મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તબિયતની ખાસ દરકાર લેજો. તાવ, શરદી, માથાના દુખાવાથી પરેશાન થતા રહેશો. તબિયતને સારી રાખવા માટે ખાવાપીવા પર ધ્યાન આપજો. બને તો સમજ્યા વગર કોઈપણ જાતની ભાગદોડ કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 14 છે.
Mars’ rule till 14th July suggests that you take extra special care of your health. You could suffer from fever, cold and headaches. To ensure your health is good, focus also on your diet. You are advised not to impulsively take on errands and chores. Pray the Tir Yasht daily.
Lucky Dates: 8, 9, 10, 14
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનને મજબૂત બનાવી તમારા મુશ્કેલીભર્યા કામને સમય પર પુરા કરી શકશો. તમારા કામમાં બીજાઓ ભુલ નહીં શોધી શકે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. હાલમાં રોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
The ongoing Moon’s rule makes your mind strong and helps you to complete even your challenging tasks on time. Your work will be flawless. Financial prosperity is indicated. You will be able to keep your family members content. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 10, 11, 12, 13
GEMINI | મિથુન: ક.છ.ઘ.
લાંબા સમય સુધી ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ ડીસીઝન લેશો તેમાં ફેરફાર નહીં કરતા. ચંદ્રની કૃપાથી ધારેલા કામો સમય પર પુરા કરવામાં કોઈપણ મુશ્કેલીઓ નહીં આવે. મુસાફરીનો આનંદ લઈ શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 14 છે.
The Moon’s rule will last a long time. Do not flip-flop on decisions you have made. With the grace of the Moon, you will face no obstacles in completing your tasks in time. You will enjoy travels. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8, 9, 11, 14
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા 9 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. મોજશોખ ઓછા કરીને થોડી બચત કરવાની કોશિશ કરજો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. ધનલાભ થતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
You have 9 days remaining under the rule of Venus. Try to cut down on your fun and entertainment and save some money. Couples will be able to understand each other without the need for words. Financial prosperity is indicated. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 13
LEO | સિંહ: મ.ટ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામમાં જશ અને ધન બન્ને મળશે. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. જીવનસાથી મળવાના ચાન્સ છે. બીજાના મદદગાર બની ભલી દુવાઓ મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.
Venus’ ongoing rule brings you lots of profits and popularity in your endeavours. Financially, you will receive anonymous help. You could meet your life partner. Helping others will earn you their blessings. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 9, 12, 14
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈથી શુક્રની દિનદશા ચાલુ થયેલી છે. હવે તમે ઓછી મહેનત કરી વધુ ધન કમાઈ લેશો. મિત્રો સાથે મોજમજામાં દિવસો પસાર કરી શકશો. શુક્રની કૃપાથી રોકાયેલા નાણાને પાછા મેળવવા સીધો રસ્તો મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Venus’ rule, starting from 5th July, will have you earning a lot more by doing less. You will have a good time with your friends. You will find an easy way to retrieve funds which have been stuck. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 13
LIBRA | તુલા: ર.ત.
હાલમાં ધનની ખેચતાણ ખુબ રહેશે. આવક આવતા પહેલા ખર્ચનું મોટું લીસ્ટ તૈયાર થઈ જશે. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. 6ઠ્ઠી ઓગસ્ટ સુધી જો તમારી તબિયત બગડી જાય તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.
Financial challenges are indicated. Your list of expenditures will be ready even before you receive any income. Rahu’s rule steals your sleep as well as your appetite, till 6th August. If your health goes bad, you are advised to see a doctor. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 8, 9, 12, 14
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. બીજાને મદદ કરી મન આનંદમાં આવી જશે. કામકાજમાં સારા સારી થતી જશે. તમારા કરેલા કામના બીજાઓ વખાણ કરશે. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી ગુરૂની કૃપા વધુ રહેશે.
શુકનવંતી તા. 8, 10, 11, 13 છે.
Jupiter’s ongoing rule will have you doing noble service for another. You will feel great joy in helping others. Progress at the workplace is indicated. Your work will draw much appreciation from others. Health will be fine. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 8, 10, 11, 13
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારી રાશિના માલીક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનગમતા કામ કરવામાં સફળ થશો. ધનનો ફાયદો થશે. પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. નવા કામ કરવામાં સફળ થશો. દરેક બાબતમાં પ્રેકટીકલ બની કામ કરશો. દરરોજ ‘સરોશ યશ્ત’ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 14 છે.
Jupiter’s ongoing rule helps you succeed in completing your favourite tasks. Financial profits are indicated. Those in love will receive good news from their beloveds. You will be successful in your new work. You will ensure a practical approach in all aspects. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 9, 10, 12, 14
CAPRICORN | મકર: ખ.જ.
શનિની દિનદશા ચાલુ હોવાથી મોઢા સુધી આવેલ કામ અટકી જશે. કોઈ પણ જાતના પ્લાન બનાવતા નહીં. રોજના કામ પર સમય સર પહોંચી નહીં શકો. નોકરી કરતા હશો તો સાથે કામ કરનાર વ્યક્તિ ખોટી રીતે હૈરાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. શનિની મુસીબત ઓછી કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.
Saturn’s ongoing rule will cause a stoppage in your nearly completed works. Do not try and make any plans. You will not be able to be punctual daily at your workplace. Colleagues will try their best to harass you. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 8, 11, 12, 13
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
20મી જુલાઈ સુધી તમારી બુધ્ધિનો ઉપયોગ કરીને મુશ્કેલીભર્યા સહેલાઈથી પુરા કરી શકશો. થોડી બચત કરીને લાંબા સમય માટે રોકાણ કરી લેજો. કોઈને મદદ કરવાથી તમારા ખરાબ સમયમાં તે વ્યક્તિ મદદગાર થશે. ધનની મુશ્કેલી નહીં આવે. રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 10, 11, 14 છે.
Till 20th July, you will be able to intelligently execute all your tasks with ease. You are advised to save money and make long-term investments. Helping another will have that person help you in your time of need. There will be no financial issues. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 9, 10, 11, 14
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને બુધની દિનદશા ચાલુ થયેલી છે. તમારા ફાયદાની વાત તમારી નજરમાં આવી જશે. બુધ્ધિ વાપરી ધન મેળવવામાં સફળ થશો. અગત્યના કામો પુરા કરવા માટે મિત્રની મદદ લઈ લેજો. મુસાફરી કરવાથી વધુ આનંદમાં આવી જશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 10, 12, 13 છે.
The onset of Mercury’s rule will have you focusing on areas which yield profit. You will be able to earn money using your intelligence. You should take help from friends to complete your important tasks. Travel will bring you added joy. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 8, 10, 12, 13