be powerless against you. There are strong chances for you to go abroad. You will make new friends. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 20, 21, 22


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં મુશ્કેલીમાં આવી જશો. જે પણ કામ કરશો તેમાં તમારી જાત પર તમને વિશ્ર્વાસ નહીં આવે. ખોટા વિચાર તથા ડરથી વધારે પરેશાન થશો. તમારૂં સાચું બોલેલું કોઈ માટે કડવું ઝેર બની જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 20, 21 છે.

Rahu’s ongoing rule will pose challenges for you even in petty tasks. Whatever you do will end up taking away from your self-belief. You will feel excessively affected by negative thoughts and fears. The truth you utter could feel like a bitter poison for another. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 17, 18, 20, 21


LIBRA | તુલા: ર.ત.

07Libra

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. જે બી ધન કમાશો તેમાંથી ઘરવાળા માટે થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરી લેજો. કામ ધંધા ઉપર નુકસાન થવાના ચાન્સ છે પણ ગુરૂ તમારા મદદગાર બની જશે. થોડું ધન બચાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.

Jupiter’s ongoing rule will have you do helpful service for another. Ensure to invest some money towards your family from your earnings. Your work could lead to losses, but Jupiter’s graces will be helpful to you. You will be able to save a little money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 19, 21, 22


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને તમારી રાશિના માલિક મંગળના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ગુરૂની કૃપાથી નાણાકીય બાબતની જરાબી ચિંતા કરવાનો સમય નહીં આવે. ફેમીલી મેમ્બરને ખુશ રાખવામાં સફળ થશો. નવા કામ કરવામાં સફળ થશો. રોજના કામો ખુબ સારી રીતે કરી શકો તે માટે રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 20, 22, 23 છે.

Jupiter’s rule will ensure that you do not have to bother about any financial stresses in the least. You will be able to keep your family members happy. New projects will be successful. To be able to continue executing your daily tasks effectively, pray the Meher Nyaish daily.

Lucky Dates: 17, 20, 22, 23


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાના કામો પુરા કરવા માટે નાકે દમ આવશે. શનિને કારણે તમારૂં મન નહીં લાગે. નાણાકીય બાબતમાં ખુબ ખેચતાણ રહેશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. શનિનું નિવારણ કરવા માગતા હો તો દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20 21 છે.

Saturn’s rule makes it very difficult for you to execute even the smallest of tasks. You will feel restless and will not be able to focus your mind on one thing. Financial difficulty is indicated. Unnecessary expenses will worry you. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 19, 20 21


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને આજનો દિવસ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. લેતીદેતી આજે પુરી કરી લેજો નહીં તો કાલથી આવતા 36 દિવસ માટે શનિની દિનદશા પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. તમારી આવક ઓછી ખર્ચ વધુ થવાથી પરેશાન થશો. આજથી ભુલ્યા વગર મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Today is your last day to spend in peace. Ensure to complete all your financial transactions today. Saturn’s rule, starting tomorrow, and lasting for the next 36 days, will bring you much harassment. You could feel lethargic. You will be worried as your expenses will exceed your income. Starting today, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 18, 19, 20


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજની અંદર તમે સફળ થશો. બુધ તમને કરકસર કેમ કરવી તે બતાવી દેશે. બચાવેલ નાણાને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. તમારા કામકાજની અંદર જશની સાથે ધન મેળવવામાં સફળ થશો. બુધ્ધિ વાપરીને કામ કરવામાં સફળ થશો. રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

The onset of Mercury’s rule brings you immense professional success. You will learn the meaning of hard work and sincerity in this phase. You will be able to invest your saved money profitably. You will receive fame as well as fortune in your work. You will be able to work intelligently. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 17, 18, 19, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બને એટલું બોલવા પર કંટ્રોલ રાખજો. મંગળ તમને ખોટી બાબતમાં ઉશ્કેરાટમાં લાવી દેશે. બને તો અગત્યના ડીસીઝન લેવાની ભુલ કરતા નહીં. વાહન ચલાવતા સમયે ખુબ ધ્યાન આપજો નહીં તો એકસીડન્ટ થવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

This is the last week under Mars’ rule. Try to practice maximum control over speaking. Mars could tend to provoke you over wrong matters. Avoid making any important decisions during this period. Ride/drive your vehicles with utmost caution, else you could meet with an accident. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 18, 21, 22, 23

 

Leave a Reply

*